Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ધો.૧૨ પૂરક પરીક્ષા પાસ કરનાર ૧૨૩૭ વિદ્યાર્થીઓનું ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ રજીસ્ટ્રેશન

ફાર્મસીમાં ૧૪૭૧ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન : ૨૬મીએ મેરીટલીસ્ટ જાહેર થશે

રાજકોટ, તા. ૨૨ : કોરોનાના કારણે ત્રણ માસ મોડી લેવાનાર ધો.૧૦ -૧૨ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ધો.૧૨ સાયન્સની પૂરક પરીક્ષા પાસ કરનાર ૧૨૩૭ વિદ્યાર્થીઓએ ડિગ્રી એન્જીનિયરીંગ કોર્ષમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.

ડિગ્રી એન્જીનિયરીંગમાં પ્રવેશ માટે એક રાઉન્ડ પૂર્ણ થયેલ છે. આ રાઉન્ડમાં માત્ર ૯૬૭૦૦ બેઠકો જ ભરાઈ છે. ફાર્મમાં અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ૧૪૭૧ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરેલ છે. ફાર્મસી ઈજનેરી કોર્ષમાં ૨૭૦૮ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થતા હવે તા.૨૬મીથી મેરીટલીસ્ટ જાહેર થશે. જેમાં ગુજરાત રાજયમાં ડિગ્રી ઈજનેરી કોલેજોમાં આડેધડ મંજૂરી આપી દેતા બે માર્કશીટ ધરાવતા વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જીનિયરીંગમાં પ્રવેશ આપવામાં આવ્યા પછી પણ બેઠકો ખાલી પડશે.

(4:09 pm IST)