Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

નરેન્દ્રભાઇ મોદીનાં નેતૃત્વમાં ભારત સુશાસનનો નવો અધ્યાય લખી રહ્યું છેઃ ઉદય કાનગડ

સાસણગીરમાં રાજકોટ શહેર ભા.જ.પ.નાં પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ : કાર્યકર્તાઓની કાર્યક્ષમતા વધારી ભવિષ્યમાં નવા નેતૃત્વ માટે સુસવજજ કરવાનું આ કાર્ય જનસંઘથી થઇ રહ્યું છેઃ કમલેશ મીરાણી

સાસણમાં આજથી રાજકોટ ભાજપનો પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થયો તે વખતની તસ્વીરમાં વર્ગનું ઉદ્દઘાટન કરી રહેલા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાનાં પ્રદેશ પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર પ્રદિપ ડવ વગેરે દીપ પ્રાગટય કરી રહેલા દર્શાય છે. અન્ય તસ્વીરોમાં કાર્યકરોને માર્ગદર્શન આપી રહેલા વકતાઓ દર્શાય છે. 

રાજકોટ તા. રરઃ અત્રેનાં શહેર ભા.જ.પ.નાં હોદેદારો, કોર્પોરેટરો અને અપેક્ષીત કાર્યકરો માટે આજથી સાસણ ગીર ખાતે પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થયો છે.

આ પ્રશિક્ષણ વર્ગના પ્રથમ ઉદ્દઘાટન સત્રમાં રાજકોટ શહેર સંગઠનના પ્રભારી ઝવેરીભાઇ ઠકરાર, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને સત્રના વકતા ઉદય કાનગડ, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, અભ્યાસ વર્ગના પાલન અભયસિંહ ચૌહાણ, અભ્યાસ વર્ગના ઇન્ચાર્જ નિતીન ભુત સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે કમલેશ મિરાણીએ જણાવેલ કે કાર્યકર્તાઓની કાર્યક્ષમતામાં વધારો થાય અને ભાવિ નેતૃત્વ વધુ સારી રીતે જવાબદારીઓનું વહન કરી શકે તે માટે તેમને સુસજજ અને તૈયાર તે વિચારને કેન્દ્રમાં રાખી જનસંઘના કાળથી કાર્યકર્તા પ્રશિક્ષણ તથા બુથ સશકિતકરણને મહત્વ આપવામાં આવતું હોય છે ત્યારે રાજકોટ મહાનગર માટે આજથી તા. ર૪ ઓકટોબર ખાતે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આજના ભારતની વૈચારીક મુખ્ય ધારા રાજયસરકારની ઉપલબ્ધીઓ, ર૦૧૪ પછી ભારતની રાજનીતીમાં આવેલ બદલાવ, કાર્યપધ્ધતી-સંગઠન સંરચનામાં ભુમિકા મીડીયાનો વ્યવહાર અને ઉપયોગ, આત્મનિર્ભર ભારતનો સંકલ્પ, સોશીયલ મીડીયાનો ઉપયોગ, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વગેરે વિષયોનું માર્ગદર્શન અપાશે. આમ આજે તા. રર થી શરૂ થયેલ આ વર્ગમાં પ્રકૃતિની ગોદમાં ભાજપના કાર્યકર્તાઓ પંચનિષ્ઠાને ગ્રહણ કરશે.

આ તકે સત્ર-૧ ના વકતા ઉદય કાનગડે 'આજના ભારતની વૈચારીક મુખ્ય ધારા-આપણી વિચારધારા' વિષય પર વકતવ્ય આપતા જણાવેલ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ આજે સર્વાગિ વિકાસ કરી રહ્યો છે ત્યારે ભવિષ્યની પેઢી માટે વૈચારિક ક્રાંતિનું વાવેતર અભ્યાસ વર્ગના માધ્યમથી ફળીભુત થશે. ત્યારે વિશ્વને દિશાદર્શન આપનાર ભારતીય જનતા પાર્ટી આજે સૌથી મોટી રાજકીય પાર્ટી રાષ્ટ્રવાદના વિચારના પાયા પર વટવૃક્ષ બની છે. ત્યારે રાજકોટ શહેર ભાજપના કાર્યકર્તાઓ સાસણના સાનિધ્યમાં એકાત્મની અનુભૂતિ સાથે પ્રશિક્ષીત થશે. ભારત માતાને પરમ વૈભવના સ્થાને પહોંચાડવાના અથાક પરીશ્રમ કરતી કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદીની સરકાર સાત વર્ષમાં 'સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસ'ના મંત્રને ચરિતાર્થ કરવા જનકલ્યાણકારી યોજતનાઓ અને લીધેલા રાષ્ટ્રહીતના નિર્ણયો દ્વારા દેશના સર્વાગિ વિકાસની જે કામગીરી કરી રહી છે તે બદલ ખુબ ખુબ અભિનંદન. આજે નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત પોતાના સુશાસનનો નવો અધ્યાય લખી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીનું રાજનીતીમાં આગવાપણું જ એ છે કે ભાજપની રાષ્ટ્રવાદની વિચારધારા, સંગઠનની એકતા અને તાકાત તેમજ સરકારનું પરીણામલક્ષી સુશાસન દ્વારા રચાતો ત્રીવેણીસંગમ જનમાનસને વિકાસગંગાની સાચી અનુભુતિ કરાવે છે. ત્યારે સૌ લોકશકિતના અદભુત સમન્વય અને વિકાસના ઉન્નત માર્ગે ચાલવા કટીબધ્ધ થઇએ.

આ પ્રશિક્ષણ વર્ગમાં સત્ર અધ્યક્ષ મોહનભાઇ કુંડારીયા, સત્ર સંચાલક કિશોર રાઠોડ તેમજ વર્ગમાં સાંધિક ગીત હરેશ જોષીએ કરાવેલ. સત્રના ઇન્ચાર્જ નિતીન ભુતે સત્રલક્ષી માહિતી આપી હતી. આ પ્રશિક્ષણ વર્ગના પ્રારંભે રજીસ્ટ્રેશની વ્યવસ્થા હરેશભાઇ જોષીના માર્ગદર્શન હેઠળ મહેશ રાઠોડ, પોપટભાઇ ટોળીયા, રામભાઇ ચાવડા, લલીત વાડોલીયા, જે. પી. ધામેચા, રત્નાભાઇ રબારીએ અને વર્ગની વ્યવસ્થા પ્રશિક્ષણ વર્ગના સહઇન્ચાર્જ મહેશ પરમારે, પરાગ મહેતાએ સંભાળી હતી.

(3:51 pm IST)