Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

વૈવિધ્ય પૂર્ણ વાનગીઓનો રસથાળ પિરસતું

સ્વાદ રસિયાઓના સ્વાદના ઉપચારનું નવું ડેસ્ટીનેશન 'બ્લ્યૂ જીંજર'

બેન્કવેટ હોલ, વિશાળ પાર્ટી પ્લોટ, ૧૨ જેટલા એસી રૂમની અદભૂત સગવડતા, પાર્કિંગ, ગેઇમ ઝોન જેવી વિવિધ સવલતો ઉપલબ્ધ : ૬ એકસપ્રેસ ફૂડ કાઉન્ટર્સ સાથે રાજસ્થાની, કાઠિયાવાડી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ફાસ્ટફુડ, ચાટ, ચાઇનીઝ, તંદુર, પંજાબી ઉપરાંત આઇસ્ક્રીમ સહિત અઢળક વાનગીઓનો સ્વાદોત્સવ : દિવાળીના તહેવારો અને ગમે ત્યારે અને કોઇપણ સમયે મિત્ર વર્તુળ અને પરિવાર સાથે અચૂક મુલાકાત લેવા જેવુ નૈસર્ગિક સૌંદર્યથી ભરપૂર સ્થળ

જગતના સ્વાદ રસિયા (ખાઉધરા નહીં) લોકોમાં ગુજરાતીઓ પ્રથમ ક્રમે આવે. આટલી બધી વૈવિઘ્ય પૂર્ણ અને આટલી સંખ્યામાં વાનગીઓ જગતની કોઇ પ્રજા પાસે નહીં હોય. કડવા સિવાયના તમામ રસો જેની જીભેથી ટપકતા હોય અને રસરંજક ખાણું ખાવા આરામગાહ (રેસ્ટોરાં) આગળ પણ લાઇન લગાવીને ઊભા હોય તો તે માત્ર ગુજરાતી હોઇ શકે. ગુજરાતી થાળીમાં ઓછામાં ઓછી બાર વાનગીઓ તો હોય જ છે. ગુજરાતીઓ માટે ભોજન એ માત્ર કેલરીની જરૂર પુરી કરવાનું સાધન નથી પણ ભોજન એ ઉત્સવનો એક ભાગ છે. કયારેક તો ભોજન પોતે જ ઉત્સવ બની જાય છે. ગુજરાતીઓ સહિત દરેક ઉંમરના સ્વાદ રસિયાઓને તેમના સ્વાદનો ઉપચાર કરવાનું હવે નવું સ્થાન મળ્યું છે અને તે છે ગોંડલ-જેતપુર વચ્ચે વિરપુર પાસે હાઇવે પર આવેલ અદભૂત રેસ્ટોરન્ટ-હોટલ ફૂડ એમ્પાયર 'બ્લ્યૂ જીંજર'.

આમ તો આપણે હાઇવે ફૂડ મોલ ઘણા જોયા જ હોય તે સ્વાભાવિક છે. પણ ૧,૪૧,૫૭૦ સ્કવેર ફુટ જેવા વિશાલ વિસ્તારમાં સૌરાષ્ટ્રના સૌ પ્રથમ મલ્ટી કયુઝીન ફુડ કોર્ટની વિશેષતા જરા હટકે છે. 'બ્લ્યૂ જીંજર' ના પ્રણેતા ડો. રમેશ ગજેરા જૂનાગઢમાં ઓર્થોપેડિક સર્જન છે પણ લોકોને શુધ્ધ અને સાત્વિક, હાઇજેનિક અને એકદમ વ્યાજબી ભાવે ખોરાક મળી રહે તેમજ પારિવારિક વાતાવરણના સર્વોત્ત્।મ ઉદેશ સાથે તેઓએ 'બ્લ્યૂ જીંજર' હાઇવે ફૂડ મોલની કોરોનાકાળમાં પણ હિંમતભેર શરૂઆત કરી એટલું જ નહીં તે સફળ પણ રહી.

