Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ભકિતનગર પોલીસે વેકસીનેશન અભિયાનમાં જોડાયેલા રિયલ ફ્રન્ટ લાઇન કોરોના વોરીયર્સનું કર્યુ અભિવાદન

રાજકોટઃ કોરોના વાયરસ વિરોધી રસી લોકો ફરજીયત લે તે માટે શહેર પોલીસે સોશિયલ મિડીયાના માધ્યમથી તેમજ પ્રિન્ટ તેમજ ઇલેકટ્રીક મિડીયાના માધ્યમથી લોકોને જાગૃત કરવાની કામગીરી કરી છે. વેકસીન બાબતે કોઇના મનમાં ગેરસમજ ન જન્મે અને લોકો ફરજીયાત વેકસીન લે તે માટેના અભિયાનમાં પોલીસ તંત્રએ પણ કામગીરી કરી હોઇ જેથી ભારત દેશે ૧૦૦ કરોડ લોકોને વેકસીનેશનની કામગીરી સફળતા પુર્વક પુરી કરી છે. શહરેના ભકિતનગર પોલીસ સ્ટેશનની ટીમે આરોગ્ય કેન્દ્રો, સીટી હોસ્પિટલો, પીએચસી સેન્ટર, સીએચસી સેન્ટરની મુલાકત લઇ ત્યાં ફરજ બજાવતાં ફ્રન્ટલાઇન વોરીયર તબિબો, આરોગ્ય કર્મચારીઓને રૂબરૂ મળી અભિનંદન પાઠવી તેમને વેકસીનેશનના રિયલ વોરીયર ગણાવી શુભેચ્છા પાઠવી હતી. આ અંતર્ગત પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ એમ. જે. હુણ અને હુડકો તથા ગુંદાવાડી ચોકીના સ્ટાફે વિસ્તારના આરોગ્ય કેન્દ્ર, પ્રણામી ચોકના આરોગ્ય કેન્દ્ર, હુડકોના આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ, તબિબોનું સન્માન કર્યુ હતું અને મહામારીમાં તેમણે કરેલી કામગીરીને બીરદાવી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં આ કાર્યવાહી થઇ હતી. 

(2:54 pm IST)