Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ઈલેકટ્રોનિકસ બજારમાં ધૂમ ખરીદી : 'ખુશીઓનો ખજાનો' સ્કીમને આવકાર

કોઈપણ ઈલેકટ્રીક વસ્તુ ખરીદતા પહેલા સ્થાનિક વેપારીઓનો સંપર્ક કરો : ટીવી એપ્લાયન્સ ટ્રેડર્સ એસોસીએશન : ગ્રાહકોને લક્કી ડ્રો કૂપન દ્વારા કુલ ૧૧૧૧ ઈનામો અપાશે, કુલ ૪ ડ્રો : ૫૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ : ૩૧ ડિસેમ્બર સુધી સ્કીમ ચાલુ : ઓનલાઈન અને મોલધારકોને તો પ્રોડકટ (ઉપકરણ) ગ્રાહકોને પધરાવવામાં જ રસ હોય છે, જયારે સ્થાનિક વેપારીઓ વસ્તુ વેચાયા બાદ પણ ગ્રાહકોને સેવા પૂરી પાડે છે : ગ્રાહકોની ફરીયાદ માટે અલગ વિભાગ

રાજકોટ, તા. ૨૨ : દિવાળી પર્વમાં બજારમાં ઈલેકટ્રોનિક ઉપકરણોની ધૂમ ખરીદી હોવાનું રાજકોટ સ્થિત ટીવી એપ્લાયન્સ ટ્રેડર્સ એસો.ના આગેવાનોએ જણાવ્યુ હતું. હાલમાં ખુશીઓનો ખજાનો સ્કીમને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ગ્રાહકોને લક્કી ડ્રો કૂપન દ્વારા કુલ ૧૧૧૧ ઈનામો આપવામાં આવશે. નવરાત્રીથી શરૂ થયેલ આ સ્કીમ ૩૧ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.

ટીવી એપ્લાયન્સ ટ્રેડર્સ એસો.ના આગેવાનોએ જણાવેલ કે ઈલેકટ્રોનિકસનો વેપાર દર વર્ષે વધતો રહે છે. પહેલાના જમાનામાં ઈલેકટ્રોનિકસ વસ્તુઓ વસાવવી, તે એક સ્ટેટસ ગણાતુ પણ હવે તે જીવન જરૂરીયાત થવાને કારણે વર્ષો વર્ષ ડિમાન્ડ વધતી રહે છે. અત્યારે કોઈપણ નવા મકાન કે નવી દુકાન બને તો લગભગ ૧૭ થી ૨૨% જેટલુ બજેટ ઈલેકટ્રોનિકસ ઉપકરણમાં ફાળવવામાં આવે છે.

આ બધા કારણોસર માત્ર દિવાળી પુરતી જ ધરાકી નથી પણ બારે મહિના એકધારો વેપાર થતો જ રહે છે. હા, તહેવારોમાં સ્કીમ ઘણી આવતી હોય છે અને એનો ફાયદો ગ્રાહકને અવશ્ય મળે છે. અત્યારે સૌથી મોટી ચિંતા અને અમારા ગ્રાહકોની થાય છે, આટલી બધી ચેતવણી આપવા છતાંય, આટલો બધો ડુપ્લીકેટ માલ આવતો હોય, આટલી બધી સર્વિસની તકલીફ પડતી હોવા છતાંય, તેઓ ઓનલાઈન તથા બીજા મોટા મોલમાં, જયાં માલિકની હાજરી નથી હોતી, જે આપને ઓળખતા નથી, જેમને માત્ર ગ્રાહકને માલ પધરાવવામાં જ રસ હોય છે. તેની ઉપર માત્ર કાલ્પનીક ભાવના અને ફાયદાના પડ ચઢી ગયા છે, જેથી તેઓ જે માલ પસંદ કરે છે, તે કેટલો જૂનો કે કંપનીએ બંધ કરેલો છે કે કેમ, તે જાણ્યા વગર, સમજ્યા વગર, ખરીદી કરી લે છે.

સ્થાનિક ઈલેકટ્રોનિકસના વેપારીઓનો વેપાર તો બારે મહિના ચાલે જ છે. અમે તો ગ્રાહકને નવી ટેકનોલોજી તથા નવી વેરાયટી આપવા કટીબદ્ધ છીએ, અમો ગ્રાહકો માટે ખૂબ જ સારી અને આકર્ષક સ્કીમ પણ આપીએ છીએ, આ તો, પેલા ફેમીલી ડોકટર જેવી વાત થાય, તમે બિમાર પડ્યા હોવ તો પહેલા ફેમીલી ડોકટરને મળશો, પછી ભલે બીજો કે ત્રીજો ઓપીનીયન લો, તેમાં વાંધો નથી, પણ છેલ્લે આપણે ફેમીલી ડોકટરને અંધારામાં નથી રાખતા. કારણ કે ખરે સમયે આ ફેમીલી ડોકટર જ કામ આવે છે.