અકિલાની મુલાકાતે આવેલ ડો. રમેશ ગજેરા એ જણાવ્યું હતું કે, 'બ્લ્યૂ જીંજર' માં અવનવા પારંપારિક, કોન્ટિનેન્ટલ સહિત ફયૂઝન ફૂડનો તડકો હાલ સ્વાદ રસિયાઓ માટે નવું સરનામું બન્યો છે. અહિં પિરસવામાં આવતી અઢળક વાનગીઓનો સ્વાદ લોકોની દાઢે વળગે એવો છે. અહિં એક-બે નહિં દરેક લોકોને ચોઇસ મળી રહે તેવી વધુ ચટાકેદાર અને મોંમાં પાણી લાવી દે તેવી શુધ્ધ શાકાહારી સ્વાદિષ્ટ વાનગીઓ પ્રસ્તુત કરવામાં આવી છે. જેમાં રાજસ્થાની, કાઠિયાવાડી, ગુજરાતી, ફાસ્ટફુડ, સાઉથ ઇન્ડિયન, ચાટ, ચાઇનીઝ, તંદુર, પંજાબી ઉપરાંત આઇસ્ક્રીમ સહિત અનેક વાનગીઓનો રસથાળ ઉપલબ્ધ કરાવાયો છે.

રાજકોટ-ગોંડલથી જતા ડાબી બાજુએ અને જેતપુરથી આવતા જમણી બાજુએ 'બ્લ્યૂ જીંજર' નું બોર્ડ દુર થી દેખાય આવે છે અને નજીક જતાંજ રસપ્રચુર વાનગીઓની મહેક તમને ત્યાં ખેંચી જ જાય તેવું આહલાદક વાતાવરણ ઉભું કરાયું છે. જેવા 'બ્લ્યૂ જીંજર' માં પ્રવેશો એટલે વિશાળ પાર્કિંગ, બેસવાની મનમોહક વ્યવસ્થા સાથે સામે જ તેમાં ૬ એકસપ્રેસ ફૂડ કાઉન્ટર્સ દ્રષ્ટીગોચર થાય છે. અહિં તમે પેટપૂજા કરવા વિવિધ મનમોહક પકવાનોની પસંદગી કરી શકો છો. જેમાં ભારતીય, રાજસ્થાની, દક્ષિણ ભારતીય, કાઠિયાવાડી, ચાઇનીઝ અને સ્ટ્રીટ ફુડના વિકલ્પો મળી રહે છે. લોકો ઓર્ડર આપી 'સેલ્ફ સર્વિસ' કરી સ્વાદિષ્ટ રંજનોની જયાફત ઉડાવી શકે છે. આ ૬ એકસપ્રેસ ફૂડ કાઉન્ટર્સમાં રાજસ્થાની માટે 'ઘુમ્મર', કાઠિયાવાડી ભાણા માટે 'કુમકુમ', ગુજરાતી થાળી માટે 'કસબા', સાઉથ ઇન્ડિયન-ચાઇનીઝ-ઇન્ડિયન એન્ડ તંદુર તેમજ ફાસ્ટફુડ માટે 'ઇન્ડિયન સ્પાઇસ' કાઉન્ટર રખાયા છે. અહિં દરેક ફુડ આઇટમના સ્પેશ્યલ નિષ્ણાંત કારીગરોને ખાસ બહારથી બોલાવી લોકોને રીયલ ટેસ્ટ આપવાનો પ્રયાસ કરાયો છે. ખાસ કરીને અહિં બનતા ખસ્તા કચોરી અને મઘમઘતા ગોટા ની સુગંધ થી ભલભલાના સ્વાદુપિંડમાં આપોઆપ જગ્યા બની જાય તેની ગેરંટી! બહાર કેફેમાં આનો લુફત ઉઠાવવા લોકો ગોંડલ-વિરપુર-જેતપુર-જુનાગઢ અને રાજકોટ થી નીકળતા અહિં ગાડીને બ્રેક મારે જ છે. તેમાંય જેતપુરના નામાંકિત તબીબ ડો. જગદીપ નાણાંવટી અને તેમના પત્નિ હિનાબેન 'બ્લ્યૂ જીંજર' ના ગોટાનો આસ્વાદ માણવા અહિં અચૂક આવે છે. ઉપરાંત અહિંના વડાપાંવ, રાજસ્થાની દાલબાટી અને પાંવભાજીએ તો લોકોની જીભનો ચટાકો સંતોષ્યો છે. જયારે ગુજરાતીઓની ગળથૂથી માં વણાયેલા બારમાસી ગાંઠિયા પણ અહિં લોકો મોજ થી ખાય છે.

