Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

મુંબઇ ખાતે મળી ZRUCCની બેઠક : રાજકોટ ચેમ્બર દ્વારા રજુ કરાયા રેલવેના અઢળક પ્રશ્નો

જનરલ મેનેજરે મુસાફરોના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી

રાજકોટ તા. ૨૨ : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા દ્વારા વેસ્ટર્ન રેલ્વેની, ઝોનલ રેલ્વે યુઝર્સ કન્સલટેટીવ કમિટિ (ZRUCC)ની મુંબઈ ખાતે તા.ર૧–૧૦–ર૦ર૧ના રોજ મળેલ મિટીંગમાં ઉપસ્થિત રહી નિચે મુજબ રાજકોટ–સૌરાષ્ટ્રના રેલ્વેને લગતા વિવિધ પ્રશ્નો તેમજ સુચનો રજુ કરવામાં આવેલ. ટ્રેનનં. ૧રર૬૭ / ૧રર૬૮ મુંબઈ સેન્ટ્રલ–હાપા દુરન્તો એકસપ્રેસને બોરીવલી અથવા મલાડ સ્ટેશન ખાતે હોલ્ટ આપવો. ટ્રેનનં. ૧૯પ૬પ / ૧૯પ૬૬ ઓખા–દેહરાદુન એકસપ્રેસ અઠવાડીયામાં એક વખત જાય છે, આ ટ્રેન હરિદ્ઘાર મુસાફરી કરનાર માટે ખુબ જ અનુકુળ અને ઉપયોગી હોવાને કારણે કમ સે કમ અઠવાડીયામાં ત્રણ વખત ચાલવવી. તદ ઉપરાંત પોરબંદર થી દિલ્હી સરાઈ રોહિલા જતી ટ્રેનનં. ૧૯ર૬૩, ૧૪ કલાક સરાઈ રોહિલા પડી રહે છે તેને બદલે આ ટ્રેનને હરિદ્ઘાર સુધી લંબાવવી. આ સિવાય અમદાવાદ–હરિદ્વારા દિલ્હી મેઈલ કાલુપુર સ્ટેશન પર ૧૪ કલાકનો લાંબો હોલ્ટ ધરાવે છે જેને રાજકોટ સુધી લંબાવવી.

રાજકોટ રેલ્વે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર ર ઉપર મુકવામાં આવેલ એસ્કેલેટર માત્ર અપ સાઈડની સુવિધા પુરી પાડે છે. આ સ્થળે ચોથું એસ્કેલેટર તાત્કાલીક મુકવું. રાજકોટ થી ચેન્નઈ જવા માટે ડાયરેકટ ટ્રેનની કોઈ સુવિધા નથી. તેથી ચેન્નઈ–અમદાવાદ ટ્રેનનં. ૧ર૬પ૬ અને ૧ર૬પપ નવજીવન એકસપ્રેને રાજકોટ સુધી લંબાવવી. જામનગર–બાન્દ્રા ટ્રેનનં. ૧૯૧ર૪ / ૧૯૧ર૩ હમસફર એકસપ્રેસ હાલમાં અઠવાડીયામાં ત્રણ વખત ચાલુ છે, જેને કાયમી ધોરણે ચલાવવી. ઓખા–જોધપુર વચ્ચે કોઈ ડાયરેકટ ટ્રેનની સુવિધા ન હોવાથી અઠવાડીક ટે્રન ચાલુ કરવી.

ઓખા–દિલ્હી વચ્ચે અઠવાડીક ટે્રન ચાલુ કરવી. ટ્રેનનં. રર૯૩૭ / રર૯૩૮ રાજકોટ રેવા ટ્રેન હાલ અઠવાડીયામાં એક વખત જાય છે. જેને અઠવાડીયામાં બે વખત શરૂ કરવી. રાજકોટ–સમસ્તીપુર અને ઓખા–સમસ્તીપુર ટ્રેન અઠવાડિયામાં બે વખત શરૂ કરવી. સોમનાથ–જબલપુર ટ્રેન ચિત્રકુટ સુધી લંબાવવી. વેરાવળ–સોમનાથ એકસપ્રેસ ટ્રેનને જુના સમય પ્રમાણે શરૂ કરી કર્ણાવતી એકસપ્રેસ સાથે જોડવાથી વેરાવળ–મુંબઈ ડાયરેકટ ટ્રેન કરી શકાય. રાજકોટ–ઓખા ટ્રેન બપોરના સમયે શરૂ કરવી. ટ્રેનનં.રર૯૬૦/પ૯ જામનગર–સુરત ઈન્ટરસીટી એકસપ્રેસ તેમજ ૧ર૯૩૬/૩પ સુરત–બા્રન્દ્રા ટ્રેનને જામનગર–બાન્દ્રા–જામનગરમાં રૂપાંતર કરવી. ઓખા–મુંબઈ સૌરાષ્ટ્ર મેલને જુના સમય પ્રમાણે શરૂ કરવી.  ભાવનગર–ઓખા ને લોકલ રૂટ જાહેર કરી મુસાફરોને જનરલ ટિકીટ આપવા અંગે. ઓખા–ભુજ વચ્ચે વચ્ચે નવી લોકલ ટ્રેન શરૂ કરવી.  ઓખા–ભાગલપુર, ઓખા–બેંગ્લોર તથા ઓખા–આસનસોલ વચ્ચે નવી ટ્રેનો શરૂ કરવી. વેર્સ્ટન રેલ્વે દ્ઘારા પ્લેટફોર્મ ટિકીટનો ચાર્જ રૂ.પ૦ કરવામાં આવેલ છે. તેને તાત્કાલીક અસરથી ઘટાડવો.

રાજકોટ–સૌરાષ્ટ્રના રેલ્વેના લગતા ઉપરોકત વિવિધ પ્રશ્નો તથા સુચનો રચગહહ મિટીંગમાં રજુ કરતા જનરલ મેનેજરશ્રી આલોક કંસલ દ્ઘારા સહાનુભૂતિ દર્શાવી મુસાફરોની સુવિધા માટે તુરંત યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમ રાજકોટ ચેમ્બરની યાદીમાં જણાવેલ છે.

(3:49 pm IST)