Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

દિવાળી ઉપર વીજ તંત્ર રાઉન્ડ ધ કલોક ફરજ બજાવશે : ધનતેરસથી તા. ૭ સુધી દરેક સબ ડિવીઝનમાં હાઇએલર્ટ

દરેક ડિવીઝન-સબ ડિવીઝન-કન્ટ્રોલ રૂમમાં તમામ અધીકારીઓ ખાસ હાજર રહેશે... : ઢેબર રોડ જૂના પાવર હાઉસ ખાતે ખાસ કન્ટ્રોલ રૂમઃ ઓવરલોડ ન થાય તે માટે આજથી ખાસ ચકાસણી...

રાજકોટ તા. રરઃ દિપાવલીના તહેવારો આવી રહ્યા છે, તા. ૧લીએ અગીયારસ છે, અને તા. રના રોજ ધનતેરસ છે, આ દિવસોમાં વીજતંત્રનો લોડમાં ભારે વધારો થતો હોય છે, ભવ્ય ડેકોરેશન, રોશની, ઝાકમઝોળ થતા ઓવરલોડ-લાઇટો જવી, ટ્રાન્સફોર્મરો ઉડવા જમ્પરો ઉડવા, ડીઓ ઉડવા  તથા શોર્ટ સરકિટના બનાવો બનતા હોય છે, કયાંક શોર્ટ સરકીટને કારણે આગના બનાવો પણ બને છે, આ બધુ ન થાય અને લોકો-દુકાનો-શોરૂમમાં લાઇટનો ઝગમગાટ જળવાઇ રહે તે સંદર્ભે રાજકોટ વીજ તંત્રે અગાઉથી કાર્યવાહી હાથ ધરી છે.

અધીકારી સૂત્રોના કહેવા મુજબ તા. રના ધનતેરસથી ઢેબર રોડ જૂના પાવર હાઉસ ખાતે ખાસ કન્ટ્રોલ રૂમ તમામ પ્રકારના સાધનો-લેડર ગાડીઓ સાથે રાઉન્ડ ધ કલોકસ હાજર રહેશે, જે તા. ૭ સુધી કાર્યાન્વિત કરાશે, કન્ટ્રોલરૂમમાં એકઝી. ઇજનેરો, રાજકોટ સીટી સર્કલ ચીફ ઇજનેર પણ બેસશે.

આ ઉપરાંત ધનતેરસથી શહેરનાં તમામ ર૮ થી ૩૦ સબ ડીવીઝનોમાં રાઉન્ડ ધ કલોક જૂનીયર-ડે. ઇજનેરો અને લાઇન સ્ટાફ હાજર રહેશે, રાજકોટમાં જયાં ઓવરલોડ થવાની શકયતા છે, તેવા વિસ્તારોમાં આજથી જ ચકાસણી કરી લેવા પણ આદેશો થયા છે.

(4:25 pm IST)