Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિ અને સંશોધનોની શ્રેષ્ઠ કામગીરી બદલ આત્મીય યુનિવર્સિટી ફોર સ્ટાર રેન્કીંગ

ઈન્સ્ટીટ્યુશનલ ઈનોવેશન કાઉન્સીલ દ્વારા આત્મીય કોલેજને શ્રેષ્ઠ કોલેજનો એવોર્ડ

રાજકોટ, તા. ૨૨ : રાજકોટની આત્મીય યુનિવર્સિટીને તેના એક વર્ષની સંશોધન અને વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિને ધ્યાનમાં લઈ ઈન્સ્ટીટ્યુશન ઈનોવેશન કાઉન્સીલ એમએચઆરડી અને મીનીસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા ફોર સ્ટાર રેન્કીંગ આપવામાં આવ્યુ છે.

આત્મીય કોલેજમાં ચાલતી ઈનોવેશન સ્ટાર્ટઅપ - સંશોધનોની પ્રવૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા અધ્યાપકોના સહયોગથી ચાલે છે. લોકડાઉન દરમિયાન પેટન્ટ, ડ્રાફટીંગ, સ્ટુડન્ટ વ્યાખ્યાન, વેપાર માટે ઉત્સાહ સહિતની પ્રવૃતિઓની નોંધ લઈ એમએચઆરડી ઈન્સ્ટીટ્યુશનલ ઈનોવેશન કાઉન્સીલ દ્વારા ૨૦૧૯-૨૦ના વર્ષ માટે ૫માંથી ૪ સ્ટાર રેન્કીંગ પ્રાપ્ત થયુ છે.

આત્મીય યુનિવર્સિટીના મીકેનીકલ ડીપાર્ટમેન્ટના પ્રો.કેયુર પરમારને એમએચઆરડી દ્વારા ઇનોવેશન એમ્બેસેડર તરીકે ગુજરાત માટે નિયુકત કર્યા છે.

(4:10 pm IST)