Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

કુરીયર સર્વિસ ક્ષેત્રે 'નેશનલ લીડર'ની નામના હાંસલ કરનાર મારૂતી કુરીયર સર્વિસીઝનો ૩૬માં વર્ષમાં પ્રવેશ

દેશના તમામ શહેરમાં ગેટ-વે અને ઇમ્પોર્ટ-એકસપોર્ટ ફેસીલીટીઃ ૪૦૦ થી વધુ ચેનલ પાર્ટનર

રાજકોટ, તા., ૨૨: ગુજરાતના ઉદ્યોગકારોનું નામ આજે દેશમાં જ નહી વિશ્વમાં પણ ગુંજી રહયું છે. ગુજરાતનાં ઉદ્યોગ સાહસીકોમાં પથ્થરમાંથી પાણી કાઢવા જેટલી શકિત છે તેના કારણે જ આજે ગુજરાતના ઉદ્યોગકારો વિશ્વભરમાં સારી નામના ધરાવે છે. આવા જ એક ઉદ્યોગ સાહસીક છે મારૂતી કુરીયર સર્વિસીઝ પ્રા.લી.ના ફાઉન્ડર ચેરમેન શ્રી રામભાઇ મોકરીયા. શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝે આજે ૩૬માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

 

વિજયાદશમી તા.રર-૧૦-૧૯૮પના રોજ પોરબંદર મુકામે મારૂતી ટ્રાવેલ્સ એન્ડ કાર્ગોના નામે નાની પેઢી સ્વરૂપે વ્યવસાયના શ્રી ગણેશ કરેલ. તા.રર-૧૦-ર૦ર૦ના  રોજ શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝ પ્રા.લી. ૩પ વર્ષ સફળતાપુર્વક પુર્ણ કરીને ૩૬માં વર્ષમાં ધમાકેદાર પ્રવેશ કરી ચુકેલ છે.

શ્રી રામભાઇ મોકરીયાએ શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝ પ્રા.લી.નાશ્રી ગણેશ કર્યા અને ત્રણ દશકામાં કંપનીને રાષ્ટ્રીય સ્તરે નામાંકીત કરી, ભારતમાં મોર્ડન કુરીયર સર્વિસનો ટ્રેન્ડ શરૂ કરી ફ્રેન્ચાઇઝી મોડેલને સકસેસફુલ બનાવ્યો.

હવે તેમના બન્ને યુવાન સુપુત્રો ચિ.અજય મોકરીયા (એમડી) અને ચિ.મૌલીક મોકરીયા (જોઇન્ટ એમ.ડી.) વૈશ્વીક વિકાસ માટે કટીબધ્ધ છે. દુરંદેશીપુર્વક કંપનીને વૈશ્વીક સ્તરે લઇ જવા તત્પર છે. તેઓ બન્ને કુરીયર અને કાર્ગો સર્વિસની ટેકનોલોજીનો બહોળો ઉપયોગ કરીને ઇન્ડીયન કસ્ટમર્સને ઇન્ટરનેશનલ કવોલીટી સર્વિસ આપવામાં સફળ રહયા છે. જે ગતીએ રામભાઇ આ બિઝનેશમાં આગળ છે તેનાથી બમણી ગતીથી કંપનીને નવી ઉંચાઇએ લઇ જવાનું બીડુ તેમના પુત્રોએ ઝડપ્યું છે.

ભારતભરમાં ર૬ સ્ટેટમાં ઇન્ટરનેટ કનેકટેડ ફુલ્લી કોમ્પ્યુટરાઇઝડ ર૬૦૦+ આઉટલેટ, ૧પ૦૦૦+ યુવા કર્તવ્યનિષ્ઠ સ્ટાફ સાથે ઇન્ટરનેશનલ સર્વિસ કવોલીટી સર્વિસ, ડીજીટલ ડીલીવરી સીસ્ટમ સાથે દેશની સર્વ પ્રથમ નંબર ૧ કુરીયર કંપની છે. કુરીયર ક્ષેત્રે ૩પ વર્ષનો યશસ્વી લેન્ડમાર્ક સર કરનાર એકમાત્ર ઇન્ડીયન કુરીયર કંપનીનું શ્રેય શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝ પ્રા.લી.ને ફાળે જાય છે. જે માત્ર ગુજરાતનું જ નહીં પણ ભારતનું ગૌરવ છે. 'મારૂતી' એ કુરીયર સર્વિસનો પર્યાય બની ચુકયો છે.

