Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

યુનિવર્સિટીમાં અનેક વિવાદો વચ્ચે કુલપતિ પેથાણી ગાંધીનગર દોડયા

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓપન ઇન્ટરવ્યુમાં ભલામણ પ્રકરણમાં દરરોજ સરકાર અને ભાજપની આબરૂનું ધોવાણ થતું હોય. દરરોજ નીત નવા ફણગા ફૂટે છે. રાજ્ય સરકાર અને ભાજપ મોવડી મંડળે ગંભીર નોંધ લીધી હોવાનું જાણવા મળે છે. આ સંજોગોમાં આજે કુલપતિ ડો. નિતીનભાઇ પેથાણી અચાનક ગાંધીનગર દોડી ગયા છે. કુલપતિ પેથાણીની ગાંધીનગર મુલાકાતે અનેક તર્કવિતર્કો થઇ રહ્યા છે.

કુલપતિ નિતીનભાઇ પેથાણી જોઇન્ટ બોર્ડ ઓફ વાઇસ ચાન્સલેસરની મિટીંગમાં ભાગ લીધો હોવાનું બહાર આવી રહ્યું છે ઉપરાંત શિક્ષણ મંત્રી અને સંઘના આગેવાનો અને ભાજપના અગ્રણીઓને પણ મુલાકાત કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. યુનિવર્સિટીમાં કેટલાક આકરા નિર્ણય થઇ રહ્યા છે ત્યારે કુલપતિ પેથાણીની ગાંધીનગર ખાતેની વિજળીક મુલાકાતના આંચકા ટુંક સમયમાં શરૂ થશે ? તેવી ચર્ચા યુનિવર્સિટીમાં જામી છે

(3:40 pm IST)