Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

વાવડી વિસ્તારમાં ટી.પી.રોડના પેવર કામ મંજૂર થતા ઇન્ડસ્ટ્રીયલ ઝોન એસોસિએશન દ્વારા પદાધિકારીઓનું સન્માન કરાયું

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૨માં વાવડી ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે. આ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આશરે ૩૦૦૦ જેટલા યુનીટ આવેલ છે. દ્યણા વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીઝના રસ્તાઓ ડામર ન થવાને કારણે ખુબજ મુશ્કેલી પડતી હતી. મેયર અને વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર ડો.પ્રદિપ ડવ, મગનભાઈ સોરઠીયા, મિતલબેન લાઠીયા, અસ્મિતાબેન દેલવાડિયા દ્વારા ડામરના રસ્તા કરવા પ્રયત્ન કરવામાં આવેલ. જેના અનુસંધાને ગઈકાલ બે દિવસ પહેલા મળેલ સ્થાયી સમિતિમાં વોર્ડ નં.૧૨ના જુદા જુદા ટી.પી. રસ્તાઓ ડામર કાર્પેટ કરવાનું મંજુર કરવામાં આવેલ જેમાં વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયાનો પણ સમાવેશ થયેલ છે. જે બદલ મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા વિગેરેનું વાવડી ઇન્ડસ્ટ્રીઝ ઝોન એસોસિએશનના પ્રમુખ હસુભાઈ સોરઠીયા, ઉપપ્રમુખ દિનેશભાઈ ચાપાણી, દીપકભાઈ ગાજીપરા, મંત્રી ધર્મેશભાઈ વડોદરીયા, સહમંત્રી ડાર્વિનભાઈ સંતોકી, કારોબારી સભ્ય મનસુખભાઈ વડોદરીયા, જીતુભાઈ ફાચરા, કેતનભાઈ દુધાગરા, અમિતભાઈ ચાપાણી, મૌલિકભાઈ દેલવાડિયા, તુષારભાઈ હાસલપરા વિગેરેએ પુષ્પગુચ્છ અર્પણ સાથે આભાર વ્યકત કરેલ.

(3:58 pm IST)