Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ચોરીના ગુન્હામાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ર૧: ચોરી કરવાના ગુનામાં પકડાયેલા ચોર તથા અન્ય આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરનાં ''ભકિતનગર'' પો. સ્ટે.ના ગુનાથી આઇપીસી કલમ ૪પ૪, ૪પ૭, ૩૮૦, ૧૧૪ મુજબની ફરીયાદ ચંદ્રજીતસિંહ કિશોરસિંહ જાડેજાએ આ કામના આરોપી અજાણ્યા શખ્સ સામે પોતાના ઘરે ઘરફોડ ચોરી થયેલની ફરીયાદ કરેલી. જેમાં આ કામના ફરીયાદીના રહેણાંક મકાનના મેઇન દરવાજાનો નકુચો તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશી બેડરૂમમાં રાખેલ લોખંડના દરવાજા બળ વાપરી તોડી નાખી તેનું લોકર તોડી તેમાં રાખેલ રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીનાની વસ્તુઓ, કાંડા ઘડીયાળની રકમ મળી રૂ. ર,૪પ,૦૦૦/- નો મુદામાલની કોઇ અજાણ્યો ચોર ઇસમએ ચોરી કરી લઇ જઇ ગુન્હો નોંધાવેલ.

આ ગુનામાં તપાસનીસ અધિકારીશ્રીએ આ કામના આરોપીઓ (૧) પીયુષ વિનુભાઇ અમરેલીયા (ર) હસમુખ આનંદભાઇ ઉર્ફે જયંતીભાઇ સીતાપરા (૩) આનંદભાઇ ઉર્ફે જયંતીભાઇ જેસીંગભાઇ સીતાપરાની ધરપકડ કરેલી. જે ગુનામાં આરોપીઓ વિરૂધ્ધ તપાસનીશ અધીકારી દ્વારા નામદાર લોઅર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરેલું અને જે ડ્રાયલ ચાલી જતા, કેસની હકીકત અને બચાવ પક્ષના વકીલોની દલીલો, રજુઆતને ધ્યાને લઇ, રાજકોટના લોઅર કોર્ટે આર.એસ. રાજપુતે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકેલ છે.

આ કામમાં અરજદાર/આરોપીના બચાવ પક્ષે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી ચીમનભાઇ ડી. સાંકળીયા, અતુલભાઇ એમ. બોરીચા, પ્રકાશભાઇ એ. કેશુર, વિજયભાઇ સોંદરવા, વિજયભાઇ ડી. બાવળીયા, અહેશાન એ. કલાડીયા, મનીષાબેન પોપટ, મુકેશભાઇ જાની, એન. સી. ઠકકર, સી. એચ. પાટડીયા, જયેશભાઇ જે. યાદવ વગેરે રોકાયેલા હતા.

(2:40 pm IST)