Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

અવધ રોડ પર નવી બિલ્ડીંગના ૧રમાં માળેથી પટકાતા સુપરવાઇઝર બીપીનભાઇનું મોત

ઇલેકટ્રીકનું કામ જોવા ગયા ને પગ લપસતા અકસ્માતે પટકયા

રાજકોટ તા. ર૧ : કાલાવડ રોડ નજીક અવધ રોડ પર નવા બનતા સ્કાય હાઇટ્સ નાના બિલ્ડીંગના ૧રમાં માળેથી અકસ્માતે પટકાતા સુપરવાઇઝરનું મોત નિપજયુ હતું.

મળતી વિગત મજબ ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર નંદવિલા ફલેટસમાં રહેતા અને અવધ રોડ પર નવી બનતી સ્કાય હાઇટ્સ નામની બીલ્ડીંગની સાઇટ પર સુપરવાઝઇઝર તરીકે નોકરી કરતા બીપીનભાઇ શાંતીલાલભાઇ જીવાણી (ઉ.પ૦) ગઇકાલે બિલ્ડીંગના ૧રમાં માળે ઇલેકટ્રીક કામ ચાલતુ હોવાથી કામ જોવા માટે ગયા હતા જયાં સંભવતઃ પગ લપસતા અકસ્માતેે ૧રમાં માળેથીનીચે પટકાતા ગંભીર ઇજા થતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ ભગીરથસિંહ ખેરે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી.

(3:52 pm IST)