અત્યારે ખૂબ જ સારો વેપાર થઈ રહ્યો છે, ઘણી બધી નવી રેન્જ તથા વેરાયટી આવેલ છે ત્યારે ગ્રાહકને વધુમાં વધુ ફાયદો થાય તે માટે ટીવી એપ્લાયસીસ ટ્રેડર્સ એસોસીએશન દ્વારા ખુશીઓનો ખજાનો સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. જેમાં ગ્રાહકોને કુલ ૧૧૧૧ ઈનામો લક્કી કૂપન ડ્રો દ્વારા આપવામાં આવશે. આ સ્કીમમાં કુલ ૪ ડ્રો યોજાશે. જેમાં અત્યાર સુધીમાં બે ડ્રો સંપન્ન થઈ ચૂકયા છે. જેમાં પ્રથમ ડ્રોમાં રાજકોટના ભાગ્યશાળી ગ્રાહક અને બીજા ડ્રોમાં જામનગરના ભાગ્યશાળી ગ્રાહકને ટીવીએસ જ્યુપીટર સ્કુટર ઈનામમાં લાગ્યા છે. હજુ બાકીના બે ડ્રોમાં અઢળક ઈનામો અપાશે. આ સ્કીમમાં ઈનામો ઉપરાંત ૫૦% સુધીનંુ ડીસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. આ સ્કીમમાં ગ્રાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સ્કીમ રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છના ગ્રાહકો માટે છે. કોઈપણ ઉપકરણોની ખરીદી કરતા પહેલા સ્થાનિક વેપારીનો સંપર્ક એકવાર જરૂર કરશો. જેથી આપનો બધો ભ્રમ તૂટી જશે કે ફાયદો કયાં અને કેટલો છે.

પેઢી દર પેઢી સ્થાનિક વેપારી સાથેનો સંબંધો વર્ષોથી સારા રહ્યા છે એનું કારણ એ છે કે એમની પ્રોડકટ્સની કવોલીટી અને બેસ્ટ સર્વિસ જેના કારણે ગ્રાહકોએ વેપારીઓને આજે પણ યાદ કરે છે. એટલા માટે આજે પણ વેપાીઓ ફર્સ્ટ પ્રોડકર્ટ્સ, સ્ટાન્ડર પ્રોડકર્ટ્સના વેચવાના આગ્રહી છે.

નવરાત્રીથી જ ઈલેકટ્રોનિકસ ઉપકરણો જેવા કે એલઈડી, રેફ્રીજરેટર, વોશીંગ મશીન, એસી, માઈક્રોવેવ ઓવન તથા હોમ એપ્લાયન્સીસ વગેરેમાં દિવાળી જેવો જ વેપાર થઈ રહ્યો છે.

તસ્વીરમાં ટીવી એપ્લાયન્સીસ ટ્રેડર્સ એસો.ના આગેવાનો સર્વશ્રી રવજીભાઇ રામોલીયા (શ્રીજી ઈલે.), શમશેરસિંઘ સુચાટીયા (સાહીબ ઈલે.), સતીષભાઈ શાહ (એમ.આર. એજન્સી), ઈકબાલભાઈ સાદીકો (નેપ્ચ્યુન ઈલે.), અલ્પેશભાઈ પટેલ (વિજય ઈલે.), દિલીપભાઈ માવલા (ધર્મેશ ઈલે.), મનસુખભાઈ રામાણી (શ્રી રામ કોર્પો.), પરેશભાઈ ફટાનલીયા (સોમનાથ સેન્ટર) તેમજ ભરતભાઈ અને રાજુભાઈ જુન્જા (સિમ્પલ એડવાળા) નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:38 pm IST)
  • મુંબઇમાં આજે રાત્રે અને કાલે સવારે ભારે વર્ષાની શકયતા : મુંબઇમાં ખુશનુમાં હવામાન અને વાદળછાયા આકાશ સાથે વરસાદ પડશે. આજે રાત્રે અને વ્હેલી સવારે મુંબઇમાં ભારે વરસાદ અને તોફાની પવન ફુંકાવાની પણ શકયતા છે. મુંબઇ-૨ત્નાગીરી બેલ્ટમાં મોડી રાત્રે - વ્હેલી સવારે અને કાલે સવારે ભારે વરસાદી વાદળાઓ છવાશે અને તોફાની વરસાદની સંભાવના છે.દરમિયાન મુંબઇમાં ૧ાા થી ૨ ઇંચ વરસાદ પડી ગયો છે. પશ્ચિમના પરાઓમાં મધ્યમ અને પૂર્વીય પરાઓમાં હળવો વરસાદી દોર રહયો છે. રાઇગઢ-થાણે-નવી મુંબઇમાં પણ વરસાદી વાવડ છે. access_time 12:55 pm IST

  • " હેપ્પી બર્થ ડે અમિતભાઇ " : ભારતના હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહનો આજે જન્મ દિવસ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ આમ નાગરિક સહીત તમામનો શુભેચ્છા ધોધ : દેશના શક્તિશાળી નેતાઓની હરોળમાં સ્થાન ધરાવતા ગુજરાતી નેતાએ 56 માં વર્ષમાં પ્રવેશ કર્યો access_time 11:32 am IST

  • કઠુઆ ગેંગરેપ : કોર્ટે SIT વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આપ્યો આદેશ : ગત વર્ષના જમ્મુ કાશ્મીરમાં આઠ વર્ષીય બાળકી સાથે ગેંગરેપ અને હત્યા મામલામાં નવો વળાંક : જમ્મુ કાશ્મીરની એક અદાલતે આ મામલાની તપાસ કરતી જમ્મુ કાશ્મીર પોલીસની એસઆઈટી ટીમના છ સભ્યો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આદેશ આપ્યો access_time 1:06 am IST