Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

મોટા મવાના મયુર શીંગાળા હત્યા કેસમાં ગાંડુ ભુરાની માનવતાની જામીન અરજી રદ

રાજકોટ તા. રરઃ રાજકોટના ચર્ચાસ્પદ મોટામવા ગામના સરપંચ તથા રાજકીય અગ્રણી મયુર શીંગાળાના ખુનના આરોપસર છેલ્લા અગીયાર-બાર વર્ષથી જેલ હવાલે રહેલ ગાંડુ ભુરાએ જુદી-જુદી બીમારીઓથી શારીરીક અશક્ષમતાનું કારણ આગળ ધરી માનવતાના ધોરણે જામીન મુકત કરવા કરેલ વચગાળાની જામીન અરજી રાજકોટના મહે. સેશન્સ જજે નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

બનાવની હકીકત જોઇએ તો મોટામવા ગામના સરપંચ ગુજરનાર મયુર તળશીભાઇ શીંગાળાનું ખુન તા. ૧૮-૧૧-૦૯ના રોજ તેના જ ગામના આરોપીઓ (૧) ગાંડુ ભુરાભાઇ (ર) મહેશ ગાંડુભાઇ (૩) ઉતમ ગાંડુભાઇ (૪) વજીબેન વા/ઓ ગાંડુભાઇ (પ) હંસા ઉર્ફે હેમા ડો/ઓ ગાંડુભાઇ (૬) લતા ઉર્ફે ટીની ડો/ઓ ગાંડુભાઇ (૭) વીનુ ઉર્ફે દેવજીભાઇ પુંજાભાઇ (૮) જયેશ વીનુભાઇનાઓએ પુર્વયોજીત કાવત્રુ રચી ગેરકાયદેસર મંડળી બનાવી સમાન હેતુ પાર પાડવા ગુજરનારનું ખુન કરી ગુજરનારના શરીર પરના દાગીના તથા મોબાઇલ સહીતની લુંટ કરી નજરે જોનાર સાહેદોને મુંઢ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી તીક્ષ્ણ પ્રતીબંધીત હથીયાર ધારણ કરી પોલીસ કમિશ્નરશ્રીના જાહેરનામાનો ભંગ કરી ગુનો આચર્યા સબંધેની મોટામવા રહીશ ગુજરનારના ભાઇ ભરત તળશીભાઇ શીંગાળાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ.

ઉપરોકત આરોપીઓ પૈકી આરોપી ગાંડુ ભુરા વકાતરે જુદી જુદી બીમારીઓના કારણે પોતાની દૈનિક દિનચર્યાનું કામ જાતે કરી શકતા ન હોય, વૃધ્ધ હોય, જવાબદાર હોય આર્થિક સંકડામણ હોય વચગાળાના જામીન પર મુકત કરવા અરજી ગુજારેલ જેને કોર્ટે રદ કરી હતી.

ઉપરોકત કામમાં મુળ ફરીયાદી ભરત શીંગાળા વતી રાજકોટના એડવોકેટ સુરેશ આર. ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, રવી ઠુંમર, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા તથા સ્પેશ્યલ પી.પી. નીરંજન એસ. દફતરી તથા ભાવીન દફતરી, પથીક દફતરી, દિનેશ રાવલ રોકાયેલ હતા.

(3:18 pm IST)