Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ગાંધીગ્રામમાં ન્યુ ઇન્ડિયા ઇન્સ્યુરન્સના કર્મચારી હરિશભાઇ કામલીયાનું મોત

રાતે બે વાગ્યે અચાનક બેભાન થઇ જતાં હોસ્પિટલે ખસેડાયા પણ દમ તોડી દીધોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૨: ગાંધીગ્રામ ભારતીનગર-૪ બમાં રહેતાં અને ન્યુ ઇન્ડિયા ઇન્સ્યુરન્સમાં નોકરી કરતાં હરીશભાઇ અમરશીભાઇ કામલીયા (કારડીયા રજપૂત) (ઉ.વ.૫૫) રાતે બે વાગ્યે અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર હરિશભાઇ પાંચ ભાઇમાં મોટા હતાં. સંતાનમાંબે પુત્રી અને એક પુત્ર છે. બનાવને પગલે સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.

(2:59 pm IST)