એવીજ રીતે ચા એ આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. સવારનો પહેલો ઘૂંટડો હોય, મિત્રો સાથે બેસવાનું બહાનું હોય, વરસાદની મજા માણવાની હોય કે કોઈ દુૅંખને દુર કરવું હોય ચા દરેક માટે દવા બની જાય છે. આવી જ ચા નો આનંદ માણવા અહિં શ્નચાઇ શૂટા બારલૃની ૧૦ ફલેવરની કૂલડીવાળી ચા ની ચૂસકી મારી લોકો તાજગી અનુંભવે છે.

રાજકોટ થી સોમનાથ કે પોરબંદર જતા રસ્તામાં આટલી ભવ્ય અને સુંદર હોટલ એક પણ નથી. નાના થી મોટા સહુ કોઇ પરિવાર સાથે ચોગાનમાં બેસીને આનંદ માણી શકે તેવું 'બ્લ્યૂ જીંજર' માં જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં આવી સુંદર જગ્યા બનાવવાનો વિચાર કઇ રીતે આવ્યો? સાડા સાત વિઘામાં પથરાયેલ 'બ્લ્યૂ જીંજર' ના માલિક ડો. રમેશ ગજેરા કહે છે, મારી પાસે જગ્યા પડેલી ત્યારે સોમનાથ-દિવ-સાસણ-પોરબંદર-જૂનાગઢ-વિરપુર ના પ્રવાસે જતા લોકો માટે ભવિષ્યનું વિચારી એક ફોરેન કલ્ચરની એટલે કે મલ્ટી કયુઝીન હોટલ બનાવવાનો વિચાર કર્યો. સ્ટ્રકચર બની ગયું હોય અને લોકડાઉન તથા કોરોનાને કારણે જીંદગીમાં એક બીબાઢાળપણું આવી ગયું હતું ત્યારે આ જગ્યા અથવા તો અહીંનું ફૂડ લોકોને ચોક્કસથી સકારાત્મકતા આપશે તે વિચાર સાથે નવેમ્બર ૨૦૨૦ માં એટલે કે લોકડાઉનમાં જ તેની શરૂઆત પણ કરી અને લોકોનો એટલો સુંદર પ્રતિસાદ મળ્યો કે સફરનો આનંદ માણતા ગુણવત્ત્।ાયુકત સેવાઓ અને ફુડ સાથે લોકોની ભૂખ સંતોષવામાં 'બ્લ્યૂ જીંજર' ને જવલંત સફળતા મળી. 'બ્લ્યૂ જીંજર' નામનો અર્થ શું? ડો. ગજેરા કહે છે, આવું નામ રાખવા પાછળનો આશય એવો હતો કે લોકોને મનમાં રહી જાય. મારે નામમાં ઝેડ આવે તેવું જોઇતું હતું. બ્લ્યૂ જીંજર નામનું ઘાસ યુરોપીયન દેશોમાં થાય છે. જયારે ઝીંજર શબ્દનો અર્થ સ્વાદનો ઉપચાર એવો પણ થાય છે. લોકો એકવાર બોલે પછી તેને મનમાં વસી જાય નામન મતલબ વિશે ચર્ચા કરે તે રીતે 'બ્લ્યૂ જીંજર' નામ અપાયું.

