Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ટીમ રાજકોટ ભાજપના મોરબીમાં ધામા : ડોર ટુ ડોર લોકસંપર્ક

રાજકોટ : આગામી તા.૩ના યોજાનાર મોરબી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બ્રીજેશભાઇ મેરજાને જંગી લીડથી વિજયી બનાવવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગવાનીમાં રહેર ભાજપ દ્વારા પ્રચાર-પ્રસાર કાર્યને વેગવંતુ બનાવવામાં આવી રહ્યું. મોરબી શહેરના વોર્ડ નં.૮,૯,૧૦ તથા ૧૧માં ભાજપના ઉમેદવાર બ્રીજેશભાઇ મેરજા દ્વારા ડોર-ટુ-ડોર લોકસંપર્ક યોજાયો હતો. આ તકે રાજકોટ મહાનગરના વોર્ડ નં.૧,પ,૮,૯૧૦ અને ૧રના કાર્યકર્તાઓ જોડાયા હતાં. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, અરવિંદ રૈયાણી, પુષ્કર પટલ, વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, નીતિન ભુત, પ્રદીપ ડવ,હીતેશ મારૂ લલીત વાડોલીયા, જયદીપસિંહ જાડેજા, નાગજીભાઇ વરૂ, રમેશભાઇ અકબરી, દીલીપ લુણાગરીયા, અશ્વિન પાંભર, કાથડભાઇ ડાંગર, મનુભાઇ પટેલ, માધવ દવે સહિતના સાથે બહોળી સંખ્યામાં લોકસંપર્કમાં જોડાયા હતાં. મોરબી શહેરમાં ભાજપના ઉમેદવાર બ્રીજેશભાઇ મેરજાને અભૂતપૂર્વ લોકસમર્થન મળી રહ્યાનું ભાજપ કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.

(4:12 pm IST)