Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ડો.બૃહવી પોપટાણીના સુરદ કલીનીકમા નવી ટેકનીકથી દાંતનું કવર બનાવવાની સુવિધા : ઓછા સમયમાં સચોટ પરિણામ રાજકોટના આંગણે હવે દાંતની આધુનિક સારવાર ઉપલબ્ધ : ડો. બૃહવી

પોપટાણીના કિલનિકમાં હજારો દર્દીઓએ લીધેલ સફળ સારવાર

રાજકોટ તા. ૨૧ : પહેલાના જમાનામા દાંતની બિમારી માત્ર બાળકો કે વૃધ્ધોમાં જ જોવા મળતી હતી. બદલતા ખાન પાન અને જીવનશૈલીએ આવેલા પરિવર્તનને કારણે દાંતના દર્દીઓની સંખ્યામાં જોરદાર વધારો થઇ રહ્યો છે. પહેલાના મુકાબલે દાંત અને પેઢાની મજબુતી ઘટી છે. તમાકુ - ગુટખાના સેવનને કારણે આ સમસ્યા વધુ વિકરાળ બની છે. હવે યુવાવર્ગના દાંત પણ સડવા લાગ્યા છે.

આ પરિસ્થિતિએ દાંત સડવાનો પ્રમાણ વધી ગયુ છે. દાંત એક સમય પોલાણ બનીને તુટી પડે છે. સડી ગયેલા દાંતની સારવાર રૂટ કેનાલ ટ્રીટમેન્ટથી બચાવ્યા બાદ કવર કરવામાં આવે છે.

સડી ગયેલા દાંતની સારવાર ડો.બૃહવી પોપટાણી દ્વારા માઇક્રોસ્કોપીક પધ્ધતી દ્વારા કરવામા આવે છે. ઇન્ડિયામા સૌપ્રથમવાર જર્મન બ્રાન્ડ Leica - microscope થી દાંતની આંતરીક અને જટીલ રચના વિશે જાણ થઇ શકે છે. જેનો સકસેસ રેટ વધારે હોય છે. સૌરાષ્ટ્રના સૌપ્રથમ માઇક્રોસ્કોપિક કલીનીક હવે Cerec Technology થી દાંત બનાવી આપશે.

રૂટ કેનાલ ટ્રીટમેન્ટ બાદ દાંતની ઉપર કરવામાં આવે છે. જેથી દાંતનું આયુષ્ય વધી જાય છે. સામાન્યપણે કવર કરવા માટે એક અઠવાડીયાથી વધારે ટાઇમ લાગે છે તો Leica મશીન દ્વારા તમારૂ કવર એકથી દોઢ કલાકમાં જ બની જશે. જેનાથી વારંવાર કલીનીકમાં કવર માટે થતી વિઝિટ પણ ઓછી થઇ જશે. જેના કારણે દાંતમા કવર બેસાડવાનુ સાવ સરળ, ઝડપી અને ચોકકસ થઇ જશે.

રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ ઉપર આવેલ 'સુરદ ડેન્ટલ કલીનીક' સેન્ટર ખાતે ડો.બૃહવી પોપટાણી સૌરાષ્ટ્ર કચ્છમાં સૌરાષ્ટ્ર ડીજીટલ ટેકનોલોજી 'Cerec Cad Cam મશીન લાવ્યા છે.

CEREC એટલે શું?

CEREC સિસ્ટમમાં ૩ડી ટેકનોલોજી સાથે Artificial Intelligence (AI ટેકનોલોજી) દ્વારા એક કલાકની અંદર તમારી નવી કેપ બની શકે છે. જર્મન કંપની Dentsplyના સિરેક મશીનમા Omnicam ડીજીટલ સ્કેનર, Prime Mill મશીન (ગુજરાતમાં બીજુ અને સૌરાષ્ટ્રમાં પ્રથમ) માં ચોકસાઇપણે કવર બની જાય છે. આ સાથે વાયર ફ્રી ઓર્થોડોન્ટીક ટ્રીટમેન્ટ જેમાં Invisalign Braces with 3D ટેકનોલોજીથી થઇ શકશે.

ડો.બૃહવી પોપટાણી રાજકોટના ખ્યાતનામ ડેન્ટલ સર્જન છે. તેમના કલીનીકમાં દાંતની તમામ પ્રકારની સારવાર અદ્યતન ટેકનોલોજી સાથે કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમા હજારો દર્દીએ તેમની સંતોષકારક સેવા લઇ ચુકયા છે. વિશાળ જગ્યા, વિનયી સ્ટાફ, વ્યાજબી ચાર્જ અને ઓછામાં ઓછા સીટીંગમાં દાંતની સારવાર ઉપલબ્ધ છે.

(11:41 am IST)