Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

વિજ્ઞાન જાથા અને જીવનનગર સમિતિ દ્વારા સેવાભાવીઓનું સન્માન

રાજકોટઃ. ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ રાજકોટ, નવરાત્રિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ મહિલા મંડળના સંયુકત ઉપક્રમે ત્રિવિધ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના દિપ પ્રાગટયમાં શહેર ભાજપના ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, ડો. રાજશ્રીબેન ડોડીયા, જ્યોત્સનાબેન ટીલાળા, વોર્ડ મહામંત્રી પરેશભાઈ તન્નાએ હાજરી આપી પ્રાસંગિક ઉદ્બોધન કરેલ. સેવાભાવી મૂકસેવક વિનોદરાય જે. ભટ્ટનું સન્માનપત્રક, શિલ્ડ, શાલ-પુષ્પગુચ્છથી વધાવી બહુમાન આપી લોકોએ અભિનંદન વર્ષા પાઠવી હતી. એ જ રીતે જીવનનગર વિસ્તારમાં બહુમુખી પ્રતિભા ધરાવતા, સેવાભાવી ડો. વિપુલ બોડા રાધે હોસ્પીટલ અને ડો. નિરજ ખંધેડીયા પાર્થ કિલનિકનું બહુમાન કરવામાં આવ્યુ હતું. નવરાત્રિ મહોત્સવમાં ગાયક વૃંદના જીગીશાબેન રાવલને મહિલા મંડળે વિશિષ્ઠ સન્માન કર્યુ હતું. આ વિસ્તારમાં સમિતિ સાથે વર્ષોથી જોડાયેલા અને સુરેન્દ્રનગર પીજીવીસીએલમાં ડે. ઈજનેર રાજેશ સી. ભટ્ટ નિવૃત થતા તેમના પરિવારોની હાજરીમાં મહિલા મંડળે બહુમાન કરેલ. પરિવારોમાં સરોજબેન ભટ્ટ, અલ્પાબેન ભટ્ટ, આરતીબેન ભટ્ટ, શૈલજા ભટ્ટ, એડવોકેટ હરેશ ભટ્ટે સન્માન બદલ આભાર વ્યકત કર્યો હતો. શરદ પૂનમે રાસ-ગરબાની રમઝટ વચ્ચે જુનિયર બચ્ચન ફિરોજભાઈ, મીમીક્રી આર્ટીસ્ટ ઉમેશ રાવ, ડી.જે. માસ્ટર તુષાર રાવએ અભિનય કલા, હાસ્ય રસ પીરસી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જૂનિયર બચ્ચન ફિરોજથી રહીશો વિશેષ પ્રભાવિત થયા હતા. સમિતિએ પુરસ્કાર આપી બહુમાન કર્યુ હતું. ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા જાથાના જયંત પંડયાના વડપણ હેઠળ ઉપપ્રમુખ મુકેશભાઈ પોપટ, નવીનભાઈ પુરોહિત, વિનુભાઈ ઉપાધ્યાય, પ્રકાશ ગોહિલ, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, પંકજભાઈ મહેતા, વિજયભાઈ જોબનપુત્રા, અંકલેશ ગોહિલ, ગોવિંદભાઈ ગોહેલ, વિવેકભાઈ રાવલ ઉપરાંત મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, શોભનાબેન ભાણવડિયા, યોગીતાબેન જોબનપુત્રા, ભારતીબેન ગંગદેવ, આશાબેન મજેઠીયા, જ્યોતિબેન પુજારા, હર્ષાબેન પંડયા વકીલ, હંસાબેન ચુડાસમા, જીગીશાબેન રાવલ, ભારતીબેન રાવલ, મહિલા મંડળે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન બેનમુન ઉમેશ રાવે સંભાળ્યુ હતું

(3:02 pm IST)