અહિં ફુડ કોર્ટ ઉપરાંત, વિશાળ પાર્કિંગ સગવડતા, આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણેના ટોયલેટ, ભાગ્યેજ જોવા મળે તેવું આઉટડોર સીટિંગ, બાળકો માટે રમવાની વ્યવસ્થા, ૩૦૦ લોકો સમાય શકે તેટલું મોટું ફુડ કોર્ટ, ૧૦૦ લોકો માટે આઉટડોર કેપેસીટી ફુડ કોર્ટ, લગ્ન, રીસેપ્શન, બર્થડે પાર્ટી, સગાઇ, બિઝનેસ મીટીંગ વગેરે માટે પ્રોજેકટર સાથે ૫૦૦ લોકો ની ક્ષમતા વાળો બેન્કવેટ હોલ સાથે ૧૦૦૦ લોકોની ક્ષમતા વાળો વિશાળ પાર્ટી પ્લોટ ઉપરાંત ૧૨ જેટલા એ.સી. રૂમની અદભૂત સગવડતા ઉપલબ્ધ કરાવાઇ છે. જયારે નજીકના ભવિષ્યમાં પપેટ શો, બાળકો માટે ઇન્ડોર અને આઉટડોર ગેઇમ ઝોન, ક્રિકેટ પીચ, બેટરીવાળી કાર વગેરે પણ ઉપલબ્ધ થવાના છે. હાલ અહિં ૫૦ લોકોનો સ્ટાફ ડો. રમેશ ગજેરાના માર્ગદર્શન હેઠળ રાત-દિવસ મહેનત કરી લોકોની જરૂરિયાત સંતોષી રહ્યો છે. ડો. ગજેરા પણ સમયાંતરે કિચનમાં રાઉન્ડ મારી શેફ ને મળી જરૂરી ગુણવતા અને ફેરફાર અંગે માર્ગદર્શન આપી વધુને વધુ શુધ્ધ-સાત્વિક-હાઇજેનિક ખોરાક આપવા પ્રતિબધ્ધ છે. ગુગલમાં પણ 'બ્લ્યૂ જીંજર' ને ૪ થી ૫ રેટીંગ મળ્યા છે.

ડો. રમેશ ગજેરા ને ખાવાના શોખીન નથી. તેઓ વર્ષોથી ખોરાકમાં સાંજે એકજ ટાઇમ બાજરાનો રોટલો, ગાયનું દૂધ અને શાક જ લે છે. જોકે જયારે પણ હોટલે આવે તે પહેલા તેઓ લોકોને પિરસવામાં આવતી વાનગીનો જાતે ટેસ્ટ કરે છે. હોટલમાં જે કાંઇ ખુટતુ હોય તેનો જીણામાં જીણો સર્વે જાતે કરે છે અને તે દિશામાં પગલા લઇ તેનું નિરાકરણ પણ કરે છે. હોટલના ત્યાં રહેતા દરેક સ્ટાફને કોવિડની બંને વેકસીન સાથે સુરક્ષીત કરાયો છે. ડો. રમેશ ગજેરા 'બ્લ્યૂ જીંજર' ના દરેક સ્ટાફને પંદર દિવસે એકવાર પ્રોજેકટર પર ફિલ્મોનું મનોરંજન કરાવે છે અને તેઓને જે ભાવે તે ભોજન પણ જમાડે છે. ઓર્થોપેડિક સર્જન ડો. રમેશ ગજેરા જૂનગઢમાં પોતાની હોસ્પીટલ પણ ધરાવે છે. તેમના પરિવારમાં તેમના માતા વાલીબેન, પત્નિ ટ્વિન્કલબેન અને બે દીકરીઓ જાન્વી અને સૃષ્ટી છે.

કુબેર એન્ટરપ્રાઇઝ નું 'બ્લ્યૂ જીંજર' ફુડ ઝોન એ મૂલ્યવાન ચેઇન ઇન્ડિયન સ્પાઇસ સાથે અત્યંત આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન પીરસવાની પહેલ છે. 'બ્લ્યૂ જીંજર' ના જંકશન પર લોકોને વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ મળી રહે છે. અહિં વોટ્સએપ થી પણ ઓર્ડર આપી શકાય છે. નાનો માણસ પણ સ્વાદોત્સવનો આનંદ માણી શકે તે માટે અહિંના મેનુ નો રેટ જૂનાગઢ કરતા પણ વ્યાજબી રખાયો છે. 'બ્લ્યૂ જીંજર' નો મુખ્ય ફાયદો એ છે કે અહિં તમામ પ્રકારના ફુડની ઉપલબ્ધતા  છે જેથી તમામ વય જૂથને ચોઇસ મળી રહે છે. ગુજરાતીઓના સ્વાદને ટેબલ પર માણવાનું અહિં આહલાદક વાતાવરણ છે. સ્ટોપ ફોર રેસ્ટ એન્ડ ફૂડ ધ બેસ્ટ* તો પધારો 'બ્લ્યૂ જીંજર' તમારા માટે રાહ જુએ છે. સ્વાદ રસિયા હોય તેમણે અહીં એકવાર અવશ્ય લટાર મારવા જેવી છે.

