Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

માધાપરમાં સુવિધા નહિ તો મતદાન નહિઃ વિસ્તારવાસીઓનો પોસ્ટર-થાળી-વેલણ સાથે વિરોધ

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનમાં માધાપર સહિત નવા પાંચ ગામ ભેળવવામાં આવ્યા છે. ૧  મહિનાથી વધુ સમય થયો હોવા છતાં વિસ્તારમાં રોડ-રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે માધાપર વિસ્તારવાસીઓ દ્વારા થાળી-વેલણ સાથેવિરોધ કરી તંત્રને જાગૃત કરવા પ્રયત્ન કર્યો છે. ઉપરાંત 'વિકાસ ઝંખે માધાપર', 'વિકાસ નહિ તો વટ નહીં', 'કમિશનરશ્રી મેયરશ્રી કયારે લેશો માધાપર ગામની મુલાકાત', 'માધાપર ગામના રહેવાસીઓને કયારે મળશે રોડ રસ્તા પાણી સહિતની સુવિાઓ', માધાપર ગામનો વિકાસ કયારે થશે ? સહિતના સુત્રો સાથેના પોસ્ટર પ્રદર્શિત કરવામાં આવ્યા હતો.

(4:10 pm IST)