Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

રાજકોટ શહેર-જીલ્લાના એક ડઝન નાયબ મામલતદાર-મામલતદાર સામેના કેસો અંગે ખાસ વીજીલન્સ વીસી : અન્ય ફરીયાદો અંગે સમીક્ષા

વીજીલન્સ કમિશ્નર સંગીતાસિંઘ દ્વારા જવાબો લેવાયા : ACB ના કેસો અંગે પણ પૂછાણ

રાજકોટ, તા. રર :  રાજકોટ જીલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીઓ સાથે ૧૬ જેટલા મુદ્દાઓ અંગે મહેસુલ મંત્રીએ વીસી લીધી. અમૂકનો ઉધડો લેવાયો ત્યાં આજે વીજીલન્સ કમિશ્નરશ્રી સંગીતાસિંઘની અધિકારીઓની સામેની તપાસ અંગે ખાસ વીસી યોજાતા અધીકારીઓને ફરી દોડધામ થઇ પડી છે.

બપોરે ૧રાા વાગ્યાથી વીજીલન્સ કમિશ્નરે રાજકોટ સહિત રાજયભરના કલેકટરો સાથે વીસી શરૂ કરી છે.  રાજકોટની વાત કરીએ તો રાજકોટ શહેર-જીલ્લાના એક ડઝન મામલતદાર-નાયબમામલતદારો સામેના કેસો-તપાસ અંગે શું થયું, તપાસ કયા પહોંચી? તપાસ પૂર્ણ થઇ હોય તો પગલા અને રીપોર્ટ અંગે ખાસ વીસીમાં સમીક્ષા થઇ રહી છે.  આ ઉપરાંત જસદણ પંથકમાંથી રોજસરા નામના એક નાગરિકે કરેલી ચોંકાવનારી ફરીયાદો અંગે ગાંધીનગર સુધી પડઘા પડયા છે., તે અંગે પણ વિગતો મેળવાશે, તો એસીબીના કેસો તથા કોઇ પણ બ્રાંચમાં ભ્રષ્ટાચારનો થાય તે માટે પહેલેથી કાર્યવાહી સહિતના મુદ્દે પણ સમીક્ષા થનાર હોવાનું કલેકટર કચેરીના સુત્રોએ ઉમેર્યુ હતું.

(4:01 pm IST)