Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

કિડની હોસ્પીટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશનઃ અતિઆધુનિક સારવાર રાહતદરે ઉપલબ્ધ

રાજકોટ તા. રર : છેલ્લા ૧૬ વર્ષથી કાર્યરત બી.ટી.સવાણી કિડની હોસ્પીટલ, કિડની અને મુત્રમાર્ગની બિમારીમાં અતિઆધુનિક સારવાર આપવામાં અગ્રેસર છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતભરતમાંથી અનેક દર્દીઓ આ સારવારનો લાભ ઉઠાવેલ છે આધુનિક સાધનો અને નિષ્ણાંત તજજ્ઞોની સેવાથી સજજ આ હોસ્પિટલમાં ડાયાલીસીસ, લેસર એન્ડોસ્કોપી, લેપોરોસ્સ્કોપી વગેરે તમામ સારવાર તદ્દન વ્યાજબી દરે ઉપલબ્ધ છે. હાલમાં વિજયા દશમીના દિવસે બી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાં સર્વપ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સફળતાપૂર્વક કરી એક અનેકી સિદ્ધી પ્રાપ્ત કરી હોવાનું યાદીમાં જણાવાયું છે.

૩૬ વર્ષની ઉમરના યુવાન દર્દીને તેમના માતુશ્રીની કિડની બી.ટી.સવાણી કિડની હોસ્પીટલના તબીબો દ્વારા સફળતાપૂર્વક આરોપણ કરી નવુ જીવન બક્ષવામાં આવ્યું છે. ઉપરોકત દર્દીને કોઇપણ મૂશ્કેલી વગર, તથા સામાન્ય ક્રિએટીનીનના પ્રમાણ સાથે હોસ્પીટલમાંથી રજા આપવામાં આવતા કુટુંબીજનો દ્વારા હોસ્પીટલનો આભાર વ્યકત કરાયો હતો.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં કિડનીના દર્દીઓનું પ્રમાણ સવિશેષ છે. ઘર આંગણે કિડની ટ્રાન્સપ્લાન્ટની સૂવિધા ઉપલબ્ધ થતા કિડની ફેઇલ્યોરના દદીઓમાં આશાનું કિરણ જાગ્યું છે. આવા દર્દીઓને મદદરૂપ થવા માટે સંસ્થા અનેકવિધ સ્કીમ ચાલુ કરવાનું આયોજન કરવામાં આવેલ. આ અંગે વધુ માહીતી માટે મો.૯પ૭૪૧ ૦૧૮૮૮ ઉપર સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે.

(4:00 pm IST)