Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

કદમ અને બિજોરાના રોપા રૂ.૩૦માં રાહતદરે

વિવિધ જાતના ફૂલછોડ, ગાય આધારીત ચીજવસ્તુઓ, એલોવેરા જેલ, ફુલછોડ, લીલા નાળીયેર સહિતની વસ્તુઓ એકદમ રાહતભાવે મળશે

રાજકોટઃ નવરંગ નેચર કલબ- રાજકોટ દ્વારા કદમ એન બિજોરાના રોપાનું રૂ.૩૦માં રાહત દરે વિતરણ તેમજ વિવિધ જાતના ફૂલછોડ, ગાય આધારિત વિવિધ ચીજવસ્તુઓ, એલોવેરા જેલ, હાથલા થોરનું સરબત (ફીંડલા સરબત), અળસીયા અને કોકોપીટનું ખાતર, પ્યોર મધ, પ્લાસ્ટિકના ચબુતરા (રૂ.૧૦), માટીના પાણીના પરબ, દેસી ઓસડીયા, પંચામૃત, લીંબુ, લીંબુ આદું, ઠંડાઈ, આંબડા વગેરેના પાવડર, હર્બલ ટી, લોખંડના વિવિધ વાસણોનું વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત બહુનીયા, પેથોડિયા, કાજુ, બીગોનીયા અને ફલાય મેંગો વગેરે ફૂલછોડના રોપાનું રાહત દરે વિતરણ. લીલા નાળિયેરનું રૂ.૩૦ તેમજ રીંગણી, મરચી અને ટમેટીના ધરૃં (રોપા) (૧ રોપાના ૩ રૂ.) લેખે વેચાણ થાય છે. બાજરાના ખાખરા, હાથે ખાંડેલા દેશી ઓસડિયા અને સફેદ ડાઘની આયુર્વેદિક દવા મળશે. નાગરવેલ, મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, મરી, એરિકા પામ, લાલ અને મિકસ કાશ્મીરી ગુલાબ, દિનકા રાજા, મધુકામીની, મધુમાલતિ, લીલી, ખટુંબરા વગેરેનું રોપાના રૂ.૨૫ લેખે રાહત દરે વિતરણ. આંગણે વાવો શાકભાજીને પ્રોત્સાહન મળે તે માટે રીંગણી, ટમેટી અને કોબીના રોપાઓ સાથે સાથે વિવિધ જાતના શાકભાજીના બિયારણ નાના પેકમાં મળશે.

ફૂલછોડ- કાશ્મીરી અને ઈંગ્લીશ ગુલાબ (૧૫ જાતના રંગ વાળા)ના રોપાઓ તથા મોગરો, મયુર પંખ, રાતરાણી, ક્રીશ્મસ ટ્રી, એકશ્ઝોરા, ક્રોટોન વિગેરે, એલોવેરા જેલ- અલોવેરા જયુસ અને સપ્ત્ચુર્ણ, માટી અને પ્લાસ્ટીકના કુંડા અને વાસણો, આદું- લીંબુ, લીલા શાકભાજી, વિવિધ જાતના કઠોળ વગેરે અળસીયાથી બનાવેલ ખાતર (૧ કિલોના રૂ.૨૦)નું વેચાણ થાય છે.

વાંચન અભિયાન- વધુમાં વધુ લોકો વાંચન તરફ વળે તે માટે સંસ્કારી સાહિત્યના પુસ્તકો પાછા આપવાની શરતે વિનામૂલ્યે આપવામાં આવશે અને થેલાનું વિનામૂલ્યે વિતરણ વિશ્વનિડમ ગુરૂકુલમ તરફથી કરવામાં આવશે.

આ બધું ખેડૂતો અને અન્ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને નવરંગ નેચર કલબ સંસ્થા જગ્યા અને પ્રચારની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપે છે.

સોશ્યલ ડિસટન્સના પાલન સાથે અને માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.

સ્થળઃ ૧૫૦ ફૂટ રીંગરોડ, અમીન માર્ગનો ખૂણો, રાજકોટ, તા.૨૪ (દર રવિવાર), સમય- સવારે ૮ થી ૧.

વધુ માહિતી માટે વી.ડી.બાલા, પ્રમુખ નવરંગ નેચર કલબ- રાજકોટ મો.૯૪૨૭૫ ૬૩૮૯૮નો સંપર્ક કરવો.

(3:05 pm IST)