Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

વોર્ડ નં. ૧ર નાં ઉમિયા ચોકથી બાપા સીતારામ ચોક સુધી સીમેન્ટ રોડ વોર્ડ નં. ૧૧ માં વરસાદી પાણી નિકાલ માટે ખાસ પાઇપ લાઇન

સાંસદ મોહનભાઇ કુંડારિયાના હસ્તે વોર્ડ નં. ૧૧ અને ૧ર માં પાંચ કરોડનાં વિકાસકામોનાં ખાત મુર્હુત

રાજકોટ તા.૨૨ :. મહાનગરપાલિકા દ્વારા  વોર્ડ નં.૧૨માં રૂ.૨.૬૭ કરોડના ખર્ચે ઉમિયા ચોકથી બાપાસીતારામ ચોક સુધી તેમજ વોર્ડ નં.૧૧માં રૂ.૩.૪૪ કરોડના ખર્ચે મવડી રોડથી બીડીપત્ત્।ા સોસાયટી સુધી સી.સી. રોડ તથા  સ્ટ્રોમ વોટર કામનું ખાતમુહૂર્ત સાંસદ મોહનભાઈ કુંડારીયાના હસ્તે કરાયું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન. મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ.

વોર્ડ નં.૧૨

     વોર્ડ નં.૧૨માં રૂ.૨.૬૭ કરોડના ખર્ચે ઉમિયા ચોકથી બાપા સીતરામ ચોક સુધી કુલ ૫૬૦૦ ચો.મી. એરિયામાં હાઈ વોલ્યુમ ફ્લાયએશ-એમ.-૦૪ ગ્રેડ (એચ.વી.એફ.એ.) થી સિમેન્ટ કોંક્રીટ રોડ બનાવવામાં આવશે. તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ૧૬૦૦ રનીંગ મીટરની લંબાઈમાં ૯૦૦/૬૦૦ એમ.એમ.ડાયાના આર.સી.સી. એન.પી.-૩ કલાસના પાઈપ લાઈનને લેઈંગ કરવામાં આવશે. તથા અન્ડર ગ્રાઉન્ડ યુટીલીટી માટે અન્ડર ગ્રાઉન્ડ સર્વિસ પાઈપ નાખવામાં આવશે. વધુમાં, સિમેન્ટ રોડની સાઈડમાં ૧.૫૦ મીટર પહોળાઈમાં ૨૪૦૦ ચો.મી. એરિયામાં ઇન્ટર લોકીંગ પેવિંગ બ્લોક લગાડવામાં આવશે. આ સિમેન્ટ કોંક્રીટ રોડ તૈયાર થવાથી ઉમિયા ચોકથી બાપાસીતારામ ચોક સુધી આશરે ૧૫ થી ૨૦ સોસાયટીના લોકોને ચોમાસાની ઋતુ દરમ્યાન પાણી ભરવાના પ્રશ્નનું નિરાકરણ આવશે. તેમજ ગોકુલધામ મેઈન રોડ પરથી આવતું વરસાદી પાણીનો પણ યોગ્ય તથા ઝડપથી નિકાલ થાય થશે. જેથી વરસાદી પાણી ભરવાના પ્રશ્નનું નિરાકરણ થતા અંદાજીત ૧૫ હજારની વસ્તીને લાભ થશે.

વોર્ડ નં.૧૧

     વોર્ડ નં.૧૧માં રૂ.૩.૪૪ કરોડના ખર્ચે મવડી મેઈન રોડ થી બીડી કામદાર સોસાયટી સુધી કુલ-૭૦૦૦ ચોરસ મીયાત હાઈ વોલ્યુમ ફલાયએશ-એમ.-૪૦ ગ્રેડ (એચ.વી.એફ.એ.) થી સિમેન્ટ કોંક્રીટ રોડ બનાવવામાં આવશે. તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ૧૮૦૦ રનીંગ મીટરની લંબાઈમાં ૯૦૦ તથા ૧૨૦૦ એમ.એમ.ડાયાના આર.સી.સી. એન.પી.-૩ કલાસના પાઈપ લાઈનને લેઈંગ કરવામાં આવશે. તથા અન્ડર ગ્રાઉન્ડ યુટીલીટીઝ માટે અન્ડર ગ્રાઉન્ડ સર્વિસ પાઈપ નાખવામાં આવશે. વધુમાં, સિમેન્ટ રોડની સાઈટમાં ૧.૦૦ મીટર પહોળાઈમાં ૨૦૦૦ ચો.મી. એરિયામાં ઇન્ટર લોકીંગ પેવિંગ બ્લોક લગાડવામાં આવશે. આ સિમેન્ટ કોંક્રીટ રોડ તૈયાર થવાથી મવડી મેઈન રોડથી બીડી કામદાર સોસાયટી સુધી આશરે ૧૫ થી ૨૦ સોસાયટીના લોકોને ચોમાસાની ઋતુ દરમ્યાન પાણી ભરવાના પ્રશ્નનું નિરાકરણ આવશે. તેમજ મવડી મેઈન રોડ તથા લાગુ વોર્ડ નં.૧૨માંથી આવતું વરસાદી પાણીનો પણ યોગ્ય તથા ઝડપી નિકાલ થશે. જેથી વરસાદી પાણી ભરવાના પ્રશ્નનું નિરાકરણ થતા અંદાજીત ૧૨ હજારની વસ્તીને લાભ થશે.

આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, પૂર્વ નેતા રાજુભાઈ બોરીચા, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર સંજયભાઈ અજુડીયા, વોર્ડ ન.૧૧ના પ્રભારી અશ્વિનભાઈ પાંભર, પ્રમુખ પ્રવિણભાઈ પાદ્યડાર, મહામંત્રી આયદાનભાઈ બોરીચા, સંજયભાઈ દવે, વોર્ડ નં.૧૨ના પ્રભારી પ્રદીપભાઈ ડવ, પ્રમુખ યોગરાજસિંહ જાડેજા, મહામંત્રી સુરેશભાઈ રામાણી, મૌલિકભાઈ દેલવાડિયા તેમજ સ્થાનિક આગેવાનો, રસિકભાઈ કાવડિયા, નરશીભાઈ કાકડિયા, કિરણબેન હરસોડા, વૈશાલીબેન ઓરડિયા, પલ્લવીબેન પોપટ, મહેશભાઈ પીપળીયા, મહેશભાઈ મુંગરા, હેમીબેન ભલસોડ, સંજયભાઈ પીપળીયા, રસિકભાઈ મુંગરા, રીતેશભાઈ મુંગરા, અમિતભાઈ બોરીચા, માધાભાઈ સવાસેતા, જયેશભાઈ બોરીચા, મૌલિક કપુરીયા, ધીરૂભાઈ સિધ્ધપરા, નંદાભાઈ માણાવદરીયા, રાજુભાઈ જોષી, પ્રવિણભાઈ સોજીત્રા, હરસુખભાઈ માકડિયા, લક્ષ્મણભાઈ હરસોડા, કિશનભાઈ ટીલવા, જયભાઈ ગજ્જર, સિદ્ઘરાજસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, રમણીકભાઈ દેવળિયા, મનસુખભાઈ વેકરીયા, કેશુભાઈ જીવાણી, રાજભાઈ ઉધાડ, મગનભાઈ સોરઠીયા, સુનીલભાઈ સાગઠીયા, મહેશભાઈ રાઠોડ, મહેશભાઈ વસોયા, મનીષભાઈ ચાવડા, પ્રીતેશભાઈ ભુવા, બાવનજીભાઈ કોઠીયા, કાર્યકરો વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

(3:26 pm IST)