Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

બાબી'ઝ જીમવાળા મુસ્તાકભાઈ બાબીનું ૭૫ વર્ષની વયે નિધન

રાજકોટઃ જુના અને જાણિતા એવા બાબી'ઝ જીમના સંચાલક એવા મુસ્તાકભાઈ બાબી કોરોના સામે જંગ હારી ગયા છે. તેઓનું ૭૫ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેઓનો રિપોર્ટ પોઝીટીવ આવતા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. પરંતુ સારવાર કારગત નિવડી ન હતી. તેઓના પરિવારમાં તેમના પત્ની ગઝાનાબેન, પુત્ર ઓમેર ખાનજી તેમજ ભાઈઓ સમશેર ખાનજી, મુઝમીલ ખાનજી, એહેતશામ ખાનજી, સલીમ ખાનજીને વિલાપ કરતાં છોડી ગયા છે. મુસ્તાકભાઈ ૭૫ વર્ષની વયે પણ પોતાના રેસકોર્ષ રીંગરોડ ઉપર આવેલ તેમના જીમનું સફળતા પૂર્વક સંચાલન કરતાં હતા.

(4:24 pm IST)