Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

રાજકોટ જીઇબીની આવક વધવા માંડી : દર મહિને નવા ૧૯૦૦ કનેકશનો

લોકડાઉન-કોરોનાની અસર દૂર થઇ : કુલ ૧૯ સબ ડિવીઝનમાં રૈયા-નાનામવા-મવડી- રૈયા રોડ પર વધુ ડીમાન્ડ : દર મહિને વીજ યુનિટ વપરાશની આવક પણ પહેલા જેવી થઇ ગઇ : ૧ર૦ કરોડે આવક પહોંચી : નવા ર૦માં સબડિવીઝન માટે પણ દરખાસ્ત : માધાપર સબ ડિવીઝનના ભાગલા થશે : મોરબી રોડ ઉપર ર૦ મુ નવુ સબડિવીઝન બનશે

રાજકોટ, તા. ર૧ :  કોરોના-લોકડાઉનને કારણે પીજીવીસીએલની સ્થિતિ ભારે ખરાબ થઇ ગઇ હતી, એમાં પણ ત્રણ મહિના બીલીંગ પરીયડ અનિયમિત થઇ જતા આવકમાં કરોડોનું ગાબડુ પડયું હતું, પરંતુ હવે સ્થિતિ પહેલા જેવી રાબેતા મુજબ થઇ ગયાનું ટોચના વીજ અધિકારી સુત્રોએ આજે ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

તેમણે રાજકોટ વીજ તંત્રની વિગતો આપતા જણાવેલ કે હવે રાજકોટ વીજતંત્રની આવક વધવા માંડી છે. કોર્મશીયલ-રેસીડન્સ અને ઔદ્યોગિક વિસ્તારો કારખાના-કંપનીઓ ધમધમવા માંડતા પહેલા જેવા જ વીજ મીટરો ફરવા માંડ્યા છે, લાઇટો બળવા માંડી છે, અને તેના પરિણામે પહેલા જેવી સ્થિતિ થઇ જતા રાજકોટ વીજ તંત્ર કે જેની નીચે ૧૯ વીજ સબ ડિવીઝન આવે છે તેની દર મહિને આવક  ૧ર૦ કરોડે પહોંચી છે, ટારગેટ સરભર કરી લેવાયો છે અને ઇજનેરો-અધિકારીઓએ હાશકારો મેળવ્યો છે.

તેમણે જણાવેલ કે કોરોના -લોકડાઉન દરમિયાન નવા વીજ કનેકશનનો ડીમાન્ડ માંડ ૧૦ ટકા થઇ ગઇ હતી તે પણ હવે સરભર થવા માંડી છે, ફુલ ૧૯ વીજ સબ ડિવીઝનમાં ડીવીઝન દીઠ દર મહિને ૧૦૦ ... તેથી વધુ એટલે કે ૧૯૦૦ થી ર હજાર વીજ કનેકશનનો ૧૯ સબ ડિવીઝન વચ્ચે અપાઇ રહ્યા છે.

અધિકારી સુત્રોએ જણાવેલ કે નાના મવા મોટા મવા-રૈયા રોડ -મવડી વિસ્તારોમાં ઉભા થઇ રહેલા હાઇરાઇઝ બીલ્ડીંગોને કારણે આ વિસ્તારમાં દર મહિને ર૦૦ થી ૩૦૦ નવા વીજ કનેકશનોની ડીમાન્ડ આવી રહી છે, તો જુના રાજકોટના એવરેજ ૧૦૦ કનેકશનોની ડીમાન્ડ છે.

નવા સબડિવીઝન અંગે તેમણે જણાવેલ કે બાય ફરકેશન માટે દરખાસ્ત ચાલુ જ છે, માધાપર સબ ડિવીઝનનું બાય ફરકેશન કરવા, બે ભાગ કરવા દરખાસ્ત કરાઇ છે , જે મંજુર થયે મોરબી રોડ ઉપર રાજકોટનું નવુ ર૦મુ સબ ડિવીઝન બનશે, હવે દર મહિને વીજ વપરાશ યુનિટ પણ પહેલા જેવો થઇ ગયો છે.

(3:57 pm IST)