Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

રાજકોટ જિલ્લામાં મહેસુલી કર્મચારીઓ અધિકારીઓ સમયમર્યાદામાં લોકોની અરજીઓનો ઉકેલ લાવે :કલેકટર અરુણ મહેશ બાબુ

મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ આપેલા માર્ગદર્શન પ્રમાણે જનસેવા માટે પ્રતિબદ્ધ થતી ટીમ રાજકોટ

રાજકોટ :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં લોકોની અપેક્ષાઓ આકાંક્ષાઓ મુજબ સરકારી કચેરીઓમાં જનસેવાને ટેક્નોલોજીના ઉપયોગથી વધુ ઝડપી બનાવી લોકોની અરજીઓનો નિકાલ નહીં પણ ખરા અર્થમાં ઉકેલ આવે તે દિશામાં કામગીરી ઝડપભેર થઈ રહી છે .

  રાજ્ય સરકારના વિશેષ માર્ગદર્શનના ભાગરૂપે  આજે મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ વિડીયો કોન્ફરન્સમાં આપેલા માર્ગદર્શન પ્રમાણે રાજકોટ જિલ્લામાં સમયમર્યાદામાં અરજીઓનો ઉકેલ આવે તે માટે કલેકટર અરુણ મહેશ બાબુએ રેવન્યુ ઓફિસરોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
  મહેસુલી ન્યાયિક પ્રક્રિયા અપીલો તેમજ રેવન્યુ કામગીરીમાં બિનજરૂરી વહીવટી વિલંબ ના થાય  તેમજ હકારાત્મક અભિગમથી નિકાલ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સીએમ ડેસ્ક બોર્ડ બેંચમાર્ક રેટિંગ માં પણ જિલ્લો અગ્ર રહે તે માટે તલાટીથી માંડીને કલેકટર સૌ  કો-ઓર્ડિનેશન  કરીને જનસેવામાં નાગરિકોને વધુને વધુ ઉપયોગી બની શકીએ એવા ભાવથી કામ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
   આ બેઠકમાં અધિક કલેકટર કે.બી.ઠકકર તેમજ પ્રાંત અધિકારીઓ, મહેસૂલી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(8:19 pm IST)