Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

વિદ્યાર્થીઓને દિવાળી પહેલા ટેબ્લેટ આપો અથવા ભરેલ નાણા વ્યાજ સહિત પરત આપો

છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ ટેબ્લેટ બાબતે આજે કલેકટરને રજૂઆત કરી હતી (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૧ :. છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ કલેકટરને આવેદન પાઠવી વર્ષ ૨૦૧૯-૨૦માં જાહેર થયેલ ટેબ્લેટ દિવાળી પહેલા આપવા અથવા ભરેલા પૈસા વ્યાજ સાથે પરત આપવા માંગણી કરી છે.

આવેદનમાં ઉમેર્યુ હતું કે, વર્ષ ૨૦૧૯-૨૦માં વિવિધ કોર્સમાં પ્રવેશ મેળવનાર હજારો વિદ્યાર્થીઅોઍ સરકારની ટેબ્લેટ યોજના અંતર્ગત રૂ. ૧૦૦૦ ભરેલ હોવા છતાં આજ દિવસ સુધી ટેબ્લેટ મળેલ નથી. કેસીજીઍ અગાઉ અોગષ્ટ માસ સુધીમાં આપવાની જાહેરાત કરી હતી. બાદમાં દિવાળી પહેલા ટેબ્લેટ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી ઘણા વિદ્યાર્થીઅોને ટેબ્લેટ મળેલ નથી. ગુજરાતના હજારો વિદ્યાર્થીઅો કે જેઅોઍ ટેબ્લેટના પૈસા ૩ વર્ષના કોર્સની શરૂઆતમાં ભરેલ પણ તેઅો છેલ્લા વર્ષમાં આવી ગયા હોવા છતાં આજ દિવસ સુધી ઘણા વિદ્યાર્થીઅોને ટેબ્લેટ મળેલ નથી અને આવા વિદ્યાર્થીઅોના કરોડો રૂપિયા સરકારના ખાતામાં જમા પડયા છે. અમો છાત્ર યુવા સંઘર્ષ સમિતિની સ્પષ્ટ માંગ છે કે જે વિદ્યાર્થીઅોને ટેબ્લેટ બાકી છે તેઅોને દિવાળી પહેલા ટેબ્લેટ આપવામાં આવે અથવા ભરેલા પૈસા આજ દિવસ સુધીના વ્યાજ સાથે પરત કરવામાં આવે. આવેદન દેવામાં પ્રમુખ સુરજ બગડા અને અન્યો જાડાયા હતા.

(3:26 pm IST)