Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

વ્યાતીપાત યોગનું શાસ્ત્રોકત મહાત્મય

ભગવદ્ ભકતો તેમજ શ્રઘ્ધાળુઓને ઉપયોગી થાય ફકત તે જ હેતથી 'વ્યતિપાત યોગ' વિશેની સાવ થોડીક જ માહિતી અહી આપી છે. આ માહિતી શ્રી મહાભારત, વરાહપુરાણ વગેરે ધમંગ્રંથોમાંથી સાવ સારરૂપે અતિ સંક્ષેપમાં અહી લેવામાં આવી છે.

 સૂર્ય-ચંદ્ર વ્યતિપાતને આશીર્વાદ આપતા રહે છે કે, 'તું સર્વ યોગોનો સદા  સ્વામી રહીશ, સર્વ યોગોમાં અતિશય પવિત્ર ગણાઈશ, ભલે તારા ઉત્પતિના સમયે કોઈ શુભ કાર્ય કરાશે નહિ, પરંતુ જે કંઈ સ્નાાન-દાન વગેરે પુણ્ય કર્મ કર્યું હશે તે અક્ષય થાશે. જે મનૃષ્ય તારા - વ્યતિપાત યોગના - સમયે સ્નાન-દાન-જપ તથા હોમ વગેરે જે કાંઈ ધર્મ કાર્ય કરશે તેનું પુણ્ય હે પુત્ર, તારી પ્રસન્નતાથી અને અમારા અનુગ્રહથી આ લોકમાં અનંતગણું થાઓ.ઁઁ'

 આ અતનંતગણું - અસંખ્યાત એટલે કે જેને ગણી ન શકાય, તે કેટલું તે સમજાવવા શાસ્ત્રમાં નીચે મજબની માહિતી આપવામાં આવી છે.

 અમાસના દિવસે કરેલું દાન દસ ગણું, ક્ષયતિથિએ દીધેલું તેનાથી સો ગણું, સંક્રાંતિ કાળે આપેલું તેનાથી સો ગણું, તુલા અને મેષસંક્રાંતિએ આપેલું તેનાથી સો ગણું, યુગાદિએ આપેલું તેનાથી સો ગણું, ઉત્તરાયણ કે દક્ષિણાયનમાં આપેલું તેનાથી સો ગણું, ચંદૂગ્રહણના સમયે આપેલું તેનાથી સો ગણું, સૂર્ય ગ્રહણના સમયે આપેલું તેનાથી સો ગણું, પરંતુ વ્યતિપાતમાં આપેલું દાન તો અસંખ્યાત - અગણિત જ થાય છે એમ વેદ જાણનારા કહે છે.

 વ્યતિપાતના સમયે જે દાન કર્યું હોય તેને સૂર્ય તથા ચંદ્ર સો કલ્પોના (એક કલ્પ બરાબર ૪, ૨૯, ૪૦, ૮૦૦૦૦ વર્ષો એટલે કે ચાર અબજ ઓગણત્રીસ કરોડ, ચાલીસ લાખ, એસી હજાર વર્ષ કહેવામાં આવે છે. આ એક કલ્પનો સમય થયો છે. સંઘ્યાશ અલગ) આવા સો કલ્પોના અબજો વર્ષ સધી સૂર્ય-ચંદ્ર, વ્યતિપાત યોગના સમયે દાન દેનાર દાતાને તે દાનનું ફળ પાછું આપ્યા જ કરે છે અને તે નિરંતર વધ્યા જ કરી કયારેય ખૂટતુ જ નથી.

 શ્રીકૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે 'હે રાજન ! વિષુવ નામના પૃણ્યકાળે, ચંદૂ-સૂર્યના ગ્રહણ સમયે, વ્યતિપાતના સમયે તથા ઉત્તરાયણના આરંભમાં દાન આપવાથી અક્ષય ફળ મળે છે.'

 દાન વિશે શ્રી ભગવાને કહયું છે કે, યશ, તપ અને દાનમાં દઢ રહેવુ તેને 'સત્'   કહેવામાં આવે છે તથા ઈશ્વર પ્રિત્યર્થે જે કર્મ હોય તેને પણ 'સત્' કહેવામાં આવે છે. (શ્રીમદ્ ભગવદ્ ગીતા : ૧૭:૨૭)

યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ એ ત્યજવા યોગ્ય નથી. પરંતુ એ તો કરવા યોગ્ય જ છે. કારણ કે, યજ્ઞ, દાન અને તપ બદ્ધિમાન - નિષ્કામ મનુષ્યોને પવિત્ર કરનારા છે. (શ્રીમદ્ ભગવદ્ ગીતા : ૧૮:૫)

 વ્યતિપાત યોગ પ્રારંભ તા. રર ઓકટોબર ૨૦૨૧ ને શુક્રવાર રાત્રે ૦૯ કઃ ૩૯ મિનીટે થાય છે તથા વ્યતિપાત યોગ તા. ૨૩ ઓકટોબર ૨૦૨૧ ને શનિવારે રાત્રે ૧૦ ક. ૩૩ મિનીટે પૂણ થાય છે.

 દાન : કાળા, સફેદ, લાલ તલ, ખિચડી, ગોળ, ગાયનું ઘી, ગાયનું દૂધ, દહીં, છાશ, સાકર, મધ, તેલ, મીઠું, ઋતુ અનુસાર ફળો, વસ્ત્રો, જળદાન તથા દીવાનું દાન વગેરે દાન મનુષ્યને પોતાની શ્રધ્ધા અને શકિત મુજબ કરવા.

 જે રાશિઓને શનિની સાડા સાતી ચાલુ હોય તેઓએ શનિગ્રહની શાંતિ માટે નિલમ, અડદ, કાળા તલ, કાળા વસ્ત્રો અને કાળ ફલ વિગેરેનું શ્રઘ્ધા-ભકિતપૂર્વક દાન કરવુ.

વિશેષ નાંધ : આ ઉપરાંત વ્યતિપાત યોગ વિશેની ઘણી મહત્વની વાતો શાસ્ત્રોમાં આપવામાં આવી છે. જેનાથી વ્યતિપાત યોગનું વિશેષ મહત્વ જાણી શકાય છે. વધુ ચોકસાઈ માટે પંચાગ જોવું.

 આ લેખ લખનારનું વ્યતિપાત યોગ વિશેનું પ્રવચન YouTube xi "More Shya ''  ચેનલ પર ઉપલબ્ધ છે.

 સંકલન :

શ્રી નિશીથભાઈ ઉપાધ્યાય

 સ્પીરીચ્યુઅલ કન્સલટન્ટ અને એસ્ટ્રોલોજર મો. નં. ૭૮૭૪૨ ૯૫૦૭૪ 

(2:53 pm IST)