Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

કોરોનાં કાળમાં સાયકલ પ્રમોશન યોજના પુરપાટ દોડી

રાજકોટમાં ૧૧૮૬ લોકોએ સાયકલની સબસીડી લીધી

ર૦૧૯-ર૦ માં ૩૭૯ લોકોને ૧૦૦૦ની સબસીડીઃ આ વર્ષે જુલાઇથી આજ સુધીમાં ૧પ૦૦ લોકોની અરજીઃ ૩૦૦ અરજદારોને સબસીડી આપવાની બાકી

રાજકોટ તા. રર :.. દેશમાં સાયકલનો ઉપયોગ લોકો વધુમાં વધુમાં કરતાં થાય અને પર્યાવરણ શુધ્ધી સાથે જન આરોગ્ય પણ સુધરે એ હેતુથી સાયકલ પ્રમોશન યોજના ગત વર્ષથી અમલી બની છે. જે અંતર્ગત રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં જે વ્યકિતઓ 'મેક ઇન્ડિયા' સાયકલ ખરીદે તેને રૂ. ૧૦૦૦ ની સબસીડી આપવાની યોજના શરૂ કરી છે. જેને કોરોના કાળમાં જબરો પ્રતિસાદ મળ્યો છે. કેમ કે આ વર્ષ છેલ્લા ૪ મહીનામાં જ ૧પ૦૦ જેટલા વ્યકિતઓએ સાયકલ ખરીદી અને સબસીડી મેળવવા અરજી કરેલ છે જે પૈકી ૧૧૮૬ લોકોને સબસીડી અપાઇ ગઇ છે અને ૩૦૦ અરજી પેન્ડીંગ છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનમાંથી સતાવાર પ્રાપ્ત આંકડાકીય માહીતી મુજબ ગત વર્ષ ર૦૧૯ માં ૧પ ઓગષ્ટથી સાયકલ પ્રમોશન યોજના અમલી બનાવાયેલ અને વર્ષનાં અંત સુધીમાં ૩૭૪ વ્યકિતઓએ ૧૦૦૦ ની સબસીડીનો લાભ લીધો હતો.

જયારે ર૦ર૦ માં કોરોનાં સંકમણને કારણે લોકડાઉનની સ્થીતીને કારણે જૂલાઇ મહીનાથી સબસીડી આપવાનું શરૂ થયુ હતું અને આજ સુધીમાં ૧૧૮૬ લોકોને સબસીડી અપાઇ ચૂકી છે. જયારે ૩૦૦ અરજીઓ ઓડીટ માટે પેન્ડીંગ છે જે માટે બને તેટલી વહેલી તકે સબસીડી અપાય તેવા પ્રયાસો થઇ રહ્યા છે.

આમ જૂલાઇથી આજ સુધીમાં એટલે કે છેલ્લા ૪ મહીનામાં સાયકલ ખરીદનારાની સંખ્યા વધી હોવાનું દર્શાય છે. આથી કોરોના કાળમાં સાયકલની ખરીદી વધી હોવાનું દર્શાય છે. આથી કોરોના કાળમાં સાયકલની  ખરીદી વધી હોવાનું ફલીત થઇ રહ્યુ છે.

પ્રથમ પ૦૦૦ ને જ સબસીડી અપાશે

નોંધનીય છે કે સાયકલ પ્રમોશન યોજનામાં પ્રથમ પ૦૦૦ વ્યકિતઓને જ સાયકલ ખરીદી પર રૂ. ૧૦૦૦ ની સબસીડી આપવાની મર્યાદા રખાઇ છે.

સબસીડી મેળવવા માટેના નિયમો

સાયકલની સબસીડી મેળવવા માટે સરકારે જે નિયમો નકકી કર્યા છે.

તેમાં અરજદારે 'મેઇક ઇન ઇન્ડિયા' સાયકલ ખરીદી તેનુ જી. એસ. ટી. સાથેનું બિલ, કેન્સલ ચેક, રેશનકાર્ડ અને આધાર કાર્ડ અરજી સાથે રજૂ કરવાનું રહેશે.

(3:23 pm IST)