Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

રાજકોટમાં કાયમી ઢબે આવા વાયરસ સામે લડવા ખાસ ર૦૦ બેડની હોસ્પીટલ તૈયાર રખાશે

કોરોના સમાપ્ત થયા બાદ કેન્સર હોસ્પીટલ કે સીવીલમાં આવી જગ્યા રખાશેઃ રેમ્યા મોહન

રાજકોટ તા. રરઃ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારો સમક્ષ મહત્વનો નિર્દેશ આપતા જણાવ્યું હતું કે, કોરોના સમાપ્ત થયા બાદ કોરોના કે આવા વાયરસ કે આવી કોઇ અન્ય બીમારી સામે લડત આપવા રાજકોટમાં કાયમી ઢબે ર૦૦ બેડની આવી હોસ્પીટલ ખાસ તૈયાર રખાશે, કે જેમાં જનરલ વોર્ડ ઉપરાંત  ICO-વેન્ટીલેટર-ઓકસીજન સહિતની સુવિધા હોય.

તેમણે કઇ હોસ્પીટલ આવી કાયમી ઢબે તૈયાર કરાશે તે અંગે તેમણે જણાવેલ કે આ હમણા માટેની વાત નથી. કોરોના સંપૂર્ણ સમાપ્ત થાય તે પછી એટલે કે અંદાજે ૬ મહિના બાદ આવી હોસ્પીટલ કાયમી ઢબે રહેશે, અને તે પણ કેન્સર હોસ્પીટલ કે જયાં ર૦૦ બેડની કોવીડ હોસ્પીટલ અથવા તો સિવીલ હોસ્પીટલ હોય શકે છે, હાલ કોઇ હોસ્પીટલ ફાઇનલ કરાઇ નથી, પરંતુ ૬ મહિના બાદ આવી બીમારી સામે લડત આપવા ર૦૦ બેડની કાયમી ઢબે હોસ્પીટલ રહેશે તે હકિકત છે.

(4:02 pm IST)