Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ધંધો બની ગયેલી ખાનગી હોસ્પિટલો પર લગામ જરૂરી

રાજકીય પીઠબળ ધરાવતા ધનવાનો, દેશ અને વિદેશની મોટાગજાની અનેક રોગની દવાઓ બનાવતી કંપનીઓ અને ઝડપથી ધનવાન થવાની ઇચ્છા ધરાવતા તબિબોની સિન્ડીકેટથી ઉભી થતી ખાનગી હોસ્પીટલો ગરીબ અને મઘ્યમ વર્ગના દર્દીઓ માટે ચિંતાનો વિષય બનતો જાય છે : ખાનગી હોસ્પિટલો અને તેના તબીબો ધીગતી કમાણી કરતો ઉદ્યોગ બને તે પહેલા સરકાર સત્વરે જાગૃત બને અને પ્રજાહિત માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરે ? : આર્થિક લાભ માટે દર્દીઓને લાંબા સમય સુધી કે આજીવન દવાના ગુલામ બનાવાની સિસ્ટમ અંગે અતિ ગંભીરતા પૂર્વક વિચારવાનો સમય પાકી ગયેલ છે

રાજકોટ : જન ધગૃતિ અભિયાન મંચના પ્રમુખ તખુભા રાઠોડે ખાનગી હોસ્પિટલના ગરીબ અને મઘ્યમ વર્ર્ગના દર્દીઓના જીવન મરણ સમાન સારવાર અંગેના કરેલા અભ્યાસથી કેટલીક ચોંકાવનારી ગેર–રિતીઓ ઉજાગર કરી છે.

ખાનગી હોસ્પિટલો, નિષ્ણાંત તબીબો અને મોટી દવા કંપનીઓ વચ્ચે ચાલતી સાંઠગાંઠને ખુલ્લા પાડતા જણાવેલ છે કે, જન જાગૃૃતિ અભિયાન મંચે માનવતાવાદી અનેક ડોકટરો, તેમજ મઘ્યમ અને ગરીબ વર્ર્ર્ગના દર્ર્દીઓ સાથે વાતચીત કરી પ્રાપ્ત કરેલા કેટલાક તારણો અત્યંત ચોંકવનારા છે. આ અંગે કેન્દ્ર અને રાજય સરકારના આરોગ્ય ખાતાએ તાકીદે પગલા લેવા માંગણી કરેલ છે.

આપણા દેશમાં ગરીબ અને મઘ્યમ વર્ર્ગની જન સંખ્યા મોટી છે. જેથી આ વર્ર્ગના લોકો અવાર–નવાર નાની–મોટી બીમારીમાં સપડાય છે અને આ વર્ર્ગની કમનસીબી એ છે કે આપણા દેશમાં સરકારી હોસ્પિટલો, દવાખાનાઓ, ડોકટરો અને તેનો સબ–સ્ટાફ તથા જરૂરી સાધનો અને દવાઓ ખુબજ અપુરતા પ્રમાણમાં છે. જેથી ગરીબ અને મઘ્યમ વર્ર્ગના દર્દીઓની ઇચ્છા ન હોવા છતા પણ સારવાર માટે ખાનગી હોસ્પિટલનો સહારો લેવો જ પડે છે.

રાજકીય પીઠબળ ધરાવતા અતિ ધનવાનો દેશ અને વિદેશની બહુ મોટા ગજાની અનેક રોગની દવાઓ ઉત્પાદન કરતી કંપનીઓ અને મોટી ડિગ્રીધારી પ્રચાર અને પ્રસિદ્ઘિથી નામના મેળવેલ અનેક તબિબો સિન્ડીકેટ બનાવી અચુક ચોક્કસ ખાનગી હોસ્પિટલોને મોટા નફા કરતા ઉદ્યોગ બનાવવા માટે સતત પ્રયાસ કરતા હોય તેવુ જણાય છે.

આવી ખાનગી હોસ્પિટલો ઉપર સરકારના કોઇપણ નિયંત્રણ નથી કે દર્ર્દીઓના હિતને રક્ષણ આપતા સ્પષ્ટ કાયદાઓ પણ નથી જેથી ખાનગી હોસ્પિટલોના સંચાલકો અને ડોકટરો દર્દીઓ પાસેથી સારવારના નામે વિવિધ ઓઠા હેઠળ બેફામ ચાર્જીસ વસુલ કરે છે.

દેશના મોટા અને મઘ્યમ કક્ષાના શહેરોમાં દિન પ્રતિદિન ખાનગી હોસ્પિટલોનુ પ્રમાણ વધી રહૃાુ છે. આવી ચોક્કસ ખાનગી હોસ્પિટલમાં એક જ સ્થળે વિવિધ રોગોની સારવાર અનેક વિધ પરિક્ષણો, નિષ્ણાંત ડોકટરો ઓપરેશન માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે એવા પ્રચારસહ દર્દીઓ પાસેથી વિવિધ કારણો આપી મોટી રકમ વસુલવામાં આવે છે. સામાન્ય લોકોને આ હોસ્પિટલો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકે છે.

