Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

શનિવારે નરેન્દ્રભાઇ રોપ-વેનું લોકાર્પણ કરવાના હોય રાજકોટ વીજ તંત્રના ટોચના અધિકારીઓ જુનાગઢમાં

એમડી શ્રી શ્વેતા તવેટીયા-ચીફ ઇજનેર ગાંધી-કોઠારીને ખાસ દોડાવ્યા

રાજકોટ, તા., ૨૨: આગામી શનિવારે ર૪ મીના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ગીરનાર રોપ-વેનું સવારે લોકાર્પણ કરનાર છે.

તળેટીથી અંબાજી સુધી પ હજાર પગથીયાની ટુંક સુધી કોન્ટ્રાકટર કંપનીએ રોપ-વે બનાવ્યો છે. તેનું ટ્રાયલ પણ સફળ થયું છે અને આ સાથે વડાપ્રધાનનું સપનું  પણ સાકાર થયું છે.

દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના હસ્તે સવારે આ રોપ-વેનું લોકાર્પણ થનાર હોય તમામ તંત્રો આ કાર્યક્રમ સફળતાથી પાર પડે તે માટે હાઇ એલર્ટ બની ગયા છે.

વડાપ્રધાન દિલ્હીથી સ્વીચ દબાવી લોકાર્પણ કરશે. પરંતુ આ બાબતે વીજ પુરવઠો સંપુર્ણ કાર્યાન્વીત રહે અને કોઇ મુશ્કેલી ન ઉદભવે તે સંદર્ભે રાજકોટથી ટોચના અધિકારીઓને શનિવારે ખાસ ડયુટી સોંપાઇ છે.

એમડી શ્રી શ્વેતા તવેટીયા, ઉપરાંત ચીફ ઇજનેરશ્રી ગાંધી, ચીફ ઇજનેર શ્રી કોઠારી તથા અન્ય અધિકારીઓને જુનાગઢ દોડાવાયા છે.

આ પહેલા વીજ બોર્ડના ચેરમેન તથા અન્ય ડાયરેકટરો પણ રોપ-વે વીજ લાઇન સહીતની બાબતોનું નિરીક્ષણ કરી ચુકયા છે.

(12:57 pm IST)