Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

રૂ. પાંચ લાખનો ચેક પાછો ફરતાં કંપનીના પાર્ટનર સામે ફરીયાદ

રાજકોટ, તા. રર :  રાજકોટની સમય ટ્રેડિંગ કંપની જે શેર માર્કેટમાં લોકોના પૈસા રોકાણ કરાવી ઉંચા ઇન્ટરેસ્ટ અને અન્ય લોભામણી સ્કીમો આપી અસંખ્ય લોકોના પૈસા રોકાણ કરાવી અને રાજકોટમાં નક્ષત્ર તથા અન્ય જગ્યાએ બ્રાંચો ખોલી ટુંકા સમયમાં ઘણા ગ્રાહકો ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી મેળવેલા અને છેલ્લે આ સમય ટ્રેડિંગ કંપનીએ આશિષ ક્રેડિટ કો-ઓપરેટીવ સહકારી મંડળી કરી રોકાણકારોને આશિષ ક્રેડિટની એફ.ડી. ચાલુ કરેલ અને આ પેહલા રોકાણકારોને રૂ. ૧૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરી નોટરી કરી રોકાણકાોરની મુળ રોકેલ રકમનો ચેક આપતા. જેથી માણસોએ વિશ્વાસ, ભરોસો મેળવે ત્યારબાદ છેલ્લા આઠ-નવા માસથી રોકાણકારોને કોઇ જ ઇન્ટરેસ્ટ  કે તેની મુડી પરત કરતા ન હોય જેથી રાજકોટમાં છબીલભાઇ રામજીભાઇ વાઘેલાએ સમય ટ્રેડિંગ કંપનીએ આપેલ ચેક રૂ. પ,૦૦,૦૦૦ નો ચેક પરત ફરતા સમય ટ્રેડિંગ કંપનીના પાર્ટનર પ્રદિપભાઇ ખોડાભાઇ દાવેરા સામે કોર્ટમાં ફરીયાદ કરેલ છે. આ કામે ફરીયાદી તરફે વકીલ અનિલ એલ. ટિમાણિયા રોકાયેલા છે.

(3:20 pm IST)