Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ગ્રીનલેન્ડ ચોકડી તીરૂપતી સોસાયટી પાછળ જુગાર રમતા પાંચ પકડાયા

બી ડીવીઝન પોલીસનો દરોડોઃ ૧૦ હજારની રોકડ કબ્જે

રાજકોટ તા. ર૧: ગ્રીનલેન્ડ ચોકડી પાસે તીરૂપતી સોસાયટીની પાછળ પાવર હાઉસ પાસે બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ગ્રીનલેન્ડ ચોકડી પાસે તીરૂપતી સોસાયટી પાછળ કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. કેતનભાઇ નીકોલા, પ્રકાશભાઇ ખાંભરા તથા કોન્સ. મહેશભાઇ ખાંભલીયાને બાતમી મળતા તીરૂપતી સોસાયટી પાછળ આવેલા પાવર હાઉસ પાસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા માલીયાસણના રફીક કમાલભાઇ મડમ, ગ્રીનલેન્ડ ચોકડી જી.ઇ.બી.ની ઓફીસ પાછળ ઝુપડામાં રહેતો કલ્પેશ કરમશીભાઇ દેલવાણીયા, લાલપરી શેરીન ં. ર ના અજય કાનજીભાઇ સારોલા, મોરબી રોડ જકાતનાકા પાસે મફતીયાપરા રપવારીયા કવાર્ટરના શન્ની દિનેશભાઇ કસતીયા અને લાલપરી શેરી નં. ૩ ના બીજલ સામતભાઇ સનીયારાને પકડી લઇ રૂ. ૧૦,૦પ૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:42 pm IST)