Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

શહેરમાં સતત બીજા દિવસે કોરોના કેસ નોંધાતા ચિંતાનું મોજુઃ ૭ સારવારમાં

ગઈકાલે ૩ રીપોર્ટ પોઝીટીવ આવ્યાઃ જામનગર રોડ પર કોપર સિટીમાં ૪૦ વર્ષીય મહિલા મહારાષ્ટ્રથી આવેલા તેને ૧૬ તારીખે શરદી-તાવની ફરીયાદઃ કોન્ટેકટમાં આવેલ ૪૪ લોકોનો સર્વે કરાયોઃ આસપાસના ચાર મકાનોમાં તપાસઃ આજ બપોર સુધીમાં '૦' કેસ

રાજકોટ, તા. ૨૧ :. શહેરમાં મંગળવારે કોરોનાના ૩ રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ગઈકાલ બુધવારે ૩ રીપોર્ટ પોઝીટીવ આવતા મ.ન.પા.નું આરોગ્ય તંત્ર દોડધામમાં પડી ગયુ છે.

આ અંગે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જામનગર રોડ પર આવેલા કોપર સિટીમાં ૪૦  વર્ષીય મહિલા મહારાષ્ટ્રથી આવેલ તેને ૧૬ તારીખે શરદી-તાવની ફરીયાદ હતી. તેણીનો આરટીપીસીઆર રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ મહિલા લાંબા સમયથી બીમાર જેવા હોય મેડીકલ ઈન્ટ્રકશન મુજબ કોરોના વેકસીન અપાઈ નથી. જ્યારે વસુધા સોસાયટીમાં એક પુરૂષનો કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવેલ. આજુબાજુના અને કોન્ટેકટમાં આવેલ ૪૪ લોકોનો સર્વે કરાયો હતો. આસપાસના ચાર મકાનોમાં પણ તપાસ કરી હતી.

દરમિયાન આજે બપોરે ૧૨ સુધીમાં કોરોનાનો કોઈ નવો કેસ નથી અને કુલ ૭ દર્દી સારવારમાં છે.

(3:53 pm IST)