Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

સરદાર પટેલની જન્મ જયંતિ નિમીતે ઓનલાઈન કિવઝ

આજ સાંજથી પ્રારંભ, ૩૧ ઓકટોબર સુધી ચાલશેઃ સરદાર પટેલ કર્મચારી મંડળનું આયોજન

રાજકોટ,તા.૨૨: ૨૭ વર્ષથી કાર્ય કરતી સંસ્થા શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળ- રાજકોટ આગામી સરદાર પટેલ જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે એક વિશેષ પ્રવૃતિનું આયોજન કરેલ છે. સરદાર પટેલના રાષ્ટ્ર પ્રત્યેના ઉચ્ચ વિચારો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ ઉપરાંત સમાજના દરેક લોકો સુધી સરળતાથી પહોંચે તેવી ઉદાર ભાવનાથી ''ઓનલાઈન કિવઝ ઓન સ્ટેચ્યુ ઓફ યુનિટી એન્ડ સરદાર પટેલ્સ લાઈફ એન્ડ વર્ક''નો આજે તા.૨૨ થી ૩૧ ઓકટોબર દરમ્યાન આયોજન કરેલ છે.

આ કિવઝમાં પ્રાથમિક, માધ્યમિક- ઉચ્ચ માધ્યમિક અને જનરલ એમ ત્રણ વિભાગમાં કોઈપણ વ્યકિત કે વિદ્યાર્થી પોતાને અનુરૂપ વિભાગ પસંદ કરી ભાગ લઈ સૌથી ઓછા સમયમાં સૌથી વધારે સાચા પ્રશ્નોના જવાબ આપશે તેવા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ પાંચ સ્પર્ધકોને દરેક વિભાગમાંથી રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. ભાગ લેનાર તમામને ઓનલાઈન સર્ટીફીકેટ મળશે. કિવઝમાં આપવામાં આવેલ પ્રશ્ન ડેટા મંડળ સાથે જોડાયેલા શિક્ષકશ્રીઓની ટીમ દ્વારા જાતે પુસ્તકોનું વાંચન કરી વર્કશોપ દ્વારા ૫૦૦થી વધારે પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા હોવાનું સંસ્થાના આગેવાનોએ જણાવેલ.

કિવઝને સફળ બનાવવા મંડળના પ્રમુખશ્રી અમૃતભાઈ ગઢીયા, કિવઝ કો- ઓર્ડિનેટર અને મંત્રી શ્રી બાબુભાઈ મેનપરા પૂર્વપ્રમુખ, ડો.શૈલેષ સોજીત્રા, પ્રકાશ ભાલાળા, આશિષ વેકરીયા જહેમત ઉઠાવી રહ્યા છે. આજે સાંજે ૮:૩૦ કલાકે કિવઝને ખુલ્લી મુકવા હાસ્ય દરબાર (શ્રી હિતેષ અંટાળા) અને કિવઝ લોન્ચિંગ કાર્યક્રમ રાખેલ છે.

કિવઝમાં ભાગ લેવા માટેની લીંક sardarpatelquiz.com, પીડીએફ, લીંક- pdf.sardarpatelquiz.com. વધુ માહિતી માટે ડો.શૈલેષ સોજીત્રા મો.૯૪૨૭૪ ૨૩૨૭૦, પ્રકાશ ભાલાળા મો.૯૮૨૫૮ ૦૪૫૧૧ ઉપર સંપર્ક કરવો. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:00 pm IST)