Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ખેતીના બોગસ પ્રમાણપત્રો શોધવા તંત્રની ઝૂંબેશ

પ્રાંત અધિકારી દ્વારા સબ રજીસ્ટ્રાર પાસેથી ખેતીની જમીનના ખાતેદાર અંગેના રજુ કરાયેલ પ્રમાણપત્રો મંગાવાયાઃ કેટલાક કીસ્સામાં ગણોતધારાના કાયદા હેઠળના પ્રમાણપત્રો રજુ કરાયાની ચોંકાવનારી વિગતો ખૂલી

રાજકોટ તા.રર : ખેડૂત ખાતેદારોને ખેતીની જમીનનાં પ્રમાણપત્રો આપવાની સતા છેલ્લા ૧ મહીનાથી સરકારે સીટી પ્રાંત અધિકારીને સુપ્રત કરી દીધી છે.

ત્યારે હવે પ્રાંત અધિકારી દ્વારા અગાઉ ખેતીમાં બોગસ પ્રમાણપત્રો રજુ કરી ખેતીની જમીનના સોદા થયા છે. કે કેમ તેની તપાસ માટે ઝૂંબેશાત્મક કાર્યવાહી શરૂ કરાઇ છે.

આ અંગે સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળેલ વિગતો મુજબ પ્રાંત અધિકારીએ સબ રજીસ્ટ્રાર કચેરીઓ પાસેથી ખેડૂતોએ રજુ કરેલા ખાતેદારના પ્રમાણપત્રોની વિગતો મંગાવી છે.

જાણવા મળ્યા મુજબ સૌરાષ્ટ્રમાં ઘર-ખેડ દેશ-પ૪ કાયદો અમલ છે. જયારે ગુજરાતમાં ગણોતધારા હેઠળ કામગીરી થાય છે. ત્યારે કેટલાક કીસ્સામાંગણોતધારા હેઠળના પ્રમાણપત્રો રજુ કરાયાની ચોંકાવનારી વિગતો ખૂલી છે.

ત્યારે આવા બોગસ પ્રમાપત્રો શોધવા કવાયત શરૂ કરી છે.

નોંધનીય છે કે હવે ખેતીના દાખલા માટેની કામગીરી ઓનલાઇન થઇ ગઇ છે. અને પ્રમાણપત્રોની સતા પ્રાંત અધિકારીને સુપ્રત કરી ૧ મહીનામાં પ્રમાણપત્રો આપી દેવાની સુચનાઓ સરકારે આપી છે આથી હવે ખેતીના પ્રમાણપત્રોમાં વધુ પારદર્શીતા આવશે.

(4:08 pm IST)