Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

'કંકણ' પ્રસ્તુત ર્માં ગરબો કોરાવ્યો ગગનગોખ અંતર્ગત ૧૫૧ દિવા આહવાન સંગ શકિત આરાધનાનો કાલે ગરબા કાર્યક્રમ

પ્રેક્ષકોને માસ્ક વગર પ્રવેશ સંપુર્ણપણે અમાન્ય રહેશે : સરગમ કલબ પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાનું પ્રતિવર્ષનું અનન્ય આયોજન : વજૂભાઇ વાળાને હસ્તે દિપ પ્રાગટય-લાખાભાઇ સાગઠિયા અતિથિ : ડો.અલ્પનાબેન લાભુભાઇ ત્રિવેદીનું ગરબા પ્રેમીઓને ઇજન : કંકણ પ્રસ્તૂતિ ઘંટારવ - નવવાટી દિવી - માંડવડી - જાગ - સોળંગો - ડાંડિયા - કરતાલ - રામસાગર - ઘડૂલીયો - ટિપ્પણી - થાળી - સુપડા - સુપાખરૂ - નવદુર્ગા - ક્રિષ્ના - રાધારાસ - હુડો - હમચી - ટીટોડો - સુગમ - શાસ્ત્રીય - પારંપારિક ગરબા - ગરબી - રાસ - રાસડાનો સુભગ સમન્વય : કિરણભાઇ પટેલનો અનન્ય સહયોગ : ઉદ્યોગપતિઓ અરવિંદભાઇ પટેલ મનેષભાઇ માદેકા સુરેશભાઇ નેદાસણાનો સદ્કાર્યમાં સહયોગ : ૩૬ પ્રકારના ગરબા ગરબી : રાસ-રાસડાનું અદભૂત આયોજન ર્માં ગરબો કોરાવ્યો ગગનગોખમાં ૧૦૦ દિકરીઓ - માતાઓ ગરબે ઘુમશે કંકણ કલાકારો તસ્વીરમાં દ્રશ્યમાન છે : 'અકિલા' દ્વારા ૫૦ દેશોમાં લાઇવ પ્રસારણ : પાસ વિતરણ આજે સાંજે ૯ કલાકે લા.બ.શા. વિદ્યાલય ખાતેે

રાજકોટઃ  આવતીકાલ તા.૨૩ ને શનિવારે રાત્રીના ૮:૪૫ કલાકે હેમૂ ગઢવી હોલ ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રાજકોટ ગુજરાત ભારતનું ગૌરવ 'કંકણ' ગુજરાતની ગરિમાસમ ગરબા - રાસ - રાસડાની ર્માં જગદંબાના ચરણોમાં પ્રસ્તુતી કરનાર છે. શકિત આરાધનાના કાર્યક્રમમાં 'ર્માં ગરબો કોરાવ્યો ગગન ગોખ' અંતર્ગત માતાજીના ઓવારણા લેવા ગરબા યાત્રાના સહભાગી થવા આમંત્રણ અપાયુ છે.

'કંકણ' સંચાલિકા ટિવંકલ ઘનશ્યામ જાગાણી, સંસ્થાપિકા - નૃત્ય નિર્દેશિકા સુ.શ્રી સોનલ હંસદેવજી સાગઠિયા, સહ નૃત્યનિર્દેશિકા 'કંકણ' શ્રેયા જતિ જાની, યેશા કિકાણી, શુભશ્રી સ્મિત ઠકરાર, મૈત્રી તન્મય માંકડ, ઝલક મિહિર છાંયા અને સ્તુતિ પંડયાના કલ્પન અને સંકલિત કાર્યક્રમ માણવા વહેલા તે પહેલાના ધોરણે મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ ભવન, લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય, શાસ્ત્રી મેદાન સામે રાજકોટ ખાતેથી આજે શુક્રવારે રાત્રે ૯ વાગ્યાથી આમંત્રણ પાસ લઇ જવા જણાવાયુ છે.

(3:58 pm IST)