આવી ખાનગી હોસ્પિટલો તબીબી ક્ષેત્રે મોટુ નામ ધરાવતા નિષ્ણાંત ડોકટરોને મોં માગ્યુ વેતન દઇ પોતાને ત્યા રાખે છે પણ એ પછી તેમને એક ચોકકસ રકમ એકત્રીત કરવાનો લક્ષ્યાંક આપે છે. જો ડોકટર એ લક્ષ્યાંક પૂર્ણ ન કરી શકે તો તેમના વેતનમાં ઘટાડો થઇ જાય છે. આ પરિસ્થિતિમાં ડોકટર લક્ષ્યાંક પરિપૂર્ણ કરવા દર્દીને જરૂર કરતા વધુ સમય હોસ્પિટલમાં રાખે છે, બીનજરૂરી પરિક્ષણો કરાવી દર્દી પાસેથી વધુ નાણા ઓકાવવામાં આવે છે.

દર્દીને વિવિધ પરિક્ષણોની ફરજ પડે છે. કોઇ શસ્ત્ર ક્રિયા પછી દર્દી હોસ્પિટલમાં હોય તો દિવસમાં જેટલી વાર ડોકટર તેના રૂમમાં આવે એટલીવાર ડોકટરનો વિઝીટ ચાર્જ લગાડવામાં આવે છે. આવી તો અનેક તર્કહીન રીત–રસમથી દર્દીઓ પાસેથી બેફામ ચાર્જ વસુલવામાં આવે છે જેની યાદી બહુ લાંબી થાય છે.

હોસ્પિટલમાં દર્દીને જ્યાં રાખવામાં આવે છે એ વોર્ડમાં જુદી–જુદી સગવડો પ્રમાણે ચાર્જ વસુલવામાં આવે છે. જનરલ વોર્ડ, સ્પેશ્યલ રૂમ, એસી રૂમ, વગેરેના ચાર્જતો અલગ–અલગ હોય એ સમજી શકાય પણ ડોકટરની ફી, શસ્ત્ર ક્રિયાની ફી, મનસ્વી રીતે નકકી થાય છે.

તગડી કમાણી કરવા છતા ખાનગી હોસ્પિટલના સંચાલકો સહાયક તબીબો, નર્સીંગ સ્ટાફ, લેબ સ્ટાફ, વગેરેની ભરતીમાં લાયકાત બાબત બાંધછોડ કે સમાધાન કરે છે. ઓછી લાયકાતવાળો સહાયક સ્ટાફ રાખી દર્દીઓની સારવાર બાબત જોખમી ચેડા કરવામાં આવે છે. સ્ટાર હોટલના રૂમો જેવા મોંઘા ભાડા વસુલ કરવા છતા આ ખાનગી હોસ્પિટલોના રૂમ્સ અને વોર્ડઝની સ્વચ્છતા ઉચ્ચ નથી હોતી.

સામાન્ય રીતે દરેક પરિવારને પોતાના વિસ્તારમાં એક ફેમિલી ડોકટર હોય છે જેને આપણે જી.પી. એટલે કે જનરલ પે્રકટીશ્નર કહીએ છીએ. આ જી.પી. ડોકટરો જ પોતાના દર્દીઓને વિશેષ સારવાર કે ઓપરેશન માટે ખાનગી હોસ્પિટલોમાં મોકલે છે. દર્દી પોતાના ફેમિલી ડોકટરની સલાહ માનીને આગળ વધે છે. ખાનગી હોસ્પિટલો આવા જી.પી. ડોકટરોને પોતાને ત્યા દર્દી મોકલવા માટે કમીશન ઓફર કરે છે ?

એ જ પ્રમાણે ચોકકસ કંપનીની દવાઓની ભલામણ કરવા કે અમુક પરિક્ષણો કરાવવા માટે ડોકટરોને તગડા કમિશન અને ભેટ સોગાદો અપાય  છે ? આ બધી પ્રવૃતિઓ એટલે કે ગેરરીતીઓ હવે ઉઘાડે છોગ અને જગજાહેર ચાલે છે. આ અંગે દેશના વિવિધ શહેરના નિષ્ઠાવાન ડોકટરો પણ આ નિતી–રિતીનો ખુલ્લો વિરોધ કરતા થયા છે જે હકિકત છે.

આરોગ્યની બાબતમાં માણસ ગરીબ હોય કે અમીર કોઇ બાંધછોડ કર્યા વિના ડોકટર જે કહે તે કરવા તૈયાર થઇ જાય છે. સામાન્ય માનવી માટે ડોકટર ભગવાનનુ સ્વરૂપ છે. વિવિધ ધંધા વ્યવસાયમાં લોકો નાણા કમાતા હોય છે પરંતુ તબીબી ક્ષેત્ર બેફામ નફો કરતો ધંધો નફો બની જાય તે સમાજ માટે દુઃખદ અને પીડાદાયક બાબત છે.

