Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ફાયનાન્સ પેઢીના ઉઠમણા : ૧૭ રોકાણકારોના ૪ કરોડ ડૂબ્યા

૨૦૧૫થી ૨૦૧૯ સુધી રોકાણાકારોને ઉંચુ વળતર ચુકવ્યું પછી ઠેંગોઃ રૈયા રોડ નંદનવનમાં રહેતાં જેન્તીભાઇ બેચરાની ફરિયાદ : નાના મવા રોડ સંકેત પાર્ક રાજ રેસિડેન્સી સામે પેઢી ધરાવતાં ધનંજય ફાયનાન્સના ડાયરેકટર ઘનશ્યામ પાંભર, વલ્લભ પાંભર, ચેરમેન અસ્મિતા પાંભર સામે તાલુકા પોલસે નોંધ્યો ગુનોઃ જેન્તીભાઇ સહિત તેમના સગા-સંબંધીઓના નાણા ડકયા

રાજકોટ તા. ર૧: નાનામવા રોડ પર સંકેત પાર્કમા રાજ રેસીડેન્સીની સામે આવેલી ધનંજય ફાઇનાન્સ પેઢીનાસંચાલકોએ રોકાણકારોને ઉંચુ વળતર આપવાની લાલચ આપી ૧૭ જેટલા રોકાણકારો પાસે રોકાણ કરાવી રૂ.૪.૦૪,૯પ,૦૦૦ની છેતરપીંડી કર્યાની ફાઇનાન્સ પેઢીના ડીરેકટર અને ચેરમેન સહિત ત્રણ સામે ફરીયાદ થતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છ.ે

મળતી વિગત મુજબ રૈયા રોડ આલાપગ્રીન સીટીની સામે આવેલા નંદનવન પાર્ક શેરી નં.રમાં રહેતા જયંતીભાઇ અમરશીભાઇ બેચરા (ઉ.૪૮) એ નાનામવા મેઇન રોડ સાંકેત પાર્ક રાજરેસીડેન્સીની સામે આવેલી ધનંજય ફાયનાન્સ પેઢીના ડાયરેકટર ઘનશ્યામ વલ્લભભાઇ પાંભર, વલ્લભ લાલજીભાઇ પાંભર તથા ચેરમેન અસ્મીતા ઘનશ્યામ પાંભર (રહે રાજકોટ હાલ સુરતનાના  નાવા વરાછા સવજી કોરાટ પુલના છેડે જલદર્શન રો હાઉસ સોસાયટી) સામે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છ.ે

જયંતીભાઇ બેચરાએ ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે ખેતી તથા વેપાર કરે છે છ વર્ષપહેલા મિતર સતીશભાઇ મારફતે આ ધનંજય ફાયનાન્સ લિમીટેડ પેઢીના સંચાલકો સાથે સંપર્ક થયો હતો જેતે વખતે ફાયનાન્સ પેઢીના ડાયરેકટર ઘનશ્યામ પાંભર, વલ્લભ પાંભર અને ચેરમેન અસ્મીતા પાંભર પેઢીમાં રોકાણ કરશો તો સારૂ એવુ વળતર આપવામાં આવશે તેવી લાલચ આપી હતી. બાદ પોતે ર૦૧૪ માં પોતાની ખેતીની જમીન વેચીને ર૦૧પ માં પોતાની ખેતીની જમીન વેચીને ર૦૧પ માં આ ફાયનાન્સ પેઢીમાં રૂ. રપ લાખનું રોકાણ કર્યુ હતું તેમજ સંબંધીઓએ પણ આ પેઢીમાં રૂ. ૧.૪૭ કરોડનું રોકાણ કર્યુ હતું. તથા અન્ય રોકાણકારોએ પણ આ પેઢીમાં રૂ. ર,૩ર,૯પ૦૦ નું રોકાણ કર્યુ હતું. ત્યારબાદ ફાયનાન્સ પેઢીના સંચાલકોએ પોતાને તેમજ અન્ય રોકાણકારોને  ૨૦૧૯ સુધી વળતર ચુકવ્યું હતું. ત્યારબાદ વળતર આપવાનું બંધ કરી દેતા પોતે તથા અન્ય ૧૬ જેટલા રોકાણકારોએ ફાયનાન્સ પેઢીની ઓફીસે જઇને ડાયરેકટર અને ચેરમેનનો સંપર્ક કર્યો હતો.

ત્યારે વળતર આપવા માટે રોકાણકારોને સમજાવી વિશ્વાસમાં લીધા હતાં. છતાં પોતાને અને અન્ય રોકાણકારોને વળતર ન મળતા ફરી પેઢીના સંચાલકોનો સંપર્ક કરતા તમામના ફોન બંધ આવતા હતાં. આથી આજદીન સુધી ૧૭ જેટલા રોકાણકારોને વળતર ન મળતા ફાયનાન્સ પેઢીના ડાયરેકટર અને ચેરમેને ૧૭ રોકાણકારોના રૂ. ૪,૦૪,૯પ૦૦૦ ની છેતરપીંડી કરતા તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ધનંજય ફાયનાન્સ પેઢીના ડાયરેકટર ઘનશ્યામ પાંભર, વલ્લભ પાંભર, અને ચેરમેન અસ્મીતા પાંભર વિરૂધ્ધ આઇપીસી ૪૦૬, ૪૦૯, ૪ર૦, ૧ર૦ (બી) ૧૧૪ તથા ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટ્રેસ્ટ ઓફ ડીપોઝીટર એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:10 pm IST)