Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

સત્તા દરમિયાન ખેડુતોની ખેવના નહી કરનાર કોંગ્રેસીઓ હવે આલોચના કરવા નિકળ્યાઃ ગોવિંદભાઇ

રાજકોટ તા.ર૧ : ખેડુત અને ખેતીની સમૃદ્ધનો સત્તામાં હતા ત્યારે વિચાર સુધ્ધી નહી કરનારા કોંગ્રેસી મિત્રો ખેડુતોની આવક ડબલ કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની આલોચના કરી રહ્યા છે તેમ રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે કોંગ્રેસના નિવેદનને વખોડતા જણાવેલ છે.

શ્રી પટેલે વધુમાં જણાવ્યું છે કે કોંગ્રેસના શાસનમાં ખેડુતોને મગફળી નોંધણીનો કાયદો, મીલરોને બાનમાં લેતા કાયદાઓ કૃષિ પેદાશોમાંથી તેવીનો સ્વરૂપે ખેડુતોના ગળા દબાવતા હતા તેમજ એમ.એસ.પી.બજાર ભાવ કરતા નીચી રાખતા કયારેય ખેડુતોનો માલ કોંગ્રેસના સાશનમાં ખરીદાયો હોય તેવો રેકોર્ડ નથી ભાજપની કેન્દ્ર અને રાજય સરકાર ખેડુતોને આર્થિક રીતે કેવી રીતે સમૃદ્ધ થાય તે દિશામાં અનેક પગલાઓ લઇ રહ્યા છે જે ભુતકાળમાં કયારે લેવાયેલ નથી.

ખેડુતોની આવક ડબલ કરવાના ભાગરૂપે ઝીરો બજેટની ઓર્ગેનિક ખેતી, સુધારેલી જાતનું બિયારણ, વીજળી અને પાણી, સબસીડીવાળુ ખાતર એ ખેડુતને આર્થિક રીતે સમૃધ્ધ બનાવશે. છેલ્લા બે વર્ષમાં સુધારેલ બિયારણમાં મગફળી જે ભુતકાળમાં એક વીઘાએ ૧પ મણ થતી હતી તે આજે એવરેજ રપ થી ૩૦ મણનો ઉતારો આપતી થઇ છે. સુરેન્દ્રનગર જિલ્લો જે માત્ર કાલાજીન ઉપર જ ખેતી કરતો હતો તે જિલ્લામાં નર્મદાનું પાણી પહોંચતા ખેડુતો ત્રણ પાક લેતા થયા છે જે આગામી દિવસોની એંધાણી બતાવે છે તેમ અંતમાં ગોવિદભાઇ પટેલે જણાવ્યું છે.

(12:44 pm IST)