Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

દેશમાં કોરોના વેક્સીનેશનના ૧૦૦ કરોડ ડોઝ અંતર્ગત રાજકોટ ખાતે ઉજવણી

પોલીસ બેન્ડની સુરાવલી સાથે સિવિલના કોરોના વોરિયર્સનું કરાયું સન્માન

રાજકોટ :દેશમાં કોરોના સામે સુરક્ષા પુરી પાડતી વેક્સિનેશન અભિયાન શરુ કર્યાને ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થતા રાજ્યવ્યાપી ઉજવણી અંતર્ગત કોરોના વોરિયર્સના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી.
રાજકોટ સિવિલ ખાતે કોરોના દરમ્યાન જીવના જોખમે કરેલી કામગીરીમાં સહભાગી એવા ડોક્ટર્સ, નર્સિંગ સટાફ સહીત કોરોના વોરિયર્સનું સન્માન રાજકોટ પોલીસ દ્વારા કરવાં આવ્યું હતું. સન્માન કાર્યક્રમમાં પોલીસ બેન્ડ દ્વારા મ્યુઝિકલ સુરાવલી છેડવામાં આવી હતી. તાળીઓના ગડગડાટ સાથે સૌ વોરિયર્સને અભિનંદન પાઠવામાં આવ્યા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ ખાતે સૌપ્રથમ ૧૬ જાન્યુઆરી -૨૦૨૧ ના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજ સુધીમાં સિવિલ વેક્સિનેશન કેન્દ્ર ખાતે ૩૧, ૩૫૬ વેક્સીનના ડોઝ અપાઈ ચુક્યા છે.  
આ તકે સિવિલ હોસ્પિટલના અગ્રણી ડોક્ટર્સ, નર્સિંગ તેમજ મેનેજમેન્ટ સ્ટાફ, પ્રનગર પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી એલ.એલ. ચાવડા ઉપસ્થિત રહ્યા હતાં.

(8:25 pm IST)