Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ઘરેલુ હિંસાના ગુનામાં દસ વર્ષથી ફરાર સંજય પરમાર રૈયા ગામમાંથી ઝડપાયો

રાજકોટ,તા. ૨૧ : મહિલાને મારમારી ત્રાસ ગુજારવાના ગુનામાં દસ વર્ષથી ફરાર શખ્સને મહિલા પોલીસે રૈયાગામ સ્મશાન પાસેથી ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ શહેરના અલગ -અલગ વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા મહિલા સેલના એસપી આર.એસ.બારીયાની સુચનાથી મહિલા પોલીસ મથકના પીઆઇ એસ.આર. પટેલના માર્ગદર્શન હેઠળ એએસઆઇ એચ.એન.જાનંગ તથા કોન્સ. હસમુખભાઇ બાલધા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે એએસઆઇ એચ.એન.જામંગને મળેલી બાતમીના આધારે સંજય સોમાભાઇ પરમાર (ઉવ.૩૦) (રહે. રૈયા ચોકડી શીવમ પાર્ક-૧) ને પકડી લીધો હતો. મહિલા પોલીસ મથકમાં નોંધાયેલ ઘરેલુ હીંસાના ગુનામાં સંજય પરમાર છેલ્લા દસ વર્ષથી ફરાર હતો.

(3:28 pm IST)