કંપનીએ નિર્ધારેલ મીશન-ર૦ર૦ નેટવર્ક એકસપાન્શન પ્લાન અનુસાર ગત વર્ષ દરમ્યાન ૪૦૦ થી વધુ ચેનલ પાર્ટનરની નિમણુંક કરીને નેટવર્ક એકસપાન્શન કરેલ છે. તેના દ્વારા કસ્ટમર્સને નવા લોકેશન માટે વિશ્વસનીય સર્વિસ અને સુવિધા પ્રાપ્ત થઇ છે. ઉપરોકત ૪૦૦ નવા લોકેશન સાથે કંપની ભારતભરમાં ટોટલ ર૬૦૦+ લોકેશનમાં સર્વિસ આપી રહી છે.

કુરીયર સર્વિસ ક્ષેત્રે કંપનીનું નામ આજે 'નેશનલ લીડર' તરીકે લેવાય છે. રેલ્વે લીઝ અને એરલાઇન્સ સાથે ટાઇઅપ કરેલ છે. ગુજરાતના તમામ ઇન્ટીરીયર રૂટ અને મેજર રૂટ પર સ્વતંત્ર કાર્ગો વ્હીકલ વ્યવસ્થા છે. નોર્થમાં અમૃતસરથી લઇને સાઉથમાં કોચીન સુધી કંપનીના સ્વતંત્ર કાર્ગોવ્હીકલ્સ દોડે છે. કોરોનાને લીધે વિશ્વભરમાં મંદીનો માહોલ છે તેવા ક્રિટીકલ સમયમાં પણ શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝ સાથે મંથલી ૧૦૦૦+ નવા કલાયન્ટ અને ૧૦૦+ નવા ચેનલ પાર્ટનર જોડાઇ રહ્યા છે. આ સકસેસકુલ એકસપાનશન તેમનામાં કંઇક 'વૈશ્વિક' અને 'વિશેષ' હોવાની સાક્ષી પુરે છે.

ટીમ અને ટેકનોલોજી શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝ પ્રા.લી.મહત્વના આધાર સ્તંભ છે કોઇપણ કંપનીને ટોચ ઉપર લઇ જવી હોય તો તેના માટે ટીમ વર્ક અને ટેકનોલોજી અત્યંત જરૂરી છે તેના માટે મેનેજીંગ ડીરેકટર શ્રી અજય મોકરીયાએ કોઇ જ કસર છોડેલ નથી.

શ્રી રામભાઇએ શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝ પ્રા.લી.ની ટીમના દરેક સભ્યોને કર્મયોગનું શિક્ષણ આપ્યું. સમાજમાં સામાજીક, આર્થિક અને શૈક્ષણિક ક્રાંતિનું નિર્માણ કરેલ છે આ યુવાનોને આજે શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝ પ્રા.લી.ની સાથે જોડીને ઇન્ડિયામાં મેજર સીટીમાં બિઝનેશમેનનું સ્ટેટસ અપાવ્યું છે. તેમની ભાવિ પેઢીને વર્લ્ડ કલાસ એજયુકેશન પ્રાપ્ત થઇ રહ્યું છે. આ ભાવિ યુવા પેઢી વિકસતા ભારતમાં પોતાનું યોગદાન આપી વર્લ્ડ કલાસ રેવોલ્યુશનમાં પોતાના કદમ અચુક મિલાવશ.

ઇન્ટરનેશનલ કુરીયર બિઝનેશ એકસપાન્શન માટે કેપની છે યુ.કે. માં કંપનીની ઓફીસનો શુભારંભ કરેલ છે આ વર્ષ દરમ્યાન ઇન્ટરનેશનલ વર્ટીકલને અપગ્રેડ કરવામાં આવેલ છે. હાલમાં ઇન્ડિયાના તમામ મેટ્રો સીટીથી ઇન્ટરનેશનલ કનેકશન તેમજ ઇમ્પેલ એન્ડ એકસપોર્ટ સેલીંગ સાથે મીનીમમ ડોકયુમેન્ટથી હેવી શીપમેન્ટ માટે ઇન્ટરનેશનલ સર્વિસ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

માન.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની રાહબરી હેઠળ ભારત વિશ્વભરમાં આર્થિક મહાસતા તરીકે ઉભરી રહ્યું છે. વિકસતા ભારતની કે મીલીયન ઇકોનોમીક સાથે ઇન્ડિયન લોજીસ્ટીક ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ શરૂ થઇ ચુકી  છે તેની સાથે કદમ મિલાવવા શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝ પ્રા.લી. દ્વારા એકસપ્રેસ કાર્ગોસર્વિસનો પ્રારંભ કરવામાં આવેલ છે પ્રારંભના પહેલા જ વર્ષે ભારતભરમાં ૭૦૦૦+ પીનકોડમાં એકસપ્રેસ કાર્ગોની ડોર ટુ ડોર ડીલીવરી શરૂ થઇ ચુકી છે.

