Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

તહેવાર ટાણે બૂટલેગરો પટમાં આવ્‍યાઃબે દિ'માં ૭.૭૦ લાખનો દારૂ ઠલવાય એ પહેલા પકડાયો

ક્રાઇમ બ્રાંચે જંકશન રોડ પરથી ૨.૩૦ લાખનો દારૂ ભરેલા વાહન સાથે બે શખ્‍સને દબોચ્‍યાઃ રાજસ્‍થાનના નરપત અને જંગલેશ્વરના બુટલેગર ઇમરાન ઉર્ફ ઇમુને પકડી કુલ ૫.૩૧ લાખનો મુદ્દામાલ કબ્‍જે કરાયોઃ ઇમુ ત્રીજીવાર પકડાયો : પરાપીપળીયાના સુનિલે જંગલેશ્વરના આશીફબાપુ માટે પોતાની વાડીએથી દારૂનો જથ્‍થો ભરી દીધાનું ખુલ્‍યું : ડીસીબીના વિક્રમભાઇ ગમારા, સુભાષભાઇ ગોગારી અને દેવાભાઇ ધરજીયાની બાતમી પરથી પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયાની ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૧: દિવાળીના તહેવારમાં કમાઇ લેવાના ઇરાદા સાથે બૂટલેગરો બેફામ બની ગયા છે. ગઇકાલે ગાંધીગ્રામ પોલીસે ૫.૪૦ લાખનો દારૂ ભરેલા વાહન સાથે ભાવનગરના બુટલેગરને દબોચી લીધા બાદ ક્રાઇમ બ્રાંચે જંકશન પ્‍લોટ ગેબનશાહ પીરની દરગાહ પાસેથી રૂા. ૨,૩૦,૮૮૦નો ૪૪૪ બોટલ દારૂ ભરેલા પીકઅપ વેન સાથે રાજસ્‍થાનના એક શખ્‍સને અને જંગલેશ્વરના એક શખ્‍સને પકડી લઇ રૂા. ૫,૩૧,૮૮૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.
ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે  હેડકોન્‍સ. વિક્રમભાઇ ગમારા, સુભાષભાઇ ઘોઘારી અને દેવાભાઇ ધરજીયાને બાતમી મળતાં જંકશન પ્‍લેટ દરગાહ પાસેના રોડ પરથી જીજે૧૨બીટી-૩૯૮૦ નંબરનું બોલેરો પીકઅપ વાહન આંતરી તલાશી લેતાં પાછળ ઠાઠામાં નીરણ નીચે છુપાવેલો રૂા. ૨,૩૦,૮૮૦નો ૪૪૪ બોટલ દારૂ મળતાં તે તથા બે મોબાઇલ ફોન, ૩ લાખનું વાહન કબ્‍જે કરી બે શખ્‍સો ઇમરાન ઉર્ફ ઇમુ ગુલાબભાઇ બેલીમ (ઉ.૩૪-રહે. જંગલેશ્વર-૨૬, મુન્‍નાભાઇના મકાનમાં ભાડેથી) તથા નરપતકુમાર ચતરારામ સુથાર (ઉ.૨૨-રહે. જોધાવાસ, તા. સાંચોર જી. જાલોર રાજસ્‍થાન)ને પકડી લીધા હતાં.
પોલીસના કહેવા મુજબ ઇમરાન ઉર્ફ ઇમુ બેલીમ અગાઉ પણ ડીસીબી અને ભક્‍તિનગર પોલીસના હાથે દારૂના ગુનામાં પકડાયો હતો. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા તથા પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્‍સ. વિક્રમભાઇ ગમારા, અંશુમનભા ગઢવી, ક્રિપાલસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, જીજ્ઞેશભાઇ મારૂ, પ્રતાપસિંહ મોયા, દેવાભાઇ ધરજીયા, મૈસુરભાઇ કુંભારવાડીયા સહિતે આ કામગીરી કરી હતી.
તપાસમાં વધુ બે શખ્‍સો જંગલેશ્વરના આશીફબાપુ નાગાણી તથા પરાપીપળીયાના સુનિલ આહિરના નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરાઇ છે. સુનિલે આ દારૂ પોતાની વાડીએથી આશીફબાપુ માટે ભરી દીધો હોવાનું પકડાયેલા બંનેએ કહ્યું હતું.
ભક્‍તિનગર પોલીસે પડધરીના અંકિતને ૬ બોટલ સાથે પકડયો
જ્‍યારે બીજા દરોડામાં પડધરી બસ સ્‍ટેશન પાછળ પારસ સોસાયટી-૧માં રહેતાં અંકિત દિનેશભાઇ રાઠોડ (ઉ.૧૯)ને એક્‍ટીવા જીજે૦૩એલપી-૫૬૭૮માં રૂા. ૩૦૦૦નો ૬ બોટલ દારૂ રાખીને ભક્‍તિનગર સોસાયટી મેઇન રોડ પરથી નીકળતાં ભક્‍તિનગરના પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. હુણ, હેડકોન્‍સ. ઉપેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. ભાવેશભાઇ મકવાણા, રણજીતસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ ઝાલા, વિશાલ દવે, હિતેન્‍દ્રસિંહ ઝાલા સહિતે પકડી લઇ કુલ ૫૩ હજારનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. કોન્‍સ. વિશાલ દવેની બાતમી પરથી આ કામગીરી થઇ હતી.
બૂટલેગરોના નિતનવા નુસ્‍ખા, પણ પોલીસ ધારે તો કોઇ બચી શકે નહિ
ઞ્જ પોલીસથી બચવા માટે દારૂની હેરાફેરી કરનારા બૂટલેગરો અવનવા નુસ્‍ખા અજમાવતાં હોય છે. ગઇકાલે ભાવનગરનો બુટલેગર વાહનના ઠાઠામાં મમરાના કોથળા ભરી તેની નીચે લાખોનો દારૂ છુપાવીને નીકળ્‍યો હતો. છતાં પોલીસની નજરે ચડી ગયો હતો. હવે ક્રાઇમ બ્રાંચે જે વાહન સાથે બે શખ્‍સને પકડયા છે તેમાં ઠાઠામાં નીરણ ભરેલુ હતું. તેની નીચેથી દારૂનો જથ્‍થો મળ્‍યો હતો. અગાઉ પણ પોલીસે ગાદલાઓના જથ્‍થા નીચે છુપાવાયેલો દારૂ તથા પાવડર અને ભુસાના જથ્‍થા નીચે છુપાવીને લાવવામાં આવતા દારૂ સાથે બૂટલેગરોને પકડયા હતાં. બુટલેગરો ગમે તેવી ચાલાકી વાપરે પણ પોલીસ ધારે તો કોઇપણ તેની નજરમાંથી બચી શકે નહિ.

 

(11:28 am IST)