Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

સમરસ હોસ્ટેલ તુરંત ચાલુ કરવાની માંગ સાથે NSUIનું હલ્લાબોલ : ૧૪ ની અટકાયત

કોરોનાની મહામારીમાં બંધ રહેલી હોસ્ટેલ ચાલુ કરવા ઉગ્ર રજુઆત

રાજકોટ, તા. ર૧ :  સમરસ હોસ્ટેલ તુરંત ચાલુ કરવાની માંગ સાથે આજે એન.એસ.યુ.આઇ.એ હલ્લાબોલ કરી ઉગ્ર રજુઆત કરી છે. પોલીસે ૧૪ કાર્યકરોની અટકાયત કરી છે.

કોવિડની પરિસ્થિતિમાં સમગ્ર રાજયમાં લોકડાઉન પણ લાગુ કરવામાં આવેલ. અને લોકડાઉનમાં તમામ કોલેજો અને છાત્રાલયો બંધ કરી દેવામાં આવેલ. છેલ્લા ૩ મહિનાથી બધુ ખુલ્લુ કરી દેવામાં આવેલ છે. આમ, તમામ કોલેજોના ઓફલાઇન ભણાવવાનું પણ ચાલુ કરી દેવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં આવેલ સમરસ હોસ્ટેલ જે સરકારી છે જેમાં આશરે ર૦૦૦ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ ફ્રીમાં રહી જમી શકે અને અભ્યાસ કરી શકે તેવી સુવિધાઓ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલ છે. છેલ્લા બે વર્ષથી સરકારશ્રી દ્વારા સમરસ હોસ્ટેલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવેલ હતી તે સારી બાબત છે. પરંતુ તે પરિસ્થિતિમાં કોલેજ બંધ હોવાથી વિદ્યાર્થીઓ ન હતાં. જેથી ત્યાં કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવેલ હતી. હાલ અત્યારે તમામ કોલેજો ૩ મહિનાથી ચાલુ કરી દેવામાં આવેલ છે. અને ભુતકાળમાં રહેતા અને નવા આવેલ વિદ્યાર્થીઓ આર્થિક રીતે ગરીબ હોવાથી જેને સમરસ હોસ્ટલ બંધ હોવાથી ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. છેલ્લા દસ દિવસ પહેલા ગુજરાતની રાજકોટ સિવાયની તમામ સમરસ હોસ્ટેલની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. પરંતુ રાજકોટ શહેરમાં હાલ સુધી કોઇ પ્રક્રિયા કરવામાં આવેલ નથી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ભવિષ્ય પટેલ, અમન ગોહેલ, અંકિત સોંદરવા ધવલ રાઠોડ,રાજવરણ, અમન ગોહિલ, મિલન વિસપરા, બ્રિજરાજસિંહ જાડેજા, ભાર્ગવ આહિર, જયદિપ ડાંગર, બ્રિજરાજસિંહ જાડેજા, ક્રિસ પટલ, રિતુલ આંકોલા, આર્યન કનેરીયા, રાજવીરસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, કેવલ પાંભર, કવિશ રૂપારેલીયા, વત્સલ રાજગોર, રવિરાજસિંહ ઝાલા, જયરાજસિંહ રાણા, આર્યનસિંહ જાડેજા, પિયુષ પટેલ, મીત માંડવીયા, ઓમ કક્કડ, ભગીરથસિંહ જાડેજા,  કાર્યક્રમને સફળ બનાવવા જોડાયેલ.

(3:53 pm IST)