Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

લાયસન્સ વગર હર્બલ પ્રોડકટ બનાવતી 'પ્યોર ફુડ' કંપનીમાં દરોડા : ૮.ર૧ લાખનાં જયુસ-હેલ્થ ડ્રીંકસનો જથ્થો સીઝ

કોરોના કાળમાં લોકોને છેતરવાનું કારસ્તાન ઝડપાયુ : ગોંડલ રોડ મારૂતિ ઇન્ઙ એરિયામાં આવેલ કંપનીમાં ફુડ ઇન્સ્પેકટરોએ ચેકીંગ હાથ ધરતાં વિગતો ખુલ્લીઃ રૂટસ બેરી 'ગોવિંદ-૯૦' ઇમ્યુનિટી હર્બલ જયુસની ૧૩૩૦ બોટલો અને 'રૂટસબેરી ફેમી રૂટસ-૩૦' વુમન હેલ્થ એન્ડ ન્યુટ્રી ડીંકલની ૬પ હજારનો જથ્થો સીલ કરાયો

રાજકોટ,તા. ૨૨: શહેરમાં કોઇ પણ જાતના લાયસન્સ વગર કોરોના કાળનો લાભ લઇને હેલ્થ ડ્રીકસ તથા ઇમ્યુનિટી ડ્રીકસ વેચવાનું જબરૂ કારસ્તાન મ.ન.પા.ન ફુડ વિભાગે ઝડપી લીધુ છે.

આ અંગે આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવ્યા મુજબ 'રૂટ્સબેરી કન્સેપ્ટ પ્રાઇવેટ લીમીટેડ' ના નામે ગોંડલ રોડ ઉપર આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં 'પ્યોર ફૂડસ' પેઢીના નામે માલિક જયેશભાઈ બી. રાદડિયા દ્વારા જુદી જુદી હર્બલ, કોસ્મેટીક, આયુર્વેદિક તથા કેમિકલ પ્રોડકટસનું ઉત્પાદન તથા પેકિંગ કરવામાં આવે છે.

ઉપરોકત સ્થળ પર ફૂડ વિભાગની ટીમ દ્વારા સ્થળ તપાસ તથા ચકાસણીની IGTOW વિગતોએ સ્થળ પર કોઈપણ જાતના નિયમો તથા જરૂરી લાઇસન્સ વગર હર્બલ, આયુર્વેદિક, કોસ્મેટીક તથા કેમિકલ પ્રોડકટ્સનું ઉત્પાદન તથા પેકિંગ કરવામાં આવતું હતું.

'પ્યોર ફૂડસ'ના માલિક જયેશભાઈ બી. રાદડિયા દ્વારા પર્ણકુટી સોસાયટી નાના મૌવા રોડ સ્થળનું ફૂડ રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ છે. આ રજીસ્ટ્રેશનમાં હર્બલ જયુસ કે ખાદ્ય સામગ્રીનો કોઈ ઉલ્લેખ કરેલ નથી.

સ્થળ તપાસમાં જોવા મળેલ વિસંગતતાઓ

ઉત્પાદન કેન્દ્રના સ્થળનું માં ફૂડ લાઇસન્સ મેળવેલ ન હોવા છતાં પણ ફૂડ પ્રોડકટ્સનું ઉત્પાદન સાથે ન્યુટ્રાસ્યુટીકલનું ઉત્પાદન ગેરકાયદેસર કરવામાં આવતું પ્રોડકશન યુનિટની કોઈ પણ પ્રોડકટનું FSSAI અન્વયે  'પ્રોડકટ એપ્રુવલ' મેળવેલ નથી.

સ્થળ ઉપર ઉત્પાદન કરાતી અને FSSAIના રજીસ્ટ્રેશનનો ઉપયોગ કરી વેચાતી નીચે દર્શાવેલ બે પ્રોડકટસના સેમ્પલ તથા શંકાસ્પદ જથ્થો સીઝ કાર્યની વિગતો નીચે દર્શાવ્યા મુજબની છે.