'બ્લ્યૂ જીંજર'માં મળતી કેટલીક સ્વાદિસ્ટ

વાનગીઓની દુનિયામાં એક લટાર...

દરેક ફુડ આઇટમના સ્પેશ્યલ નિષ્ણાંત કારીગરોને ખાસ બહારથી બોલાવી લોકોને રીયલ ટેસ્ટ આપવાનો પ્રયાસ

તંદુરી આલુ, તંદુરી ગોબી, પનીર કે શોલે, આલુ પરાઠા, પનીર પરાઠા-દહિં, જીરા આલુ, વેજ જયપુરી-કોલ્હાપુરી-દિવાની હાંડી-હૈદરાબાદી, લસુણી પાલક, મશરૂમ મસાલા, પનીર બુરજી-બટર મસાલા-લજીજ-ટીક્કા મસાલા લાજવાબ-દો પ્યાઝા..., બીરબલી-મલાઇ અને લજીજ કોફતા, કાજુ કરી..., દાલ ફ્રાય-તડકા-પાલક..., વિવિધ બીરિયાની..., પંજાબી થાળી, વેજ મન્ચ્યુરિયન, વેજ લોલીપોપ, પનીર ચિલ્લી, વેજ હક્કા એન્ડ સેઝવાન નુડલ્સ...., ચાઇનીઝ કોમ્બો, ઇડલી-મેંદુવડા-ઢોસા-ઉત્ત્।પમ માં અનેક વેરાઇટી..., પાંવભાજી, છોલે ભટુરે, દહિં ગુજીયા, આલુ ટીક્કી, રાજ કચોરી, 'બ્લ્યૂ જીંજર' સ્પેશ્યલ ચાટ, મુંબઇ ભેળ અને અનેક ચાટ...., ચા-કોફી-કોલ્ડ કોફી-દૂધ-જયુશ વગેરે...,અનેક પ્રકારના બર્ગર, સેન્ડવિચ, પિત્ઝા, બ્રેડ, પાસ્તા, સીઝલર, સેવટમેટા-ઢોકળી-રજવાડી ગુવાર-ઓળો-રોટલો-લસણિયા બટેટા-મેથી પાપડ, દાલ બાટી, આઇસ્ક્રીમ, ગુજરાતી થાળી, થેપલા, ગાંઠિયા, ગોટા...... અને અનેક રસપ્રચુર રસિલા પકવાનનો ખજાનો...

'બ્લ્યૂ જીંજર' માં અચાનક પોલીસનો કાફલો આવ્યો અને....

રાજકોટ-જેતપુર હાઇવે પર આવેલ પ્રખ્યાત 'બ્લ્યૂ જીંજર' માં લગભગ ઓગસ્ટ મહિનામાં અચાનક પોલીસની ગાડીઓ અને કાફલો આવી ચડ્યો અને હોટલના રૂમ ચેક કરી એક રૂમ ખુલ્લો કરાવ્યો. ડો. રમેશ ગજેરાના ભાઇ ગુલાબભાઇએ ડોકટર સાહેબને ફોન કરી કહ્યું, સીસીટીવી માં દેખાય છે કે પોલીસનો કાફલો હોટલ પર આવ્યો છે.