 વિદેશોની માફક હવે ભારતમાં પણ આરોગ્ય વિમો એટલે કે હેલ્થ ઇન્સ્યુરન્સનો પ્રવેશ થઇ ચુકયો છે. હેલ્થ ઇન્સ્યુરન્સ ક્ષેત્રે આપણા દેશમાં થઇ રહેલા કૌભાંડો માટે અલગ રજુઆત કરવી પડે તેમ છે.

અખીલ ભારતીય મેડીકલ એસોસીએશન ધારે તો આ સમગ્ર પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી શકવા સખ્ત કાર્યવાહી કરી શકે તેમ છે. તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકો એટલે કે તબીબો, ખાનગી હોસ્પિટલોના સંચાલકો, દવા કંપનીઓ, નર્સીગ સ્ટાફ એમ દરેકને માનવતા અને સેવા ભાવના જેવા ગુણો કેળવવા સમજાવવા અને પ્રોત્સાહિત કરવા એ એસોસીએશનની તેમજ અન્ય સૌની ફરજ છે. નફાખોરીમાં રાચતા અન્ય વેપાર ઉદ્યોગ અને તબીબી સેવા બન્નેમાં ઘણો મોટો ફરક છે એ વાતની પ્રતિતિ સૌને થવી જોઇએ.

સુપર સ્પેસ્યિાલીસ્ટ, મલ્ટી–સ્પેસ્યિાલીસ્ટ જેવા આકર્ષક નામધારી ખાનગી હોસ્પિટલમાં નાના–મોટા તમામ રોગની સારવાર આધુનિક સગવડતા સાથે આપવામાં આવે છે. જેવી કે લેબોરેટરી, એકસ–રે, અન્ય વિવિધ ટેસ્ટો અને તમામ પ્રકારની દવાઓ અને ઇન્જેકશનો તથા દર્દી માટે ચા, કોફી, દુધ, નાસ્તો, જમવાની સગવડતા પણ હોસ્પિટલ આપે છે પણ આ તમામ સગવડતાની કિંમત ખૂબ જ મોટી ચુકવવી પડે છે અને હોસ્પિટલ આમા પણ મોટો નફો કરતી હોય તેવુ લાગે છે.

માસ્ટર ડિગ્રી સાથે તબિબ બનવું કઠીન અને મુશ્કેલ છે અને આ અભ્યાસ પણ સતત ખુબજ ખર્ચાળ બનતો જાય છે એ પણ હકિકત છે. તબિબો ધનવાન બને અને તેની સામે પ્રજાને વાંધો નથી પણ દર્દીઓની આર્થિક સ્થિતીને લક્ષમાં રાખી તબિબો નિતીવાન ફેરપે્રકિટસ કરી નાણા સાથે સન્માન પ્રાપ્ત કરે એવી પ્રજાની માંગણી અને લાગણી છે.

ઉપરોકત ગંભીર બાબત અંગે વિનંતી સહ અખીલ ભારતીય મેડીકલ એસોસીએશન પાસે માંગણી કરીએ છીએ કે સમગ્ર મેડીકલ જગત બદનામ થાય અને તેમની શાખ અને પ્રતિષ્ઠા ઉપર વ્યાપક પ્રમાણમાં દર્દી અને પ્રજા શંકાની દ્રષ્ટિએ જોવા માંડે તે પહેલા એસોસીએશને આ અંગે સવિસ્તાર અભ્યાસ કરી આવી ખાનગી હોસ્પિટલો અને તેની સાથે જોડાયેલા ડોકટરો અને મોટી દવા કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવી જોઇએ.

ભારતમાં એલોપથીની સખત ટીંકા કરતા અનેક પુસ્તકો લખાયા છે. માત્ર ઇમરજન્સીમાં જ એલોપથીનો આશરો લેવો જોઇએ. આજકાલ કારણ વિના કે નજીવા કારણમાં લોહીના ટેસ્ટ કરાવવાનું, એકસ–રે લેવાનુ ઝાડા–પેશાબ તપાસવાનું કેટલાક તબીબો માટે સામાન્ય થઇ ગયું છે.

પ્રજાના હિત માટે ખોટી પે્રકટીસ કરતી ખાનગી હોસ્પિટલો તેના તબીબો અને મોટી દવા કંપનીઓની મજબુત સીન્ડીકેટ તોડવી ખૂબજ જરૂરી છે, આ અંગે સરકારશ્રીએ તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા પ્રજાની માંગણી છે.

તખ્તસિંહ (તખુભા) રાઠોડ

મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦ રાજકોટ

(3:07 pm IST)