Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

કોઠારીયાનાકા મિત્ર મંડળ દ્વારા રાસ ગરબા હરીફાઇ

 કોઠારીયાનાકા મિત્ર મંડળ ટ્રસ્ટ સંચાલિત શિવણ કલાસની બહેનો માટે રાસ ગરબા હરીફાઇ એમ. જે. શાહ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દિપકભાઇ શાહ, જયશ્રીબેન ચાવડા વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર અને દીપાબેન ભટ્ટના મુખ્ય મહેમાનપદે તેમજ એ-ડીવીઝનના પી.એસ.આઇ. શ્રી નિમાવત, ગીરીશભાઇ પરસાણા, કિશોરભાઇ પરસાણાના અતિથિવિશેષ સ્થાને યોજવામાં આવી હતી. પ્રારંભે ભરતભાઇ ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કર્યા બાદ સમગ્ર સંચાલન નિલેશભાઇ વોરા અને યશવંતભાઇ પાટડીયાએ કરેલ. બેસ્ટ બેસ્ટપફોર્મસમાં પ્રથમ નંબરે ફીચડીયા ખુશ્બુ, બીજા નંબરે સીતાપરા કક્ષા, ત્રીજા નંબરે ગોંદરડા ભુમિકા, આશ્વાસન ઇનામોમાં પ્રથમ માનસી વેડયા, બીજા નંબરે દક્ષા જાની, વેલડ્રેસમાં સોનલ ઠાકર તેમજ સીનીયર અને બાળકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને રોકડ પુરસ્કારો અપાયા હતા. આ તકે ઉમેશભાઇ જે. પી. નું શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે નિમણુંક થવા બદલ વિશેષ સન્માન કરાયુ હતુ. ઇનામો રાજુભાઇ લાઠગ્રા (પરસોતમભાઇ કાલીદાસ એન્ડ સન્સ) દ્વારા અપાયા હતા. નિર્ણાયક તરીકે પ્રફુલાબેન સોની અને ગાયત્રીબેન સોનીએ માનદ સેવા આપેલ. કાર્યક્રમને અંતે આભારવિધિ નિરવભાઇ પારેખે કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કિશોરભાઇ પટેલ, ભરતભાઇ ત્રિવેદી, યશવંતભાઇ પાટડીયાના માર્ગદર્શન હેઠળ સુબોધભાઇ રાધનપુરા, રાજુભાઇ મહેતા, ભરતભાઇ રૂપારેલ, કૌશિકભાઇ દવે તેમજ અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(2:42 pm IST)