કાંઇ પ્રોબ્લેમ થયો છે કે શું? ડોકટર સાહેબે તુરતજ મેનેજર મહેશભાઇને ફોન કર્યો ત્યારે ખબર પડી કે ગુજરાતના મહામહિમ રાજયપાલ શ્રી દેવવ્રતજી અહિંથી પસાર થઇ રહ્યા છે અને તેઓએ 'બ્લ્યૂ જીંજર' માં ફ્રેશ થવા કાફલો રોકાવ્યો છે. ડો. રમેશ ગજેરા કહે છે, એ વખતે એક અંગત મિત્ર દ્વારા જાણવા મળેલું કે, રાજયપાલશ્રી પરિવાર સાથે જઇ રહ્યા હતા અને તેઓએ કહેલું કે વચ્ચે 'બ્લ્યૂ જીંજર' આવે છે ત્યાં ફ્રેશ થવા થોડીવાર સ્ટોપ કરાવી દ્યો. થોડીવાર બાદ તેઓ પરિવાર સાથે જૂનાગઢ જવા નિકળી ગયા હતા.

પ્રકૃતિ પ્રેમી ડો. રમેશ ગજેરા એ પશુ-પક્ષીઓ માટે જંગલ બનાવ્યું છે..!

જૂનાગઢના નામાંકિત ડો. રમેશ ગજેરા દ્વારા સ્થાપિત ૧,૪૧,૫૭૦ સ્કવેર ફુટ જેવા વિશાળ વિસ્તારમાં ફેલાયેલ સૌરાષ્ટ્રનો સૌ પ્રથમ જરા હટકે મલ્ટી કયુઝીન ફુડ કોર્ટ

નાના થી મોટા સહુ કોઇ પરિવાર સાથે ચોગાનમાં બેસીને આનંદ માણી શકે તેવું આદભૂત વાતાવરણ

'બ્લ્યૂ જીંજર' ફુડ એમ્પાયરના માલિક અને મૂળ વ્યવસાયે તબીબ એવા ડો. રમેશ ગજેરા એ પશુ-પક્ષીઓ માટે ખાસ ૬૫ વિઘા જગ્યામાં આખું જંગલ ઉભું કર્યું છે. ડો. રમેશ ગજેરા પ્રકૃતિ પ્રેમી છે. તેઓ પાસે પહેલા ૪૦ ગાયની ગૌશાળા પણ હતી.

જૂનાગઢ પાસે ભેંસાણ રોડ પર હડમતિયા ગામે ગિરનારની બાજુમાં જ તેઓએ પ્રકૃતિનો ઉછેર કર્યો છે સાથે સાથે પશુ-પક્ષીઓ માટે જંગલ બનાવ્યું છે. જેમાં ૧૦૦ જેટલા ઉબરા ના ઝાડ, ૨૦૦૦ જેટલા લીમડાના વૃક્ષો ઉપરાંત થોડા-ઘણા આંબાઓ અને અનેક વૃક્ષો વાવી ગાઢ જંગલ બનાવ્યું છે. જયાં અનેક પ્રાણીઓ અને પક્ષીઓ કયારેક આંટો મારે છે કે રહેઠાણ પણ બનાવે છે. કયારેક કયારેક સિંહ પણ લટાર લગાવી જાય છે.

ડો. ગજેરા પ્રકૃતિના અનહદ શોખીન છે. અનેકવાર તેઓ પ્રકૃતિને ખોળે વિહરવા નીકળી પડે છે. તેઓએ બીજા ૭ વિઘામાં આહલાદક બગીચો પણ બનાવ્યો છે. જેમાં ભારતમાં ઉગતા મોટાભાગના ફુલોના છોડ અહિં વાવ્યા છે. જે તમામ ફુલ છોડ હૈદરાબાદથી મંગાવી ખાસ અહિં વાવણી કરવામાં આવી છે.

ડો. રમેશ ગજેરા

(મો. ૯૯૭૯૫૮૫૦૮૫)

: સંપર્ક :

'બ્લ્યૂ જીંજર'

(મેનેજર : મહેશભાઇ)

ચરખડી ચોકડી,

રાજકોટ-જેતપુર હાઇવે,

વિરપુર-ગુજરાત

૯૩૨૮૧ ૪૪૯૯૫

(કોલ અને વોટ્સએપ)

(3:51 pm IST)