(૧) રૂટ્સબેરી 'ગોવિંદ-૯૦', ઈમ્યુસ્ટ હર્બલ જયુસઃ (૧૫ મી.લી. પેક) ૧૩૩૦ બોટલ – અંદાજીત કિમત રૂ. ૭,૯૬,૬૭૦/-

(૨) રૂટ્સબેરી 'ફેમી રૂટ્સ ૩૦', વુમન હેલ્થ એન્ડ ન્યુટ્રી ડ્રીંકઃ   (૩૦૦ ગ્રામ પેક) ૬૫ હજાર – અંદાજીત કિમત રૂ. ૩૫,૭૫૦/-

ઉપરોકત બંને પ્રોડકટનો FSSAIઅન્વયે  નમુના  લેવામાં આવેલ છે તથા સ્થળ પર જથ્થો સીઝ કરવામાં આવેલ છે.

વિશેષમાં આરોગ્ય અધિકારીએ જણાવેલ કે 'ગોવિંદ-૯૦', ઈમ્યુસ્ટ હર્બલ જયુસએ કોરોના માટે ગેરમાર્ગે દોરનાર અને ફૂડ પ્રોડકટ કે  દવા પ્રોડકટ તરીકે માન્યતા ધરાવતી નહી હોવા છતાં , મીસલીડીંગ છે. કોવીડ-૧૯ ના બદલે ગોવિંદ-૯૦ તેવા છેતરામણા શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. બોકસ ઉપર કોરોના વાઈરસનો ફોટો દર્શાવવામાં આવેલ છે. આ ગોવિંદ-૯૦ હર્બલ જયુસ ફૂડ પ્રોડકટ કે દવા અંગેના કોઈ સ્ટાન્ડર્ડ ધરાવતું નથી કે FSSAI ના નિયમો કે ડ્રગના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. વેચાણ પ્રોડકટના બોકસ ઉપર આરોગ્ય વિષયક જાહેરાત તથા રોગનો ઉપયોગ વિષે દર્શાવેલ છે, જે મીસલીડીંગ કે છેતરામણી દર્શાવે છે.  વેચાણ પ્રોડકટ હર્બલ જયુસ ખાદ્ય સામગ્રી હોવા છતાં દવાની જેમ ઉપયોગમાં લેવા દર્શાવેલ છે અને ખાદ્યસામગ્રીનો નાકના ટીપા તરીકે ઉપયોગ ન દર્શાવી શકાય. ફૂડ પ્રોડકટ હોવા છતાં દવા તરીકે 'અસીમ્પટોમેટીક, માઈલ્ડ તથા મોડરેટ દર્દી ઉપયોગ કરી શકે તેમ દર્શાવેલ છે. સાવ ઝીણા અક્ષરે આ પ્રોડકટની મંજુરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આપેલ નથી, તેવું લખેલ છે, જે ગંભીર છેતરામણી છે. પ્રોડકટની ન્યુટ્રીશન વેલ્યુ કોઈ પણ જાતના લેબ પરીક્ષણ વિના દર્શાવેલ છે. પ્રોડકટની કીમત ૫૯૯/- રૂ. દર્શાવેલ છે. પ્રોડકટના FSSAIનંબર દર્શાવેલ છે, જેમાં જયુસ અંગેની મંજુરી લીધેલ નથી. આ પ્રોડકટના માર્કેટિંગ માટે સોશ્યલ મીડિયા જેવા ફેસબુક, વોટ્સએપ, તેમજ જાહેર સ્થળોએ મોટા હોર્ડિંગ બોર્ડસમાં પબ્લીકને ગેરમાર્ગે દોરાય તેવા મેડીસીનલ/હેલ્થ બેનીફીટ અંગેના કલેઈમ પણ કરવામાં આવેલ છે, જેથી સદર ખાદ્યપદાર્થનું પબ્લીકને ઉંચી કિમતે વેચાણ કરી શકાય. આ પ્રોડકટ ઉપર અન્ય સ્થળનું અન્ય કેટેગરી માટેનું લીધેલ ફૂડ રજીસ્ટ્રેશનના નંબર તથા FSSAIલોગોનો દુરઉપયોગ કરેલ છે.

હાલની કોરોનાની મહામારીમાં કોરોનાને અટકાવવા કે સારવારના ભાગરૂપે છેતરામણી જાહેરાત, છેતરામણા શબ્દો, દ્વિઅર્થી કે ભળતા શબ્દોનો ઉપયોગ દ્વારા પ્રોડકટનું ઉત્પાદન તથા વેચાણ કરવામાં આવે છે. FSSAI૨૦૦૬ ની કલમ-૫૩ મુજબ આવી મિસલીડીંગ હોવા અંગે  રૂ.૧૦ લાખ સુધીના દંડની જોગવાઈ કરેલ છે.

(3:05 pm IST)