Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

અર્વાચીન ગરબીઓના માઇકના અવાજ-વાહનોના ધુવાડા પ્રદૂષણથી મુકિત મળી

નવરાત્રી દરમિયાન પ્રાચીન અર્વાચીન ગરબીઓ બંધ રહેતા અનેક ફાયદાઓ પણ સામે આવ્યા !! : નવરાત્રીમાં મોડી રાત સુધી ઉજાગરા-ફાસ્ટફુડ બંધ થતા લોકોનું સ્વાસ્થ્ય પણ સુધર્યું :મધ્યમ વર્ગીય લોકોએ અર્વાચીન રાસોત્સવમાં જોડાવાથી એન્ટ્રી ફી, ટ્રેડ્રીશ્નલ ડ્રેસ પેટ્રોલ સહિતના ખર્ચ બચતા રાહત અનુભવી છે. : અર્વાચીન રાસોત્સવના આયોજન સ્થળ નજીકના રહીશોને ધ્વનિ પ્રદૂષણમાંથી મુકિત મળી છે. : ગરબીઓ બંધ રહેતા સૌથી વધુ લાભ પોલીસ કર્મચારીઓે ઓવર ટાઇમ ડ્યુટીમાંથી છુટકારો મળતા રાહત અનુભવી રહ્યા છે.: લોકમેળાઓ -યાત્રાધામો પર્યટન સ્થળો બંધ રહ્યા બાદ મહોરમ, ગણેશોત્સવ, નવરાત્રીની ઉજવણી બંધ રહેતા લોકો ઘેર જ રહેતા પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટવા સાથે પ્રદૂષણ પણ ઘટ્યું છે. પેટ્રોલનો વપરાશ ઘટતા સરકારને આયાત બીલમાં પણ ઘટાડો થયો છે.

રાજકોટ ,તા. ૨૨: વૈશ્વિક કોરોના મહામારીને કારણે સંક્રમણ વધે નહિ તે માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ રાજ્ય સરકારે પ્રાચિન-અર્વાચીન ગરબીઓ પર પ્રતિબંધ મુકતા ગરબીના આયોજકોમાં નારાજગી જોવા મળેલ પરંતુ ગરબીઓ બંધ રહેતા ઘણા ફાયદાઓ પણ જોવા મળી રહ્યા છે.

રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ગરબીઓ બંધ રહેતા નવરાત્રી દરમિયાન રાત્રે ૧૦ થી લઇને મોડી રાત્રી સુધી જે માઇક ચાલુ રહેતા તેના અવાજના પ્રદૂષણ, વાહનોના પ્રદૂષણથી લોકોને છુટકારો મળ્યો છે. અને લોકો ઘરની બહાર ન નીકળતા પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટતા સરકારને પણ આયાત બીલમાં મોટો આર્થિક લાભ થવા પામેલ છે.

આમ તો ચાલુ વર્ષમાં માર્ચ માસથી જ લોકડાઉનને કારણે લોકમેળા-ગણેશમહોત્સવ જેવા તહેવારો ન ઉજવાતા અને ધાર્મિક તેમજ પર્યટન સ્થળો બંધ રહેતા અનેક લોકો ફરવા જઇ શકેલ નથી કે શહેરોમાં પણ કાર્યક્રમો બંધ રહેતા શહેરમાં પ્રદૂષણ અને પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટતા સરકારને મોટો આર્થિક લાભ થઇ રહ્યો છે.

સામાન્ય સંજોગોમાં જો ગરબીઓ ચાલુ હોય ત્યારે ખાસ કરીને અર્વાચીન ગરબીઓના આયોજન સ્થળ નજીક રહેતા લોકો માટે માઇકના અવાજ તેમજ તેમના ઘર આસપાસ થતા વાહનોના પાર્કિંગથી ઉદ્ભવતી સમસ્યાથી છૂટકારો મળેલ છે.

નવરાત્રી દરમિયાન જો પરિવાર ગરબી જોવા જાય ત્યારે મોડી રાત્રીએ ઘેર આવતા સમયે ફાસ્ટફુડ ખાવાને લઇને તેમજ ઉજાગરાથી લઇને જે લોકોની તબીયત બગડતી હવે લોકો ચાલુ વર્ષે ગરબી બંધ રહેવાથી બહાર જ નીકળતા લોકોનું આરોગ્ય પણ જળવાય રહ્યું છે.