પર્યાવરણ બચાવોની ઝુંબેશમાં સુર પુરાવવા માટે ''ગો ગ્રીન''ના સ્લોગન સાથે કંપનીએ ડીઝીટલ ડીલેવરીનો કન્સેપ્ટ શરૂ કરેલ છે. ડીજીટલાઇઝેશનના આ સમયમાં કસ્ટમસ્ર્ની રીકવાયરમેન્ટને અનુલક્ષીને ઇ-બુકીંગ સાથે કોલ પીકઅપ સુવિધાનો પ્રારંભ કરેલ છે. વધુ ઝડપી ડીલીવરી માટે ફિલ્ડ સ્ટાફને કંપની દ્વારા ઇ-બ્રાઇકસ પ્રોવાઇડ કરવામાં આવેલ છે. જે કન્સેપ્ટને ''મારૂતી માર્શલ્સ'' ના નામે ઓળખવામાં આવે છે.

કોરોનાની વૈશ્વિક મહામારી દરમ્યાન કેન્દ્ર સરકારશ્રી ના સુચના અનુસાર ૧પ૦૦૦+ ''મારૂતી કોરોના વોરીયર્સ'' દ્વારા તા. ૧પ-૪-ર૦ર૦ થી જ કુરીયર સર્વિસનો પુનઃ પ્રારંભ કરી દીધેલ. લોકડાઉન ઓપન થવાની શરૂઆતના તબક્કે જ કોરોના પ્રોટોકોલના ચુસ્ત અમલ સાથે ટીમની અને કસ્ટમર્સની સલામતી જાળવીને કુરીયર સર્વિસ શરૂ કરેલ અને કંપનીને મળેલ નંબર ૧નું બિરૂદ સાર્થક કરેલ.

કંપનીએ બિઝનેશની સાથે સાથે દેશ અને સમાજ પ્રત્યેની જવાબદારી પણ નિભાવેલ છે. ભૂતકાળમાં સુરતનો પ્લેગ, કચ્છનો ધરતીકંપ, પોસ્ટની હડતાળ, પુલવામા એટેક જેવી કુદરતી કે માનવસર્જીત આફતો વખતે કંપનીએ દેશને આર્થિક અને સેવાકીય યોગદાન પુરૂ પાડેલ છે. કોરોનાની વૈશ્વિક બિમારી દરમ્યાન કંપનીએ ભારતની જનતાને સેવા કાજે પીએમ કેરસ ફંડ  અને ગુજરાત ના મુખ્યમંત્રીશ્રીના રીલીફ ફંડમાં ફુલ રૂ. ૧,ર૬,૯૦,૦૦૦/- (અંકે રૂપિયા એક કરોડ છવ્વીસ લાખ નેવું હજાર પુરા) અર્પણ કરેલ હતા. તેમાં શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝ પ્રા. લી. કંપનીના કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે અર્પણ કરેલ તેમના એક દિવસના વેતનની રકમનો પણ સમાવેશ થાય છે.

૩૬માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે શ્રી રામભાઇ મોકરીયા, અજયભાઇ મોકરીયા, મૌલિકભાઇ મોકરીયા તથા શ્રી મારૂતી કુરીયર સર્વિસીઝ પ્રા. લી. પરિવાર ચેનલ પાર્ટનર અને માનવંતા ગ્રાહક મિત્રોનો હાર્દિક આભાર વ્યકત કરેલ છે. ભવિષ્યમાં પણ તેમના તરફથી પૂર્વવત સહયોગ મળતો રહેશે એવી અપેક્ષા પણ રાખેલ છે ડોમેસ્ટીક કુરીયર સર્વિસ ઉપરાંત કંપનીને એકસપ્રેસ કાર્ગો અને ઇન્ટરનેશનલ સર્વિસની કવોલીટીની ખાતરી આપે છે. કસ્ટમર્સને એકસપ્રેસ કાર્ગો અને ઇન્ટરનેશનલ સર્વિસનો લાભ લેવા અપીલ કરાઇ છે.

(12:58 pm IST)