Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

રેલ્વેના કર્મચારીઓને બે દિ'માં બોનસ મળી જશે : ખુશીની લહેર

વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા વિજયોત્સવ મનાવાયો, કર્મચારીઓએ એકબીજાને મીઠા મોઢા કરાવ્યા : નવી પેન્શન સ્કીમ રદ્દ કરવી, ડી.એ. તાત્કાલીક જાહેર કરવુ સહિતની માંગણીઓ માટે લડત ચાલુ રહેશે : હિરેન મહેતા

રાજકોટ : સરકારશ્રી દ્વારા રેલ કર્મચારીઓની બોનસની માંગ સ્વીકારાતા વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા મંડલ મંત્રી હિરેન મહેતાના નેતૃત્વમાં કર્મચારીઓને મીઠુ મોઢુ કરાવી વિજયોત્સવ મનાવેલ. બોનસની માંગણી સાથે એન.એફ.આઈ.આર. અને રેલ્વે મજદૂર સંઘ દ્વારા સમગ્ર ભારતીય રેલમાં ઉગ્ર ધરણા પ્રદર્શન કરવામાં આવેલ હતા. જેમાં એનએફઆઈઆરના અવિરત પ્રયાસો સફળ થયેલ છે. અન્ય માંગો જેવી કે લાર્જેસ સ્કીમ, ન્યુ પેન્શન સ્કીમ રદ્દ કરવી, ફ્રીજ કરેલ ડીએ તાત્કાલીક જાહેર કરવુ જેવી અન્ય માંગણીઓ માટેની લડાઇ ચાલુ છે.

આ સાથે ખુશખબરી આપતા વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના હિરેન મહેતાએ જણાવ્યા મુજબ બે દિવસમાં રેલ કર્મચારીઓને બોનસ મળી જશે તેમ જણાવેલ.

આ વિજયોત્સવની ઉજવણી હિરેન મહેતાની આગેવાની હેઠળ શ્રીમતી અવની ઓઝા, ડી.એસ.શર્મા, મનોજ અગ્રવાલ, ઉત્તમ કુમાર, જસ્મીન ઓઝા, કેતન જાની, અનિલ વ્યાસ, કપિલ ઓઝા, કેતન ભટ્ટી, ઘનશ્યામભાઈ, મુકેશ મહેતા, ભુપેન્દ્ર પંડ્યા, હિતેશ પરમાર, ધીરેન્દ્ર પ્રસાદ વગેરે તથા મહિલા વિંગમાં શ્રીમતી અવની ઓઝા સાથે ધમિષ્ર્ઠા થોરીયા, પુષ્પા ડોડીયા, હિના વ્યાસ, મુમતાજબેન, જયોતિ મહેતા, ફાલ્ગુની પરમાર, દયા રાનોલીયા, મીના દેત્રોજાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. ડો.એમ. રાઘવૈયા (જનરલ સેક્રેટરી એન.એફ.આઈ.આર.) અને શરીફ ખાન પઠાણ પ્રેસીડેન્ટ (વે.રે.મ.સ.)નો આભાર વ્યકત કરેલ હતો. આ બોનસની માંગણી સ્વીકારતા રેલ કર્મીઓમાં હર્ષનો માહોલ ફેલાયો હોવાનું યાદીમાં જણાવાયુ છે.

(4:13 pm IST)