આવી જ રીતે અર્વાચીન ગરબીના આયોજનને લઇને  અમુક પરિવારોને દિકરીને અર્વાચીન ગરબીમાં મોકલતા ૧૦ દિવસની ફ્રી થી લઇને ડેઇલી અવનવા ડ્રેસીઝના ખર્ચ પેટ્રોલના ખર્ચ બચવા સાથે આર્થિક ખર્ચ પણ બચ્યો છે. તેમજ ગરબીમાં ગયેલ દિકરી રાત્રે પરત આવે ત્યાં સુધી તેની રાહ જોવી પડતી તેમાંથી છુટકારો મળ્યો છે. એકંદરે જોઇએ તો લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લઇને ગરબી બંધ કરવાનો નિર્ણય યોગ્ય હોવાનો મત લોકોએ વ્યકત કર્યો છે.

પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાંથી મુકિત મળતા ઘરે પરિવાર સાથે માતાજીની ભકિત કરી

જાહેરમાં થતી પ્રાચીન અર્વાચીન ગરબીઓ બંધ રહેતા વર્ષો બાદ

રાજકો,તા. ૨૨:  કોરોના સંક્રમણને નાથવા રાજ્ય સરકારે પ્રાચીન અર્વાચીન ગરબીના આયોજન પર પ્રતિબંધ મુકતા સૌથી વધુ આનંદ અને લાભ થયો હોય તો પોલીસ કર્મચારીને થવા પામેલ હોવાનું બહાર આવેલ છે.

સૌરાષ્ટ્ર ગુજરાતમાં વર્ષોથી પ્રાચીન અર્વાચીન ગરબીઓના મોટા-મોટા આયોજન થતા હોય સેંકડો ખેલૈયાઓ મોડી રાત સુધી રાસોત્સવની મજા મણતા હોય અને હજારોની સંખ્યામાં નગરજનો અર્વાચીન સ્થળે ગરબી જોવાનો આનંદ માણતા હોય છે.આમ નવરાત્રી દરમિયાન જીલ્લા તાલુકા અને શહેરમાં મોટે પાયે ગરબીના  આયોજન દરમ્યાન સૌરાષ્ટ્ર ગુજરાતમાં રાત્રીના ૯:૦૦ વાગ્યાથી જ સ્પેશ્યલ પોલીસ જવાનો તેમજ ટ્રાફિક પોલીસને ગરબીના સ્થળ નજીક તેમજ શહેરના મુખ્ય ચોક મુખ્ય રસ્તા પર ટ્રાફિક નિયંત્રણ માટે ફરજ સોંપવામાં આવતી હોય છે. આમ જ્યાં સુધી ગરબી બંધ ન થાય ત્યાં સુધી રાત્રીના ૧ થી ૨ વાગ્યા સુધી પોલીસ જવાનોને પણ પોતાની ફરજ બજાવવી પડતી હોય છે.વર્ષો પછી ચાલુ વર્ષે તમામ પ્રકારની ગરબીઓ બંધ રહેતા ગરબીના સ્થળે કે બજારો મુખ્ય ચોકમાં ટ્રાફિક નિયંત્રીત રહેતા પોલીસ જવાનોને રાત્રીના સમયે વધારાની ફરજ સોંપાઇ નથી દરેક ગામ શહેરોમાં નવરાત્રી હોવા છતાં કોઇ વાહનોની લોકોની મોટી સંખ્યામાં ચહલ પહલ જોવા મળતી નથી.

આમ વર્ષો પછી નવરાત્રીનું આયોજન મોકુફ રહેતા પોલીસ જવાનોને રાત્રીના સમયની વધારાની ડ્યુટીમાંથી મુકિત મળતા આ વર્ષે પોલીસ કર્મચારીઓએ નવરાત્રીના દિવસે પણ પોતાના ઘરે પરિવાર સાથે રહીને ઘરેજ માતાજીની ભકિત (આરાધના) કરી વર્ષો પછી પરિવાર સાથે નવરાત્રીના પર્વમાં ઘરે રહેવાનો આનંદ માણતા બેહદ ખુશીનો અહેસાસ વર્ષો પછી પોલીસ પરિવારને થયો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે નવરાત્રી પહેલા પણ ગણેશોત્સવ, મહોરમ પર્વ, સંવત્સરી જેવા અનેક ધાર્મિક કાર્યો તેમજ લોક મેળાઓ પણ બંધ રહેતા આવા દરેક તહેવાર પર કાયમી પરિવારથી દૂર પોતાની ફરજ બંદોબસ્તમાં રોકાતા પોલીસ કર્મચારીઓને સાતમ આઠમ, ગણેશમહોત્સવ, મહોરમની ઉજવણીની બંદોબસ્તમાંથી મુકિત મળતા પોલીસ કર્મચરીઓએ ઘણી બધી રાહતની લાગણી અનુભવી છે.

અહેવાલ

કિશોર કારીયા

(3:19 pm IST)