Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા કોર્ટનો હુકમ

રાજકોટ તા. રરઃ ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજાનો હુકમ રાજકોટ સ્પે. નેગોશીએબલ કોર્ટે ફરમાવેલ છે.

આ કામના ફરીયાદી વી. કે. એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર શ્રી જીતેન્દ્ર જેઠાભાઇ વોરા, રાજકોટ મુકામે બોરવેલને લગતો સ્પેર્સ પાર્ટનું ઉત્પાદન કરી વેચાણ કરતા હોય જે આ કામના આરોપી ઇશાક એચ. સુરતી પંચમહાલ બોરવેલના નામથી ગોધરા મુકામે બોરવેલને લગતા સ્પેર્સપાર્ટ આ કામના ફરીયાદી પાસેથી પોતાની જરૂરીયાત મુજબ મંગાવેલ અને રૂપિયા ૪,૯પ,૦૦૦/-ની બાકી રકમ પેટે ફરીયાદીને ચેક આપેલ.

આ ચેક ફરીયાદીએ પોતાના ખાતામાં નાખતા પરત ફરેલ જેથી ફરીયાદીએ રાજકોટની સ્પે. નેગોશીએબલ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદ ચાલી જતા ફરીયાદીના એડવોકેટની લેખિત તેમજ મૌખિક દલીલ તેમજ ઉચ્ચ અદાલતના જજમેન્ટો રજૂ કરેલ જે કોર્ટે માન્ય રાખી અને આ કામના આરોપી ઇસાક એચ. સુરતીને એક વર્ષની સજા ફરમાવેલ અને ચેક મુજબની પુરેપુરી રકમ ફરીયાદીને એક મહિનાની અંદર ચુકવી આપવાનો હુકમ ફરમાવેલ અને જો એક માસની અંદર રકમ ના ચુકવે તો એક માસની અલગથી સજાનો હુકમ ફરમાવેલ. આ કામમાં ફરીયાદી તરફે વિદ્વાન વકિલશ્રી નિલેષ વી. સાકરીયા તથા હાર્દિક વી. વેકરીયા રોકાયેલ હતા.

(3:00 pm IST)