Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

માસ્ક પહેરો, સ્વસ્થ રહો- મસ્ત રહો

રાજકોટના અગ્રણી મનહરભાઈ મજીઠીયા કહે છે

રાજકોટઃ કોરોનાની મહામારી વચ્ચે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલના મીડીયા એન્ડ પી.આર. કન્સલ્ટન્ટ અને કે.એસ.પી.સી.ના માનદ મંત્રી અને અનેકવિધ સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા મનહરભાઈ મજીઠીયાએ લોકોને અપીલ કરતાં જણાવ્યું છે કે,રાષ્ટ્રના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોનાના સંક્રમણને અટકાવવા માટે અનેકવિધ પગલાઓ લીધા છે,રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી પણ લોકોના આોગ્ય માટે સતત ચિંતિત છે,ત્યારે મારે રાજકોટવાસીઓને કહેવું છે કે,લોકડાઉન ગયું છે, કોરોના નહી. અને તેથી જ આપણે સૌ વડાપ્રધાનશ્રી અને આપણા મુખ્યમંત્રીશ્રીની અપીલને માન આપીને માસ્ક અચૂક પહેરીએ. માસ્ક પહેરો, સ્વસ્થ રહો - મસ્ત રહો.

આપણે એક નાનું કામ કરવાનું છે. માસ્ક પહેરવાનું છે, વ્યકિત - વ્યકિત વચ્ચે બે ગજની દૂરી રાખવાની છે, અને સાબુથી વારંવાર હાથ સાફ કરવાના છે. આ બાબતે આપણે જરાપણ બેદરકારી ન દાખવીએ. તો આપણે કોરોનાથી અચૂક બચી શકીશું.

(3:20 pm IST)